Supreme Court: કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવા તેનો મૂળભૂત અધિકાર : પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Supreme Court: દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર છે.

એક વરિષ્ઠ પત્રકારના સવાલના જવાબમાં તેમણે આ વાત કહી હતી જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપવા આવેલા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે આ મુજબ મહત્વનું નિવેદન આપ્યું છે.

● નિર્દોષ છૂટનાર આરોપીએ ગુમાવેલા કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી

આ અંગે પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યુ કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં સબડયા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ક્યારેય ભરપાઈ થઈ શકતી નથી.

● જામીન ક્યારે નકારી શકાય?

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘જામીન ત્યારે જ નકારી શકાય કે જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય પણ જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાનો હોય તો તે આરોપીને જામીન મળવા જ જોઈએ.’

તેઓએ ઉમેર્યુ હતું કે ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’

દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા દરમિયાન પત્રકારના જવાબ આપતી વખતે તેઓએ આ મુજબ જણાવ્યું હતું તેઓએ જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેનાથી ક સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરેકને ખબર પડે તેથી તેઓના કાર્યકાળ દરમિયાન લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે નિવૃત્તિ બાદ હાલ પોતે ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને હાલમાં કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં
  • August 13, 2026

Mumbai Goa Highway Delay: મુંબઈને ગોવા સાથે જોડતો નેશનલ હાઇવે-66 (NH-66) દેશના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક ગણાય છે, પરંતુ આ હાઇવેને ફોર લેન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયાને લગભગ 17 વર્ષ…

Continue reading
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો
  • August 13, 2026

Brij Bhushan Singh Verdict: ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દાખલ થયેલા ચર્ચાસ્પદ જાતીય સતામણીના કેસમાં દિલ્હીની એક અદાલતે તેમને નિર્દોષ જાહેર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 3 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 4 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 5 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 6 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 7 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 6 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ