Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

■ મેયરની ખુરશી મુખ્ય પ્રધાન કરતાં પણ અસ્થિર!

■સુરતમાં કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ રહ્યો છે, વાંચો વિસ્તુત અહેવાલ

(દિલીપ પટેલ,દ્વારા)

Election: સુરત મહાનગરપાલિકા (મનપા) ની આગામી ચૂંટણી અને મેયર પદની પસંદગીને લઈ હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે,ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

સુરતમાં સામાન્ય રીતે ભાજપ દ્વારા ‘સુરતી’ અને ‘સૌરાષ્ટ્રીયન’ જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2023 માં થયેલી છેલ્લી વરણીમાં દક્ષેશ માવાણીને મેયર અને રાજન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, મેયર પદ માટે ફરીથી જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો (જેમ કે વરાછા-કતારગામ વિરુદ્ધ અન્ય વિસ્તારો) નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, જેને કારણે આ પ્રક્રિયા રસપ્રદ બની રહી છે.

સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી,ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે.

ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યા છે. તે મુખ્ય પ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતા હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જોકે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતા ન હતા. આમ મુખ્ય પ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામ છે.

■ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે.

એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટાભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

■ મેયરનું નામ (કોંગ્રેસ)

●જી.આર. ચોખાવાળા 1966
●કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ 1967
●વૈકુંઠ બી.મિસ્ત્રી 1969
●અબ્દુલ કદીર મુસામીર 1971
●વૈકુંઠ શાસ્ત્રી 1971
●નાનાલાલ.એમ.ગજ્જર 1972
●રામલાલ.બી.જરીવાળા 1973
●નવીનચંદ્ર કે. ભારતીય 1975
●મદનલાલ. બી. બૂંકી 1981
●ચીમનલાલ.વી.પટેલ 1981
●નગીનદાસ.એન. ●બારડોલીવાલા 1982
●સ્વરૂપચંદ.એસ. જરીવાળા 1983 કોંગ્રેસ

■ભાજપ અને કોંગ્રેસના મેયર

●કાશીરામ રાણા 30 જુલાઈ, 1983 ભાજપ
●નગીનદાસ.એન. બારડોલી વાલા 1983 કોંગ્રેસ
●કાશીરામ રાણા 1984 ભાજપ
●નગીનદાસ.એન. બારડોલીવાલા 1985 કોંગ્રેસ
●ડૉ. જિયોર્જ. ડી.સોલંકી 1987 કોંગ્રેસ
●કાશીરામ રાણા 1988 ભાજપ
●કદીર પીરઝાદા 1989 કોંગ્રેસ
●પ્રતાપ સિંહ કાંથારિયા 1989 કોંગ્રેસ
●અજિત.એચ.દેસાઈ 1990 કોંગ્રેસ
●ફકીર ચૌહાણ 1995 ભાજપ
●ગીતા દેસાઈ 1996 ભાજપ
●નવનીત લાલ જરીવાળા ભાજપ
●સવિતાબેન વી. શારદા 1998 ભાજપ
●ભીખા ભાઈ પટેલ 1999 ભાજપ
●અજય ચોકસી 2000 ભાજપ
●સ્નેહલતા ચૌહાણ 2003 ભાજપ
●ડૉ. કનુ માવાણી 2005 ભાજપ
●રણજીત ગિલિટ વાળા 2008 ભાજપ
●રાજેન્દ્ર દેસાઈ 2010 ભાજપ
●નિરંજન ઝાંઝમેરા 2013 ભાજપ
●અસ્મિતા સિરોયા 2015 ભાજપ
●ડૉ. જગદીશ પટેલ 2018 ભાજપ
●હેમાલી બોઘાવાલા 2021 ભાજપ
●દક્ષેશ માવાણી 2023 ભાજપ

આમ,હાલમાં ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં દાવેદારોની લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના આધારે મેયર અને અન્ય પદો માટે નામો નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading
Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 2 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 3 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 5 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 6 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ