Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • India
  • January 31, 2026
  • 0 Comments

Maharashtra News: સ્વર્ગસ્થ NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથેજ તેઓ રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા છે,ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રા પવારે અજિત પવારને તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી બંગલામાં શ્રદ્ધાંજલિ આપી હતી.

સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં શરદ પવારના પરિવારમાંથી કોઈ પણ સભ્ય હાજર રહ્યું ન હતું સૂત્રોના જણાવ્યા અનુસાર હાજર રહેવા ન બદલ શરદ પવારે સ્વાસ્થ્યના કારણ આપ્યુ હતું પરંતુ તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ હાજર રહી ન હતી.

દરમિયાન,સ્વ.અજિત પવારના પત્ની સુનેત્રા પવારની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક પર, એનસીપી નેતાઓએ કહ્યું કે અજિત પવારની ખાલી જગ્યા ભરવી મુશ્કેલ છે, પરંતુ સુનેત્રા પવાર પણ સામાજિક રીતે નોંધપાત્ર અનુભવ ધરાવે છે, તેથી તેઓ પણ ચોક્કસપણે ઉત્તમ કાર્ય કરશે. તેમણે કહ્યું કે સુનેત્રા પવારે અજિત પવારને કામ કરતા નજીકથી જોયા છે, અને તેમને વિશ્વાસ છે કે તે એક ઉદાહરણ સ્થાપિત કરશે જોકે,બંને પક્ષોના વિલીનીકરણ અંગે હાલ પૂરતી ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે કારણ કે આ ચર્ચાઓ થોડા લોકો વચ્ચેજ થઈ હતી.

બારામતીના લોકો અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે પરિણામે, સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારબાદ તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે,ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારનો સાદો શપથ ગ્રહણ સમારોહ ફક્ત 10 મિનિટ ચાલ્યો.

લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર પાંચ ખુરશીઓ મૂકવામાં આવી હતી. સફેદ સાડીમાં સુનેત્રા થોડા સમય પહેલા લોકભવન પહોંચ્યા હતા અને બરાબર પાંચ વાગ્યે, રાજ્યપાલ દેવવ્રત અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પણ પહોંચ્યા,ત્યારબાદ સુનેત્રા પવારને એનસીપી ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સ્ટેજ પર આમંત્રણ આપવામાં આવ્યું અને 5.04 મિનિટે સુનેત્રા અજિત પવારે મરાઠી ભાષામાં ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા

આ પ્રસંગે મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રશેખર બાવનકુલે, એનસીપી મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે, એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ પણ હાજર રહયા હતા,શપથ સમારોહ બાદ સુનેત્રા પવારને પીએમ સહિતના તમામ રાજકીય નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે