તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકાની હોસ્પિટલમાં હતા દાખલ

  • Others
  • December 16, 2024
  • 0 Comments

ભારતના જાણીતા તબલાવાદક અને ગ્રેમી એવોર્ડ વિજેતા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા અને અમેરિકા રહેતા હતા.

તેમની તબિયત બગડવાથી સેન ફ્રાન્સિસ્કોના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોમવારની સવારે પીટીઆઈએ લખ્યું – કુટુંબે પુષ્ટિ કરી છે કે 73 વર્ષીય ઝાકિર હુસૈનનું સેન ફ્રાન્સિસ્કોના હોસ્પિટલમાં નિધન થયું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ કુટુંબ દ્વારા જારી કરાયેલા નિવેદનને શેર કર્યું છે.

અમેરિકાના પબ્લિક બ્રોડકાસ્ટર નેશનલ પબ્લિક રેડિઓ (એનપીઆર)એ ઝાકિર હુસૈનના કુટુંબનું નિવેદન પ્રકાશિત કર્યું છે.

તે નિવેદનમાં લખ્યું છે, “એક શિક્ષક તરીકે તેમના કામે અસંખ્ય સંગીતકારો પર અવિસ્મરણિય છાપ છોડી છે. તેમણે નવી પેઢીને આગળ વધવા માટે પ્રેરણા આપી છે. તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત અને મહાનતમ સંગીતકારોમાંના એક તરીકે અનોખો વારસો છોડી ગયા છે.”

ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ વસીફુદ્દીન દાગરે પીટીઆઈને જણાવ્યું, “ઝાકિરભાઇ આપણે સૌ માટે પ્રેરણાસ્ત્રોત હતા. પરવરદીગારે તેમને ખૂબ સારા હાથ આપ્યા હતા. આ એક અપૂર્ણીય ક્ષતિ છે. તેમના હુનરથી તેમણે કરોડો લોકોના દિલ જીત્યા.”

સંગીતની દુનિયામાં ઝાકિર હુસૈન ભારત જ નહીં પણ દુનિયાભરમાં જાણીતું નામ હતુ.

સંગીતના ઓસ્કર માનવામાં આવતા ગ્રેમી એવોર્ડ્સ માટે તેમને સાત વાર નોમિનેશન મળ્યું હતું. તેઓ કુલ ચાર વાર આ એવોર્ડ જીતી ચૂક્યા છે.

વર્ષ 2009માં તેમણે પહેલીવાર આ પુરસ્કાર જીત્યુ હતુ. તે વખતે તેમને આ પુરસ્કાર ‘ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ’ માટે મળ્યો હતો. હુસૈને તેના માટે મિકી હાર્ટ અને જીઓવાનિ હિડાલ્ગો સાથે મળી કાર્ય કર્યું હતું. આ એવોર્ડ તેમને બેસ્ટ કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં મળ્યો હતો.

તેના બાદ તેમને વર્ષ 2024માં 66મા ગ્રેમી એવોર્ડમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્સ મળ્યા.

તેમને બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ એલ્બમ કેટેગરીમાં ‘એઝ વી સ્પીક’ માટે, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં ‘ધિસ મૂમેન્ટ’ માટે અને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ‘પશ્તો’ માટે આ એવોર્ડ્સ મળ્યા.

રવિવારે સાંજે તેમની તબિયત ખરાબ હોવાની ખબર આવી. તેના બાદ અફવા ફેલાઈ કે તેમનું નિધન થયું છે. તેના પછી ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું.

તે પછી કુટુંબે મીડિયાને જણાવ્યું કે ઝાકિર હુસૈનની સ્થિતિ ગંભીર છે અને તેઓ આઈસીયુમાં દાખલ છે.

Related Posts

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
  • April 22, 2026

“વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

Continue reading
Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
  • April 19, 2026

—–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ