Donald Trump: ટ્રમ્પ કેનેડા ટેરિફ ઝીંકશે,હવે ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશોને પણ ટેરિફની ધમકી

  • World
  • January 30, 2026
  • 0 Comments

● ટેરીફમેનનું આપોઆપ બિરુદ મેળવનાર ટ્રમ્પના વલણથી દુનિયાભરના બજેટ ખોરવાયા ; ટેરીફમેનની જીદ કહો કે દાદાગીરી “હું કહું તેમજ કરવાનું અન્યથા હું ટેરીફ ઝીંકી દઈશ” આ હાથવગું હથિયાર ટ્રમ્પ પાસે આવી ગયું છે અને તેમાં ફાવટ આવી જતા આજ હથિયારનો ઉપયોગ કરી અન્ય દેશોના પોતાના સ્વતંત્ર અધિકારો ઉપર તરાપ મારવાનું કામ કરી રહયા છે તેઓ કહે છે કે રશિયા પાસેથી તેલ નહિ ખરીદવાનું હવે ક્યુબા પાસેથી તેલ નહિ ખરીદવાનું, આમ ટ્રમ્પ એક તરફી દાદાગીરી કરી ટેરીફની ધમકી આપી રહયા છે.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગતરોજ ગુરુવારે કેનેડિયન વિમાનો અને ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો પર ૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સામેના પોતાના વેપાર વલણને વધુ કડક બનાવતા ચેતવણી આપતા કહ્યું કે અમેરિકામાં વેચાતા કેનેડિયન વિમાનો પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે આ પગલાને ટ્રમ્પ અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે વધતા વિવાદ અને ઘર્ષણને લઈ સર્જાયેલા ટ્રેડ વોર તરફ ઈશારો કરે છે.

● ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો પર ટેરિફ બોમ્બ ફૂટશે.

આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે ક્યુબાને તેલ વેચતા અથવા સપ્લાય કરતા દેશોથી આવતા કોઈપણ માલ પર ટેરિફ લાદશે. ટ્રમ્પના આ નિર્ણયથી મેક્સિકો પર દબાણ વધવાની અપેક્ષા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આ અઠવાડિયે કહ્યું હતું કે તેમની સરકારે ક્યુબાને તેલ સપ્લાય અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે,તેમણે કહ્યું હતું કે આ એક સાર્વભૌમ નિર્ણય છે, જે યુએસના દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી,નોંધનીય છે કે ટ્રમ્પ મેક્સિકો પર ક્યુબન સરકારથી દૂર રહેવા દબાણ કરી રહ્યા છે.

● કેનેડા ઉપર ટ્રમ્પને ગુસ્સો કેમ આવ્યો? આ છે કારણ

કેનેડા પર ટેરિફ લાદવાની ધમકી આપતા પોતાના નિવેદનમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કાર્યવાહી જ્યોર્જિયાના સવાનામાં સ્થિત ગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ દ્વારા ઉત્પાદિત વિમાનોને પ્રમાણિત કરવાના કેનેડાના ઇનકારના જવાબમાં કરવામાં આવી છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ તાત્કાલિક સુધરશે નહીં, તો યુએસ કેનેડાથી આયાત કરાયેલા તમામ વિમાનો પર 50 ટકા ટેરિફ લાદશે,ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જવાબમાં, યુએસ બોમ્બાર્ડિયર વિમાન સહિત તમામ કેનેડિયન વિમાનોનું પ્રમાણપત્ર રદ કરી શકે છે.

અગાઉ, ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કેનેડા ચીન સાથેના તેના પ્રસ્તાવિત વેપાર સોદા સાથે આગળ વધશે તો સપ્તાહના અંતે તેની સામે 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી,જો કે, તે ધમકીમાં ટેરિફ માટે સમયમર્યાદા પણ સ્પષ્ટ કરવામાં આવી ન હતી, જોકે કેનેડા પહેલાથી જ ચીન સાથે કરાર કરી ચૂક્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ