Amit Shah: મમતા બેનર્જીએ અમિત શાહની દુઃખતી નશ પકડી લીધી? કહ્યું, યે EDવાલે કો વાપસ બુલાલો, વરના ‘ દેખના અબ હમ ક્યા કરતે હૈ!’

  • India
  • January 10, 2026
  • 0 Comments

◆’કોલસા કૌભાંડ’માં અમિત શાહની સંડોવણીના પુરાવા સાથેની “પેનડ્રાઈવ”મારા કબ્જામાં છે!!જો મને હેરાન કરશોતો જાહેર કરી દઈશ! મમતાએ ફેંકેલા આ પડકારથી રાજકારણતો ગરમાયુ છે પણ અમિત શાહના કથિત”ગફલા”ની ફાઇલ મમતા પાસે કેવી રીતે પહોંચી તે વાત પણ ભારે રહસ્યમય બની છે!

Amit Shah: દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ છે અને ભાજપે અહીં પોતાનું સ્થાન મજબૂત કરવા ભારે પ્રેશર બનાવ્યું છે.એક દિવસ પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજ્યના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાજકીય સલાહકાર I-PAC ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કોલકાતામાં તેના વિરોધમાં એક રેલી પણ યોજી હતી.આ દરમિયાન,બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો જાણી જોઈને ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તેમના અને તેમની સરકાર પર ભાજપ દ્વારા વધુ પડતું દબાણ લાવવામાં આવશે, તો તેઓ પોતાના કબ્જામાં રહેલી કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કથિત સંડોવણી સાથેના પુરાવા વાળી સંબંધિત પેન ડ્રાઇવ જાહેર કરશે.

કોલકાતામાં EDના દરોડા સામે વિરોધ કૂચ દરમિયાન મોટી ભીડને સંબોધતા મમતાએ કહ્યું,”મારી પાસે એક પેન ડ્રાઇવ છે તેમાં અમિત શાહના રહસ્યો છુપાયેલા છે પણ “હું જે પદ પર છું તેનું માન જાળવી હું અત્યાર સુધી મૌન રહી છુ” “જો મારા પર વધુ દબાણ કરવામાં આવશે તો હું બધું જ જાહેર કરી દઈશ જે જોઈ આખો દેશ ચોંકી જશે.”

મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને કોલસા કૌભાંડમાંથી પૈસા મળ્યા છે અને જો જરૂર પડશે તો હું જનતા સમક્ષ પુરાવા રજૂ કરીશ. કૂચ શરૂ થાય તે પહેલાં સભાને સંબોધતા મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે આ વિરોધ કેન્દ્ર સરકારના અન્યાય અને અપમાન સામે છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના શબ્દો ટાંકીને તેમણે કહ્યું કે હવે સડકો ઉપરનો વિરોધ EDની કાર્યવાહીનો જવાબ છે.
બેનર્જીએ આરોપ લગાવ્યો કે દરોડોનો વાસ્તવિક હેતુ તેમની પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના અને ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરવાનો હતો, તેને ગુનો ગણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી માહિતી ટ્રાન્સફર કરી છે.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સીધુ નિશાન સાધતા આ દરોડાને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા.વિરોધ કૂચ દરમિયાન બેનર્જી સાથે પાર્ટીના અનેક સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા.નોંધનીય છે કે ગુરુવારે લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાન અને I-PAC વડા પ્રતીક જૈનના સોલ્ટ લેક કાર્યાલય પર EDના દરોડા બાદ આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર
  • August 4, 2026

Women Scheme India: દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પહેલાં મહિલાઓને સીધી આર્થિક સહાય, મફત વીજળી, મફત બસ મુસાફરી અને અન્ય કલ્યાણકારી યોજનાઓના મોટા વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ સત્તામાં આવ્યા બાદ…

Continue reading
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત
  • August 4, 2026

SC Student Protest FIR: વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકારો અને દિલ્હી સરકાર પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 3 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 6 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 11 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી