MCX: ચાંદી પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનું ₹1,44,454 પર પહોંચ્યુ! રોકાણકારો ખુશહાલ,ગ્રાહકો નિરાશ

  • India
  • January 19, 2026
  • 0 Comments

MCX: સોના-ચાંદીના રોકાણકારો માટે 2026નું વર્ષ લાભદાયી સાબિત થયું રહ્યું છે,પણ બીજી તરફ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે બેન દીકરીઓના લગ્નમાં કે મોસાળામાં ભણેજને અને પ્રસંગોપાત ભુદેવોને અપાતા સોના અને ચાંદીના શુકનિયાળ દાગીના ખરીદવા લગભગ અશક્ય થઈ જતા દરેક સમાજમાં ચિંતા જોવા મળી રહી છે.

સોના અને ચાંદીના ભાવ સતત વધતા જઈ રહ્યા છે જ્યારે ચાંદીએ તો વળતરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
સોના-ચાંદીમાં રોકાણકારો શેરબજાર કરતા પણ સારું વળતર મેળવી છે રોકાણકારો અને ખરીદદારો માટે મોટા સમાચાર છે. આજે સુનામી આવી હોય તેમ ચાંદીના ભાવો પ્રથમવાર ₹ 3 લાખ પાર કરી ગયા છે.

ભારતીય વાયદા બજાર (MCX) માં આજે તા.19 જાન્યુઆરી, 2026 ઐતિહાસિક રહ્યો છે અને ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે સોનાના ભાવે ₹1.40 Lakh ની ઐતિહાસિક સપાટી પાર કરી લીધી છે. લગ્નસરાની સિઝન પહેલા જ ભાવમાં ભડકો થતા લોકોની ચિંતા વધી છે, પણ રોકાણકારો કે જેઓ ધંધો કરી રહયા છે તેઓની ખુશીનો કોઈ પાર નથી.

● ભારતીય વાયદા બજાર મુજબના ભાવો આ પ્રમાણે રહયા છે

◆ જૂનો બંધ ભાવ: શુક્રવારે ચાંદીનો વાયદો ₹2,87,762 પર બંધ થયો હતો.

◆ આજનો ખુલતો ભાવ: આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹2,93,100 પર ખુલી હતી.

◆ નવી ઐતિહાસિક સપાટી: બજાર ખુલતાજ તોફાની તેજીમાં ચાંદીએ ₹3,01,315 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

◆ ચાંદીનાવર્તમાન ભાવ: ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400 (3.61%) નો વધારો નોંધાયો છે અને ભાવ ₹2,98,162 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

◆ સોનામાં પણ સતત તેજીનો માહોલ

સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે જૂનો બંધ ભાવ: સોનાનો વાયદો શુક્રવારે ₹1,42,517 પર બંધ થયો હતો.
આજનો ખુલતો ભાવ: આજે સોનું ₹1,43,321 ના ભાવે ખુલ્યું હતું દિવસની ઊંચી સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,45,500 ની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

વર્તમાન ભાવ: હાલમાં સોનું ₹1,937 (1.36%) ના વધારા સાથે ₹1,44,454 પર કારોબાર કરી રહ્યું છે આમ, બજાર ખુલતાજ આજે સોના-ચાંદીમાં જોરદાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદીના ₹ 3 લાખ પાર કરેલા ઐતિહાસિક ઉછાળાથી રોકાણકારો ગેલમાં આવી ગયા છે.

આમ,સોનુ અને ચાંદી સામાન્ય લોકો માટે ખરીદવું મુશ્કેલ બની ગયું છે અને ધંધો કરનારા માટે એક શેર બજાર કરતા સારું પ્લેટફોર્મ બની ગયું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ
  • June 17, 2026

Siliguri Corridor: પશ્ચિમ બંગાળના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે એક નામ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે શુભેન્દુ અધિકારી. રાજકીય હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ તો સમયની સાથે બદલાતા રહે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 1 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 5 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 10 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 10 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ