Operation Sindoor: ભારત-PAK સંઘર્ષ વિરામ મામલે પાકિસ્તાનની ગુલાંટ,હવે કહ્યુ, ચીને યુદ્ધ રોકાવ્યું! મોદી સાહેબ ચૂપ!

  • India
  • January 3, 2026
  • 0 Comments

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં સર્જાયેલા લશ્કરી સંઘર્ષ મામલે પહેલી વાર, પાકિસ્તાને જાહેરમાં ચીનના દાવાને સમર્થન આપ્યું છે કે બેઇજિંગે ભારત-પાક સંઘર્ષ દરમિયાન મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી.આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અસંખ્ય વખત પોતે સંઘર્ષ અટકાવ્યો હોવાનો દાવો કરી રહયા છે અને તે વખતે પણ પાકિસ્તાને હા માં હા મીલાવી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ગુરુવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન ચીની નેતૃત્વ પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે સતત સંપર્કમાં હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચીને 7 થી 10 મે દરમિયાન ભારતીય નેતૃત્વનો પણ સંપર્ક કર્યો હતો.અંદ્રાબીના મતે, આ વાતચીતોએ પરિસ્થિતિને શાંત કરવામાં અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં ભૂમિકા ભજવી હતી.

તેમણે કહ્યું કે આ સંપર્કો સકારાત્મક રાજદ્વારી આદાનપ્રદાન હતા જેણે તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી હતી તેથી ભારત-પાક સંઘર્ષ અટકાવવા ચીનના મધ્યસ્થીનો દાવો સાચો છે, પાકિસ્તાને ચીનની મધ્યસ્થીને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે રાજદ્વારી પગલું ગણાવ્યું હતું.

જોકે,પાકિસ્તાનના અત્યાર સુધી યુદ્ધવિરામ માટે સંપૂર્ણપણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવતું હતુ અને કહેતું હતું કે ટ્રમ્પની મધ્યસ્થીથી ભારત પાક વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો હવે આટલા મહિના પછી અચાનક પાકિસ્તાન એવું કહે છે કે ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ ચીનની મધ્યસ્થી બાદ થયો હતો. આ વાતથી રાજદ્વારી વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે.જોકે ભારતે યુદ્ધવિરામ કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી નહિ હોવાનું જણાવે છે અને અમેરિકા કે ચાઇનાની મધ્યસ્થી નકારી છે. ભારતે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનાના નિવેદનને પણ ફગાવી દીધું જેમાં બેઇજિંગે મધ્યસ્થીનો દાવો કર્યો હતો.

ભારતીય સંરક્ષણ મંત્રાલયને વારંવાર ખુલાસો કરવો પડી રહ્યો છે કે ‘ઓપરેશન સિંદૂર’ સીઝફાયર કોઈપણ વિદેશી દબાણને કારણે નહીં, પરંતુ પાકિસ્તાની સૈન્ય સંચાલન મહાનિર્દેશક(DGMO) દ્વારા કરવામાં આવેલી વિનંતી અને સૈન્ય સંવાદને કારણે થયો હતો.આમ,હવે અમેરિકા બાદ ચીન ભારત-પાક સંઘર્ષ અટકાવવાનો દાવો કરતા વિશ્વભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 1 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ