Donald Trump: અમેરિકા જેવું કરી બતાવોતો ખરા!! મોદીને ઓવૈસીની ચેલેન્જ! 56ની છાતી હોયતો કરી બતાવો!

  • India
  • January 4, 2026
  • 0 Comments

Donald Trump: નરેન્દ્રભાઈ મોદી ભાષણો જોરદાર કરે છે ત્યારે તેઓને ઓવૈસીએ મહેણું માર્યું છે કે જ્યારે હોય ત્યારે મોદી ગર્જના કરતા રહે છે પણ જો ખરેખર 56ની છાતી હોયને તો આતંકીઓને ઉપાડીને ભારતમાં લઈ આવો તો ખરા!! AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આખી દુનિયાએ જોયું કે “વેનેઝુએલામાં ટ્રમ્પે પોતાની સેના મોકલીને ત્યાંના રાષ્ટ્રપતિને ઉઠાવીને અમેરિકા લઈ ગયા!”

આવું જ કંઈક ભારતે પણ કરવું જોઈએ,ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદીનું નામ લઈને કહ્યું કે મોદીજી, અમે તમને કહી રહ્યા છીએ કે 26/11ના આતંકી હુમલા કરનારા ભલે તે મસૂદ અઝહર હોય કે પછી તે લશ્કર-એ-તૈયબાનો ક્રૂર શેતાન હોય જો તમારી ખરેખર 56 ઇંચની છાતી હોયતો તેમને ઉઠાવીને ભારત લઈ આવો તો માનીએ.જો આ ટ્રમ્પ કરી શકતા હોયતો તમે કેમ નથી કરી શકતા?જ્યારે તેઓ કરી શકે છે તો તમારે પણ કરવું પડશે, કારણ કે મોદીએ કહ્યું હતું કે ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’.

મુંબઈમાં એક જનસભાને સંબોધન કરતી વખતે ઓવૈસીએ પોતાના નિવેદનમાં વેનેઝુએલાનો ઉલ્લેખ કરી મોદીને પડકાર ફેંક્યો હતો કે જે રીતે 3 જાન્યુઆરીની રાત્રે અમેરિકી સૈનિકોએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસને પકડીને લઈ ગઈ તે રીતે તમે કેમ નથી કરી શકતા?

જોકે, અમેરિકા બીજા કોઈ દેશ પર સૈન્ય કાર્યવાહી કરીને ત્યાંના રાષ્ટ્રપતિ કે તાનાશાહને પકડ્યા હોય તે આ પહેલીવાર નથી અગાઉ પણ 2003માં ઇરાક અને 1989માં પનામામાં પણ આવા જ ઓપરેશન હાથ ધરી અમેરિકા તાનશાહને પકડી લઈ ગયાના દાખલા છે.અગાઉ 1989માં અમેરિકાએ લેટિન અમેરિકી દેશ પનામા પર હુમલો કરી અમેરિકાએ પનામાના તાનાશાહ મેન્યુઅલ નોરીએગાને સત્તા પરથી હટાવ્યા હતા.મેન્યુઅલ નોરીએગા પર ડ્રગ્સની દાણચોરી અને અમેરિકી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો.

આ હુમલામાં અમેરિકી સેનાએ પનામા સિટી સહિત અનેક વિસ્તારો પર બોમ્બમારો કર્યો હતો, જેમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા અને નોરીએગાને પકડીને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ 2003માં ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવવા અમેરિકાએ હુમલો કર્યો હતો.

સદ્દામ હુસૈન સામે ઇરાકના ઘણા સમુદાયો પર હિંસા કરવા અલ-કાયદાને સમર્થન આપવા અને પરમાણુ હથિયારો રાખવાના આરોપો હેઠળ બગદાદ સહિત અનેક શહેરો પર અમેરિકાએ બોમ્બમારો કર્યો અને સદ્દામની સરકાર પાડી દેવામાં આવી. કેટલાક મહિનાઓ પછી સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો હતો અને અમેરિકાએ ઈરાક ઉપર કબ્જો કર્યો હતો આ પછી સદ્દામ પર ઇરાકની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો

ત્યારબાદ ઑક્ટોબર, 2005માં સદ્દામ વિરુદ્ધ ખટલો શરૂ થયો જેમાં સદ્દામ સામે મુખ્ય આરોપ દુજૈલમાં 148 શિયા મુસ્લિમોની નિર્દોષ કતલ કરવાનો હતો. તે સાથે 1988માં લાખો કુર્દીશોની હત્યાનો આરોપ પણ સામેલ કરવામાં આવ્યો, માનવતા સામેના આ નરસંહારના ગુના માટે સદ્દામને કસૂરવાર ઠેરવી નવેમ્બર, 2006માં ફાંસીની સજા ફરમાવવામાં આવી.

ડિસેમ્બર, 2006માં ઇરાકની અદાલતે ફાંસીની સજા બહાલ રાખી અને તે અન્વયે 30 ડિસેમ્બરના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી આમ,અમેરિકાએ આ રીતે બીજા દેશ ઉપર હુમલો કરી તાનશાહને પકડી ફાંસી અપાવી હતી.આમ,અમેરિકા અન્ય દેશ ઉપર હુમલો કરી આતંકી કે તાનશાહને ઉપાડી પોતાના દેશ લઈ જઈ ખટલો ચલાવી શકતું હોય તો મોદી કેમ કઈ કરી શકતા નથી તે અંગે ઓવૈસીએ નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?
  • August 14, 2026

Data Center Protest: ભારતમાં ઝડપથી વધી રહેલા ડેટા સેન્ટર પ્રોજેક્ટોને લઈને હવે અનેક રાજ્યોમાં સ્થાનિક લોકોનો વિરોધ તેજ બનતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રના ઠાણેમાં બાલ્કુમ વિસ્તારમાં એમેઝોન દ્વારા વિકસાવવામાં આવી…

Continue reading
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • August 14, 2026

India GDP 2026: કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરતાં જણાવ્યું કે ભારત હાલમાં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 10 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 10 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો