Coach Rapes Minor Player: ભારતીય શૂટિંગ ટીમના કોચ અંકુશ ભારદ્વાજે સગીર વયની ખેલાડીની ઈજ્જત લૂંટી લીધી! સગીરાએ લગાવ્યા ગંભીર આરોપ

  • India
  • January 8, 2026
  • 0 Comments

અંકુશે બીજી એક છોકરી સાથે પણ ગંદુ કામ કર્યું હોવા ઉપરાંત સગીર ખેલાડીના રૂમમાં પરમિશન વગર ઘૂસી જઈ બેડ ઉપર છોકરીઓ સાથે સૂઈ જતો હોવાના પણ આરોપ લાગ્યા!!

Coach Rapes Minor Player: નવા બદલાયેલા સમયમાં સ્ત્રીને પુરુષ સમોવડી કહેવામાં આવે છે અને હવે દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાની કારકિર્દી બનાવવા આગળ આવે છે પણ આજે દરેક જગ્યાએ યુવતીઓનુ કોઈને કોઈ રીતે શોષણ કરાતું હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે આવુજ કઈક ‘રમતગમત’ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપના જોતી સગીર વયની યુવતીને કોચે રમત ગમત અંગે ચર્ચા કરવાના બહાને બોલાવી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.

એક ઉભરતી રાષ્ટ્રીય સ્તરની 10-મીટર એર પિસ્તોલ શુટર સગીર ખેલાડીનું યૌન શોષણ કરવાનો ભારતીય શૂટિંગ ટીમના કોચ અંકુશ ભારદ્વાજ પર ગંભીર આરોપ લગ્યો છે.

પીડિતાનો આરોપ છે કે એક મેચ બાદ તેણીને “વિશ્લેષણ” ના બહાને એક હોટલના રૂમમાં બોલાવવામાં આવી હતી, જ્યાં કોચે તેની સાથે બળજબરી કરી હતી ત્યારબાદ જો તે કોઈને કહેશે તો કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી.

આ ઘટના 16 ડિસેમ્બરના રોજ બની હતી. પીડિતાનો દિલ્હીના ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં રાષ્ટ્રીય મેચ હતી અને મેચ બાદ કોચ અંકુશ ભારદ્વાજે તેણીને મેચ વિશે ચર્ચા કરવાના બહાને સૂરજકુંડની તાજ હોટેલમાં બોલાવી હતી.શરૂઆતમાં કોચે તેણીને લોબીમાં બેસવા કહ્યું હતું પરંતુ બાદમાં વાત કરવાની જરૂરિયાત જણાવીને તેણીને તેના રૂમમાં બોલાવી હતી અને સગીર ખેલાડીનું યૌન શોષણ કર્યું હતું.

પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે હોટેલમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે કોચે તેને ધમકી આપી, “યાદ રાખ, કંઈ થયું નથી. સામાન્ય વર્તન કર, નહીંતર હું તારો પરિવાર અને કારકિર્દી બરબાદ કરી દઈશ.”ડર અને આઘાતથી પીડિતા ઘણા દિવસો સુધી ચૂપ રહી. તેણીએ પોતાના અભ્યાસ અને પરીક્ષાઓને બહાના ગણાવીને પોતાને રમતથી અલગ કરી દીધી.

જોકે, ડિસેમ્બરના અંતમાં જ્યારે તે મોહાલીમાં એક પોતાની એક ફ્રેન્ડ (જે પણ શુટર ખેલાડી છે) ને મળી, ત્યારે તેને ખબર પડી કે અંકુશ ભારદ્વાજે તેને પણ છોડી નથી અને પોતાની ફ્રેન્ડ સાથે પણ આવું જ કૃત્ય થયું છે. ત્યારબાદ પીડિતાએ હિંમત ભેગી કરી અને 4 જાન્યુઆરીએ તેની માતાને સત્ય જણાવી દીધું કે કોચે તેની સાથે ગંદુ કામ કર્યું હતું.

ફરિયાદમાં બીજી એક ઘટનાનો પણ ઉલ્લેખ છે કે તા.10 ડિસેમ્બરના રોજ, જ્યારે મહિલા શૂટર્સ મોહાલીમાં એક એરબીએનબીમાં રોકાઈ રહી હતી, ત્યારેપણ કોચ વહેલી સવારે તેઓને જણાવ્યા વગર અચાનક તેમના રૂમમાં પ્રવેશી ગયો હતો અને યુવતીઓના પલંગ પર સૂઈ ગયો હતો,આ ઘટનાથી યુવતીઓ ખૂબ જ અસ્વસ્થ અને ગભરાઈ ગઈ હતી.

મહત્વનું છે કે અંકુશ ભારદ્વાજ શૂટિંગ જગતમાં એક અગ્રણી વ્યક્તિ છે, તેઓ ભારતીય શૂટિંગ ટીમના કોચ છે અને પોતે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા છે. તેમની પત્ની, અંજુમ મુદગિલ, પણ બે વખતના ઓલિમ્પિયન છે. તેઓ મોહાલીમાં સાલ્વો શૂટિંગ રેન્જ પણ ચલાવે છે.

પીડિતાની માતાએ વહીવટીતંત્રને વિનંતી કરી છે કે પુરાવા સાથે છેડછાડ ન થાય તે માટે હોટલના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક જપ્ત કરવામાં આવે.

પરિવારનું કહેવું છે કે આરોપી અંકુશ ભારદ્વાજ ખૂબ જ પ્રભાવશાળી અને ઉચ્ચ લાગવગ ધરાવતો વ્યક્તિ છે, તેથી તેમને ડર છે કે તે તપાસને પ્રભાવિત કરી શકે છે.પણ આવા લોકો પોતાના પદ અને વગ નો ઉપયોગ કરી અનેક છોકરીઓના જીવન બરબાદ કરી શકે છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ