DonaldTrump: ‘તું સુંદર છે, એટલે જ..’ ટ્રમ્પે સેક્રેટરી પતિની સામે જ તેની પત્ની સાથે ફ્લર્ટ કર્યુ! વીડિયો વાયરલ

  • World
  • January 30, 2026
  • 0 Comments

 DonaldTrump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના Interior Secretary ડગ બર્ગમની નિમણૂક માટે એક અસામાન્ય અને આશ્ચર્યજનક કારણ આપતા ઉપસ્થિતો ચોંકી ગયા હતા.

ટ્રમ્પે કહ્યું કે તેમણે આ પદ માટે બર્ગમની પસંદગી એટલા માટે કરી કારણ કે તેઓએ એક વીડિયોમાં તેમની પત્ની કેથરિન બર્ગમ ઘોડા પર સવારી કરતી જોઈ હતી જે ખૂબ જ સુંદર લાગી રહી હતી,ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ડ્રગ વ્યસન સામે લડવા સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

વાર્તા એક વિડિઓથી શરૂ થઈ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો કે તેમણે પહેલી વાર ડગ અને કેથરિન બર્ગમને એક પ્રચાર વિડિઓમાં જોયા હતા,તેમણે કહ્યું કે કેથરિન બર્ગમે તે વિડિઓમાં તેમનું ધ્યાન ખેંચ્યું હતું,કેથરિન તરફ ઈશારો કરતા ટ્રમ્પે કહ્યું, “મેં તેણીને એક વિડિઓમાં ઘોડા પર સવારી કરતી જોઈ, અને મેં કહ્યું, ‘તે કોણ છે?’ હું તેના (કેથરિન બર્ગમ) વિશે વાત કરી રહ્યો હતો, તેના (ડગ બર્ગમ) વિશે નહીં.”

● નિમણૂકનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો?

ટ્રમ્પે વધુમાં કહ્યું, કે તેમના સહાયકોએ પાછળથી તેમને ડગ બર્ગમ વિશે જાણ કરી, અને પછી તેમણે તેમની નિમણૂક કરવાનો નિર્ણય લીધો. “હું તેમને નોકરી પર રાખવા જઈ રહ્યો છું કારણ કે તમારા જેવા વ્યક્તિ હોવા એ એક અદ્ભુત સન્માનની વાત છે,”

● ટ્રમ્પની વિવાદાસ્પદ ટિપ્પણી વખતે ઓવલ ઓફિસમાં આખો બર્ગમ પરિવાર હાજર હતો.

ટ્રમ્પ દ્વારા જ્યારે આ ટિપ્પણી કરવામાં આવી ત્યારે ડગ બર્ગમ અને તેમની પત્ની, કેથરિન બર્ગમ પણ ઓવલ ઓફિસમાં હાજર હતા.

આ કાર્યક્રમ દરમિયાન, કેથરિન બર્ગમે વ્યસનમાંથી બહાર આવવાની પોતાની અંગત વાત શેર કરી હતી જેને ટ્રમ્પ વહીવટીતંત્રની પહેલને ટેકો આપ્યો હતો.

● ટ્રમ્પના નિવેદન બાદ ટીકાઓ શરૂ

આ ટિપ્પણીઓ સામે આવતાની સાથે જ ટ્રમ્પની આકરી ટીકા થઈ,ટીકાકારોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ રીતે કેબિનેટ મંત્રીની નિમણૂક કરી હોવાનું જાહેરમાં કહેવું યોગ્ય છે? ખાસ કરીને, નિમણૂક માટે આપવામાં આવેલા તર્ક અને ઉદ્દેશ્ય અંગે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

● ટ્રમ્પનો મહિલાઓ પર ટિપ્પણીઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા મહિલાઓની કાર્ય ક્ષમતાઓ કરતાં તેમના શારીરિક દેખાવ પર હંમેશા ટિપ્પણી કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે,ટીકાકારો કહે છે કે તેઓ જાહેર જીવનમાં વારંવાર આવા નિવેદન કરવા જાણીતા છે.

● ટ્રમ્પ અગાઉ પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.

યુએસ રાષ્ટ્રપતિ ભૂતકાળમાં પણ જાહેરમાં મહિલાઓ માટે “જાડી ડુક્કર,” “કૂતરી,” અને “ગંદકી” તેમજ ફ્લર્ટ કરવા જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી ચુક્યા છે. આ જ કારણ છે કે તેમના તાજેતરના નિવેદનથી ફરી એકવાર મહિલાઓ પ્રત્યેના આદર અને સત્તામાં રહેલા નેતાઓની માનસિકતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jensen Huang Nvidia CEO: Nvidiaના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો નિર્ણય
  • November 24, 2026

Jensen Huang Nvidia CEO: વિશ્વની અગ્રણી AI ચિપ નિર્માતા કંપની Nvidiaએ જેન્સન હુઆંગને ફરીથી કંપનીના પ્રમુખ અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. 23 નવેમ્બર 2026ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે…

Continue reading
COP31 Summit Failure: જીવાશ્મ ઇંધણ અને ક્લાઇમેટ ફાઇનાન્સ પર દેશો વચ્ચે સહમતી નહીં
  • November 23, 2026

COP31 Summit Failure: તુર્કીના અંતાલ્યામાં યોજાયેલું સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ સંમેલન COP31 કોઈ મોટા રાજકીય કરાર વિના પૂર્ણ થયું છે. જીવાશ્મ ઇંધણનો ઉપયોગ ઘટાડવા અને વિકાસશીલ દેશોને જળવાયુ સંકટનો સામનો કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jensen Huang Nvidia CEO: Nvidiaના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો નિર્ણય

  • November 24, 2026
  • 3 views
Jensen Huang Nvidia CEO: Nvidiaના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો નિર્ણય

Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

  • November 24, 2026
  • 7 views
Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

SP Congress Seat Sharing: ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા તેજ, કોંગ્રેસે 120 બેઠકો માગી

  • November 24, 2026
  • 6 views
SP Congress Seat Sharing: ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા તેજ, કોંગ્રેસે 120 બેઠકો માગી

India Nepal Relations: ભારત-નેપાળ સંબંધોમાં નવી મજબૂતી, બાલેન્દ્ર શાહની મુલાકાત દરમિયાન ₹15,000 કરોડનું પેકેજ અને 8 કરાર

  • November 24, 2026
  • 5 views
India Nepal Relations: ભારત-નેપાળ સંબંધોમાં નવી મજબૂતી, બાલેન્દ્ર શાહની મુલાકાત દરમિયાન ₹15,000 કરોડનું પેકેજ અને 8 કરાર

Sonia Gandhi Satyaki Savarkar: સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ, પડપૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલી નોટિસ

  • November 24, 2026
  • 13 views
Sonia Gandhi Satyaki Savarkar: સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ, પડપૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલી નોટિસ

FSSAI Action Against Bisleri: બિસલેરીના પાણીના નમૂનામાં ખામી મળતાં FSSAIની કાર્યવાહી, દેશભરમાં પેકેજ્ડ વોટરની તપાસના આદેશ

  • November 23, 2026
  • 2 views
FSSAI Action Against Bisleri: બિસલેરીના પાણીના નમૂનામાં ખામી મળતાં FSSAIની કાર્યવાહી, દેશભરમાં પેકેજ્ડ વોટરની તપાસના આદેશ