સુંદરતા બની દુશ્મન! વાયરલ ગર્લ મોનાલિસાને કુંભ મેળો છોડી ભાગવું પડ્યુ? જાણો કારણ

  • India
  • January 20, 2025
  • 0 Comments

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો ચાલી રહ્યો છે. દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. એક તરફ જ્યાં દુનિયાના સૌથી મોટા મેળાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, ત્યાં બીજી તરફ મહાકુંભમાં માળા વેચતી એક છોકરી પણ હેડલાઇન્સમાં આવી છે. માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોનાલિસા મહા કુંભ મેળો છોડીને પોતાના ઘરે પાછી જતી રહી છે. મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ કહ્યું હતું કે તેના જીવને જોખમ છે અને તેણે સીએમ યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી હતી.

મોનાલિસાને મળી ધમકીઓ

મળતી માહિતી મુજબ, જ્યારે પણ મોનાલિસા બહાર આવતી ત્યારે લોકોનું ટોળું તેને ઘેરી લેતું અને તેના કારણે તે ડરવા લાગતી હતી. તેની સાથે સેલ્ફી અને ફોટા લેતાં હતા. કેટલાક લોકોએ મોનાલિસાની સુંદરતાને કારણે તેને મહાકુંભમાંથી દૂર કરવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થતી મોનાલિસા ખુદ માટે જ એક સમસ્યા બની ગઈ હતી કારણ કે લોકોએ તેની સાથે ફોટા પાડવાનો અને બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કરતાં હતા. આ  કારણોસર, મોનાલિસાને મહાકુંભ છોડવો પડ્યો હતો.

પિતાએ તેને ઘરે મોકલી દીધી

, મોનાલિસાની બહેનો હજુ પણ મહાકુંભ મેળામાં માળા વેચી રહી છે. મોનાલિસાની બહેને જણાવ્યું કે લોકો મોનાલિસાની પાછળ દોડવા લાગ્યા હતા અને હેરાન કરતાં હતા. જેના કારણે તેમનું કામ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. જેથી તેના પિતાએ તેને મધ્યપ્રદેશમાં તેના ઘરે પાછી મોકલી દીધી છે.

મોનાલિસા મધ્યપ્રદેશની રહેવાસી

મોનાલિસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી છે. તે પોતાના પરિવાર સાથે રુદ્રાક્ષની માળા વેચવા માટે મહાકુંભ મેળામાં આવી હતી. મેળામાં આવેલા કેટલાક યુટ્યુબરોએ તેમની સાથે વાત કરી હતી. તેણે તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. મોનાલિસાના ફોટા ઇન્ટરનેટ પર આગની જેમ વાઈરલ ગયા હતા. જેથી મોનાલિસા રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ. લોકો તેની સુંદરતા અને સાદગીના દિવાના થઈ ગયા. હાલમાં, લોકોના ત્રાસથી પરેશાન થઈને મોનાલિસા પોતાના ઘરે પાછી ફરી છે.

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો