Iran War: ઈરાનમાં સેંકડો બાળકોના મોત થતાં ઈરાન ગિન્નાયું! કહ્યું “હવે કોઈ સમાધાન નહિ!” ઇરાને આ માર્ગ બંધ કરી દેતા વિશ્વમાં ભયંકર મોંઘવારી વધવાની શક્યતા!

  • World
  • March 3, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના ચોથા દિવસે હજુપણ ઈરાનમાં ભારે તબાહી મચાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરી લીધું છે,ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઇસ્ટમાંથી તાત્કાલિક નીકળી જવા જણાવી ટ્રમ્પે કહ્યું છે કે ઇરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે,વ્હાઇટ હાઉસમાં આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથેનું યુદ્ધ 4-5 અઠવાડિયા કે તેનાથી વધુ સમય સુધી પણ ચાલુ રહી શકે છે,વોશિંગ્ટન ડીસી સ્થિત જૂથે જણાવ્યું છે કે ઈરાનમાં કુલ નાગરિક મૃત્યુઆંક ઓછામાં ઓછો 742 થઈ ગયો છે.

જેમાં 176 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે 750 નાગરિકો ઘાયલ થયા છે,ઈઝરાયેલ અને અમેરિકાએ સ્કૂલ ઉપર પણ બૉમ્બ વરસાવ્યા છે અને નિર્દોષ માસૂમ બાળકોના મોતથી ઈરાન ભડકયું છે અને હવે કોઈ સમાધાન નહિ જણાવી આખરી શ્વાસ સુધી લડી લેવા ચેલેન્જ કરતા સ્થિતિ વધુ ગંભીર બની છે,આ પહેલા ગઈકાલે ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીએ મૃતકોની સંખ્યા 555 જણાવી હતી જે વધીને 742 ઉપર પહોંચી છે.

દરમિયાન પાકિસ્તાનમાં શિયા મુસલમાનોએ ખામેનીના મોતનો બદલો લેવા અમેરિકી દૂતાવાસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા સુરક્ષા કારણોસર તમામ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી દીધા છે. પાકિસ્તાન સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે ઇસ્લામાબાદની સાથે-સાથે લાહોર અને કરાચીની ઓફિસો પણ બંધ રહેશે.

બીજી તરફ ઈરાને પણ વળતી ધમકી આપી છે અને કહ્યું છે કે હવે તે અમેરિકા સાથે કોઈપણ વાતચીત કરવા માંગતું નથી અને આરપારની લડાઈ લડવાની જાહેરાત કરી વિશ્વના સૌથી મહત્ત્વના મનાતા સાંકડા દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'(હોર્મુઝ સામુદ્રધુની) ઉપર કબ્જો કરી આખો માર્ગ બંધ કરી દઈ ચેતવણી આપી છે કે કોઈપણ જહાજ અહીંથી નીકળવાની ભૂલ ન કરે નહિતર જહાજ ફૂંકી મારીશું.

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને ફૂંકી મારવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી,આ એવો માર્ગ છે જ્યાંથી વિશ્વના જહાજો પસાર થાય છે અને ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો આ માર્ગ ઉપરથી આવે છે જો આ માર્ગ બંધ થાયતો વિશ્વભરમાં તેની વ્યાપક અસરો થશે અને વૈશ્વિક અર્થતંત્ર થંભી શકે છે,આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવતા મોંઘવારી વધી શકે છે.

ભારતને સૌથી વધુ અસર થઈ શકે તેમ છે કેમકે ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝના માર્ગે જ આવે છે. જો આ પુરવઠો ખોરવાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.
ઈરાનના કમાન્ડર ઇબ્રાહિમ જબારીએ આ માર્ગ બંધ કરી અહીંથી પસાર થનારા જહાજોમાં આગ લગાવી દેવાની આપેલી આ ધમકી બાદ દરિયાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

ગુજરાતને પણ આ માર્ગ બંધ થવાથી નુકશાન થવાનું છે જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર નિર્ભર છે,આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.

સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોને અસર થવાની શકયતા છે,યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ’ (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે,આમ ભારતને કરોડોનું નુકશાન થશે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય