Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!

  • Gujarat
  • February 21, 2026
  • 0 Comments

Harsh Sanghvi: એક દીકરી કે જેને માતાપિતા ખૂબજ પ્રેમ કરતા હોય છે અને તેના સારા ભવિષ્યના સપના જોતા હોય છે પણ જ્યારે દીકરી કોઈ અજાણ્યા ઇસમની ‘પ્રેમ જાળ’માં ફસાઈને નાદાન ઉંમરમાં ઘર છોડી ભાગી જાય ત્યારે આ દીકરીઓનું જીવન બરબાદ થઈ જતું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, કારણ કે નાદાન ઉંમરમાં તેનો નિર્ણય પરિપક્વ હોતો નથી અને છેલબટાઉ યુવાનો તેનો ફાયદો ઉઠાવે છે અને ઘણા કિસ્સામાં આવી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી મોજમજા કર્યા બાદ વેચી મારવામાં આવતી હોવાના કિસ્સા પણ વ્યાપક બન્યા છે તેવે સમયે દિકરીઓનું જીવન બરબાદ થતું અટકાવવા દીકરીઓ જે કોઈ નિર્ણય લે ત્યારે વાત લગ્ન સુધી પહોંચે તો માતાપિતાની સંમતિ અનિવાર્ય હોવાની ઉઠેલી માંગ બાદ આખરે સરકારે તે દિશામાં ઠોસ પગલું ઉઠાવ્યું છે જેને તમામ સમાજે આવકાર્યું છે કારણ કે તે તમામ સમાજની દીકરીઓ માટે સેફ કદમ હોવાનું માનવામાં આવે છે.

સમાજમાં પણ સારા છોકરા હોય છે અને બધું બરાબર હોય અને દીકરીની સંમતિ બાદ લગ્ન થઈ શકે છે અને તેનું જીવન સુખી બને છે તેવું સમાજના આગેવાનો નું માનવું છે, આનાથી સમાજ વ્યવસ્થા પણ જળવાય અને સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા વચ્ચે સમાજના અગ્રણીઓનું માનવું છે કે સમાજમાં લગ્ન થાય તે જરૂરી છે.

દીકરીઓ હવે આ રીતે બહારની જ્ઞાતિમાં લગ્ન કરે તો હવેથી લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે, માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે.જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે.

લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે.

હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે,હવે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ ને કાયદાકીય સ્વરૂપ આપશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ મુજબ આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમરૂપ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દીકરીઓમાં વધેલા પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી અશાંતિ અને પીડામાં અનેક પરિવાર બરબાદ થઈ જતા હોય છે જે અંગે સામાજિક આંદોલન કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ખાસ કરીને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની સંસ્થાઓ દ્વારા માંગ હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધવા અંગેની માંગ ઉપર સરકારે વિચાર કરી આખરે તે વાત ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય