Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા! કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નહી!

  • World
  • February 21, 2026
  • 0 Comments

Trump: આખરે યુએસ સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કર્યો હતો.અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા બીજા દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા હતા.જેમાં કોર્ટે ભારત પર લાદવામાં આવેલા 18% રેસિપ્રોકલ ટેરિફને પણ ગેરકાયદેસર જાહેર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીના ચુકાદામાં કહ્યું કે બંધારણ હેઠળ રાષ્ટ્રપતિને ટેરીફ લાદવાનો કોઈ અધિકાર નથી પણ કોંગ્રેસ (સંસદ)ને જ ટેક્સ અને ટેરિફ લાદવાનો અધિકાર છે.બીજી તરફ ટેરિફ સુનાવણી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ કેસ હારી જશે તો દેશ બરબાદ થઈ જશે.કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

એપ્રિલ 2025માં, રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા, ટ્રમ્પે ઘણા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર ભારે ટેરિફ અથવા આયાત ડ્યુટી લાદી હતી.ટેરિફ એ દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ લાદવાની પ્રથા છે, જે તેમને વધુ મોંઘા બનાવે છે અને સ્થાનિક કંપનીઓને ફાયદો પહોંચાડે છે.

■ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે શું થશે જાણો

● ટ્રમ્પના ટેરિફ હટાવવામાં આવશે.

● યુએસએ કંપનીઓને પૈસા પાછા આપવા પડી શકે છે.

● યુએસને માલ વેચવામાં વિશ્વભરના દેશોને રાહત મળશે.

● ભારત, ચીન અને યુરોપના નિકાસકારોને ફાયદો થશે.

● ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

●શેરબજારોમાં તેજી આવી શકે છે.

● વિશ્વ વેપાર વધુ સ્થિર બની શકે છે.

આ ચુકાદાથી બધા ટેરિફ નાબૂદ નહીં થાય

કોર્ટના આદેશથી ટ્રમ્પના બધા ટેરિફ નાબૂદ થતા નથી.સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ અલગ કાયદા હેઠળ લાદવામાં આવ્યા હતા, તેથી તે અમલમાં રહેશે.જોકે, ટેરિફની બે મુખ્ય કેટેગરી સ્થગિત કરવામાં આવી છે. પ્રથમ કેટેગરી પારસ્પરિક ટેરિફ છે જે ટ્રમ્પે વિવિધ દેશો પર લાદ્યા હતા. આમાં ચીન પર 34% બેઝલાઇન ટેરિફ અને બાકીના વિશ્વ માટે 10% બેઝલાઇન ટેરિફનો સમાવેશ થાય છે. કોર્ટના નિર્ણયથી આ ટેરિફને અમાન્ય કર્યા છે.

બીજી કેટેગરીમાં 25% ટેરિફ છે જે ટ્રમ્પે કેનેડા, ચીન અને મેક્સિકોથી અમુક માલ પર લાદ્યો હતો.વહીવટીતંત્રે દલીલ કરી હતી કે આ દેશોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનાઇલની દાણચોરી અટકાવવા માટે પૂરતા પગલાં લીધા નથી. કોર્ટના નિર્ણયથી આ 25% ટેરિફને પણ અમાન્ય ઠેરવ્યો હતો.

■ ટ્રમ્પે ટેરીફ માટે 49 વર્ષ જૂના કાયદાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું.

ટ્રમ્પના ટેરિફ મામલામાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નામનો કાયદો છે. આ કાયદો 1977માં ઘડવામાં આવ્યો હતો.તેનો હેતુ દેશ માટે ગંભીર ખતરો, જેમ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, વિદેશી દુશ્મન તરફથી મોટો આર્થિક ખતરો, અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપવાનો હતો.

આ સત્તાઓ હેઠળ, રાષ્ટ્રપતિ વિદેશી વ્યવહારો પર ચોક્કસ આર્થિક નિર્ણયો પર પ્રતિબંધ, નિયમન અથવા તાત્કાલિક અમલ કરી શકે છે. ટ્રમ્પે ટેરિફ લાદવા માટે IEEPAનો ઉપયોગ કર્યો હતો.આમ,આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરીફ ગેરકાયદે જાહેર કરાતા અન્ય દેશોએ હાશકારો લીધો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

France Student Protests: ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે વિરોધ, 1.6 લાખથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા
  • October 15, 2026

France Student Protests: ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વધતી ભીડ સામે વિરોધ પ્રદર્શનો સતત ત્રીજા સપ્તાહે પણ ચાલુ રહ્યા છે. મંગળવારે દેશનાં વિવિધ શહેરોમાં 1.6 લાખથી વધુ…

Continue reading
Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ
  • October 15, 2026

Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાની ચૂંટાયેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકારને હટાવી રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પગલાને ઉગ્રવાદ પર નિયંત્રણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

  • October 16, 2026
  • 2 views
Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

  • October 16, 2026
  • 4 views
Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ

  • October 16, 2026
  • 7 views
Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ

Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

  • October 16, 2026
  • 9 views
Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

  • October 16, 2026
  • 10 views
Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

  • October 16, 2026
  • 11 views
CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત