India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો

  • Sports
  • March 8, 2026
  • 0 Comments

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. મેચનો પહેલો બોલ સાંજે 7:00 વાગ્યે ફેંકવામાં આવશે,અમદાવાદમાં આ હાઇ-વોલ્ટેજ મેચ માણવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવા માટે લક્ષ્ય રાખી રહી છે. આ પહેલા, ભારતે 2007 માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ, 2024 માં પણ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત ચેમ્પિયન બન્યું હતુ હવે 2026માં પણ સૂર્યકુમાર યાદવ પણ ભારતને ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઉતરશે,દરમિયાન બીજી તરફ ન્યુઝીલેન્ડની નજર તેમના પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ પર રહેશે.

ભારત ચોથી વખત ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે જ્યારે ન્યુઝીલેન્ડ બીજી વખત પહોંચ્યું છે,ભારતે અગાઉ બે વાર ટાઇટલ જીત્યું અને એક વાર શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડ ફક્ત એક જ વાર ફાઇનલમાં રમ્યું છે, જેમાં ટાઇટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કિવી ટીમની બીજી ફાઇનલ છે. ભારતે 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં જગ્યા બનાવી છે જ્યારે ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવી છે.
હવે બન્ને ફાઈનલ માટે ટકરાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ પીચ તરીકે જાણીતી છે, આજે એક ઉચ્ચ સ્કોરિંગ મેચની અપેક્ષા છે,પીચ લાલ માટીની છે અને તેના પર થોડું ઘાસ છે,T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની હારનો સિલસિલો તોડવા માટે ભારત પાસે મોટી તક છે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ અત્યાર સુધી નબળો રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખૂબજ કંગાળ રહ્યો છે અને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. અત્યાર સુધી બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે અને કિવી ટીમે ત્રણેય જીતી છે.

■ ટીમ ઇન્ડિયા જીતશે તો ત્રણ ઇતિહાસ રચશે

જો ભારત આજે ન્યૂઝીલેન્ડને પરાજિત કરે છે અને T20 વર્લ્ડ કપ જીતે છે, તો તે ત્રણ રેકોર્ડ સર્જશે,ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બનશે. આ ટીમ ઇન્ડિયાનો સતત બીજો T20 વર્લ્ડ કપ હશે, જે કોઈ અન્ય ટીમે હાંસલ કર્યો નથી. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટ્રોફી હશે. કોઈ પણ ટીમે બે વારથી વધુ T20 વર્લ્ડ કપ જીત્યો નથી,આમ ક્રિકેટ જગતમાં આ મોટી વાત હશે.

લાઈવ સ્ટ્રીમિંગ વિગતો

આ ફાઈનલ મુકાબલો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ જોઈ શકો છો. મેચ JioStar એપ દ્વારા મોબાઇલ ફોન પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. તમે બહુવિધ ભાષાઓમાં ટાઇટલ મેચનો આનંદ માણી શકો છો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટિમ સાઇફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યૂસન

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
IND vs PAK: ભારત સામે પાકિસ્તાન હારી જતા કેટલાક ‘પાક’ ચાહકોએ પોતાના ટીવી તોડી નાખ્યા!
  • February 16, 2026

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું. ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા. ભારત તરફથી ઈશાન કિશનની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય