સુરત: બીજેપીના પૂર્વ ધારાસભ્યના પત્રથી વિકાસના નામે બણગા ફૂંકતી ભાજપ સરકારની ખુલી ગઈ પોલ

  • Gujarat
  • December 15, 2024
  • 0 Comments

ગુજરાતમાં અમદાવાદ-સુરત સહિત અનેક મોટા શહેરોના અનેક વિસ્તારોમાં જનતાને રોડ-રસ્તાઓ અને ગટર જેવી પાયાની જરૂરિયાત યોગ્ય મળી રહી નથી. આ વચ્ચે સુરતના સત્તાપક્ષના ધારાસભ્ય જ પોતાના વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકીને લઈને ગુસ્સે ભરાયા છે. આ દરમિયાન તેમણે પોતાના એક પત્રમાં સરકારની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવીને તેમની પોતાની માંગણીઓ રજૂ કરી છે. આ પત્ર થકી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ ભાજપ સરકારની વિકાસ મોડલની ખુલ્લી પાડી દીધી છે.

ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. 1990થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઝોનામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણાં પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટી નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્યે કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માગ કરી છે, તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યે કબૂલાત કરી છે કે, ભાજપ પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે.

ધારાસભ્યનો આરોપ

સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી 9 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા માટે સીસી રોડ બનાવવાની માગ કરી છે. આ માંગણી સાથે તેઓએ પત્રમાં કહ્યું કે, આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં 9 મીટર કે તેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સીસી રોડના બનાવવાની જોગવાઈ કરવામાં આવે. સેન્ટ્રલ ઝોનની ગલી-રસ્તાઓ તૂટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા લાગે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જાહેર નાણાં…નો વ્યય થાય છે. જેનો ઉકેલ સીસી રોડ બનાવીને થઈ શકે છે.

ધારાસભ્યે મેયરને લખેલા પત્રમાં જણાવ્યું કે, વર્ષ 2016થી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધા ડ્રેનેજ-પાણીની લાઇન બદલવાનું કામ ચાલે છે. લોકો હેરાન-પરેશાન થાય છે, તેમ છતાં સુવિધા મળવાની આશાએ સહન કરી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કૉર્પોરેશનના વેરા ભરતાં હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ નથી થતી. વિકાસના કોઈ મોટા કામ થતાં નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનો ઉપયોગ શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.

પાલિકાથી માંડી રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં સેન્ટ્રલ ઝોનમાં સુવિધા ન મળતાં ધારાસભ્યે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ધારાસભ્યે કબૂલ્યું કે, સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ અને ખાડાવાળા રસ્તાના કારણે ઘણાં પરિવારો ઝોન છોડી અન્યા ઝોનમાં હિજરત કરી રહ્યા છે. જેથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. જે વિશે ભાજપે આત્મમંથન કરવું જોઈએ.

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 4 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 6 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 7 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!