Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!

  • World
  • January 31, 2026
  • 0 Comments

Donald Trump: ટ્રમ્પની “અમેરિકા ફર્સ્ટ” અને આક્રમક વેપાર નીતિઓ વચ્ચે, ઘણા મુખ્ય પશ્ચિમી અને એશિયન દેશોએ 2026 ની શરૂઆતમાં જ ચીન સાથેના તેમના સંબંધો “રીસેટ” કરવાનું શરૂ કરી દીધું છે.

યુરોપ, બ્રિટન અને કેનેડા હવે યુનાઇટેડ સ્ટેટ્સને બદલે ચીન સાથેના સંબંધો સુધારવાનું વિચારી રહ્યા છે,ટ્રમ્પની બદલાયેલી નીતિથી વૈશ્વિક રાજકારણમાં યુનાઇટેડ સ્ટેટ્સને અલગ કરી રહી છે.

યુરોપે સ્વીકાર્યું છે કે અમેરિકા હવે તેનું સાથીદાર નથી રહ્યું!

યુરોપિયન સંઘ તેની સૈન્ય પ્રણાલીને મજબૂત બનાવશે, યુરોપિયન સ્ટેબિલિટી મિકેનિઝમના મેનેજિંગ ડિરેક્ટર પિયર ગ્રેમેગ્નાએ જણાવ્યું હતું કે ESM સંરક્ષણ માટે ધિરાણ આપી શકે છે.

ભૌગોલિક રાજકીય ઉથલપાથલ અને બદલાયેલા આ સમયમાં, બધા દેશોએ તેમના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે.
તેમણે કહ્યુ,આપણે ESM ની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ,” ગ્રામેગ્નાએ કહ્યું. તેમણે મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવતા પરંતુ મર્યાદિત બજેટ ધરાવતા દેશો, ખાસ કરીને નાના યુરો ઝોન રાજ્યો માટે સંરક્ષણ લોનના ઉપયોગ તરફ ધ્યાન દોર્યું છે તેમણે કહ્યું,”આપણી પાસે શ્રેષ્ઠ સાધનો છે જેનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વધુ અસ્થિર બની રહ્યા છે” જેથી હવે યુરોપિયન દેશોએ વધુ મજબૂત બનવું પડશે.

હવે ચીન અમેરિકાનું સ્થાન લઈ રહ્યું છે.

ટ્રમ્પની નિતિઓથી નારાજ મુખ્ય દેશો ચીન તરફ વળ્યા છે અને તાજેતરમાં આ દેશોએ જે રીતે મુલાકાત કરી તે નીચે મુજબની રહી છે.

યુકે: વડા પ્રધાન કીર સ્ટારમર 29 જાન્યુઆરી, 2026 ના રોજ બેઇજિંગ પહોંચ્યા. આઠ વર્ષમાં કોઈ બ્રિટિશ વડા પ્રધાનની ચીનની આ પહેલી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન, ચીને બ્રિટિશ નાગરિકો માટે 30 દિવસની વિઝા-મુક્ત મુસાફરીની જાહેરાત કરી, અને એસ્ટ્રાઝેનેકાએ ચીનમાં $15 બિલિયનના રોકાણની જાહેરાત કરી.

કેનેડા: વડા પ્રધાન માર્ક કાર્ને 12-17 જાન્યુઆરી, 2026 દરમિયાન ચીનની મુલાકાત લીધી. તેમણે ચીન સાથે “નવી વ્યૂહાત્મક ભાગીદારી” પર હસ્તાક્ષર કર્યા. ખાસ કરીને, કેનેડાએ ચીનથી આયાત થતી ઇલેક્ટ્રિક કાર પરના ટેરિફને 100% થી ઘટાડીને 6.1% કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

આયર્લેન્ડ: આઇરિશ વડા પ્રધાન (તાઓઇસેચ) માઇકલ માર્ટિન 4-8 જાન્યુઆરી, 2026 દરમિયાન ચીનની મુલાકાતે ગયા હતા. 14 વર્ષમાં આયર્લેન્ડના વડા પ્રધાનની ચીનની આ પહેલી મુલાકાત હતી, અને તેને યુરોપિયન યુનિયન અને ચીન વચ્ચેના બગડતા સંબંધોને અટકાવી ફરીથી પાટા ઉપર લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

● ફિનલેન્ડ: ફિનિશ વડા પ્રધાન પેટેરી ઓર્પો 24-29 જાન્યુઆરી, 2026 દરમિયાન ચીનમાં હતા. આ મુલાકાત દરમિયાન, 11 વ્યાપારી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, અને ફિનલેન્ડે “યુરોપિયન વ્યૂહાત્મક સ્વાયત્તતા” પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.

●દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓ વચ્ચે, દક્ષિણ કોરિયા તેના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીન સાથે તણાવ ઓછો કરવા માંગે છે.

●ફ્રાન્સ: રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ડિસેમ્બર 2025 ના અંતમાં ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે પરમાણુ ઊર્જા અને આબોહવા પરિવર્તન પર અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

●જર્મની: જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે આગામી અઠવાડિયામાં ચીનની મુલાકાત પણ સુનિશ્ચિત કરી છે.

આ દેશો એક સમયે અમેરિકા સાથે હતા તે હવે ટ્રમ્પની નીતિથી કંટાળી હવે ચીન નજીક જઈ રહયા છે જે વિશ્વસ્તરે બદલાયેલો માહોલ સૂચવે છે,મધ્ય પૂર્વ પણ ચીન સાથે છે

● યુરોપની જેમ મધ્ય પૂર્વીય દેશો પણ ચીન તરફ જઈ રહયા છે.

આ દેશોએ હંમેશા યુનાઇટેડ સ્ટેટ્સને ટેકો આપતા રહયા છે પણ હવે સમય બદલાતા તેઓ પણ ધીમે ધીમે ચીન સાથે સંબંધો વિકસાવી રહ્યા છે. સાઉદી અરેબિયાથી લઈને સંયુક્ત આરબ અમીરાત સુધી, બધા ચીન સાથેના સંબંધો સુધારી રહયા છે. નાટો સભ્ય તુર્કી સતત બ્રિક્સમાં જોડાવા માટે પ્રયત્નશીલ છે. પાકિસ્તાનના પહેલાથી જ ચીન સાથે ખૂબ સારા સંબંધો છે. આ રીતે, ટ્રમ્પના આગમન પછી, તેના યુરોપિયન અને ગલ્ફ સાથીઓએ પણ ધીમે ધીમે ચીન તરફ ઝુકાવ વધાર્યો હોવાનો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે.

● અમેરિકાનો કટ્ટર દુશ્મન પણ ચીન સાથે અડીખમ ઉભો છે.

અમેરિકાનો સૌથી જૂનો દુશ્મન, રશિયા પણ ચીનની સૌથી નજીક છે. રશિયાનો વેપાર ચીન પર ભારે નિર્ભર બની ગયો છે. પરિણામે, દરેક સ્તરે ચીનને ટેકો આપવો એ રશિયા માટે મજબૂરી બની ગઈ છે. તેવી જ રીતે, ઉત્તર કોરિયા અને ઈરાન પણ અમેરિકાને પડકારવા માટે ચીન પર આધાર રાખે છે. સ્પષ્ટપણે, અમેરિકાના મિત્રો અને દુશ્મનો બંને ચીનના ફાંદામાં આવી ગયા છે.

ટ્રમ્પે MAGA ને કારણે ભારત અને બ્રાઝિલ જેવા મધ્યમ દેશોને પણ દૂર કરી દીધા છે. એ જોવું રસપ્રદ રહેશે કે ટ્રમ્પે હાથે કરીને ચીનને તે ભેટ આપી છે જેની તે દાયકાઓથી રાહ જોઈ રહ્યું હતું,આમ,ટ્રમ્પની નીતિઓને લઈ હવે તે એક દિવસ એકલું પડી જશે જેની શરૂઆત થઈ ચૂકી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 3 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 4 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 5 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 6 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 6 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 6 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ