Gujarat Politics: કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી,ચૂંટણીઓનો માહોલ ગરમાયો

Gujarat Politics: રાજ્યમાં ચૂંટણીઓનો માહોલ છે અને રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા વચ્ચે હવે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે,ત્યારે કોંગ્રેસે 8 મહાનગરપાલિકાઓ માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ડિકલેર કર્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે કોંગ્રેસ દ્વારા રવિવારે, 5 એપ્રિલના રોજ 7 મહાનગરપાલિકાઓ માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં કોંગ્રેસે મુખ્યત્વે એવા નામો પસંદ કર્યા છે જ્યાં કોઈ આંતરિક વિવાદ ન હોય.

■કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મહાનગરપાલિકા મુજબ ઉમેદવારોની સંખ્યા

●અમદાવાદ (AMC): 93 ઉમેદવારો
●રાજકોટ (RMC): 40 ઉમેદવારો
●સુરત (SMC): 26 ઉમેદવારો
●ભાવનગર (BMC): 25 ઉમેદવારો
●મોરબી (નવી મનપા): 23 ઉમેદવારો
●જામનગર (JMC): 18 ઉમેદવારો
●વડોદરા (VMC): 18 ઉમેદવારો

કોંગ્રેસ દ્વારા કેટલાક જાણીતા ચહેરાઓને સ્થાન અપાયુ છે જેમાં રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને વોર્ડ નં. 2 માંથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે વડોદરા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીઓને ટિકિટ મળી છે.
જેમાં દીપા શ્રીવાસ્તવને વોર્ડ નંબર 14 માંથી ટીકીટ મળી છે કોંગ્રેસ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને યુવા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખી ટીકીટ આપી છે.

● ચૂંટણી કાર્યક્રમ

■ આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે.

3 એપ્રિલ 2026 ના રોજ “આપ” દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો માટે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

સુરત મહાનગરપાલિકા: સુરત માટે 75 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર થઈ છે. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરો અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રીજી યાદી: 5 એપ્રિલ 2026 ના રોજ પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરી છે.

■ભાજપ દ્વારા ટૂંક સમયમાં નામોની યાદી જાહેર થશે.

ભારતીય જનતા પાર્ટીમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે.
આમ, રાજ્યમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.

■ રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ છે.

જાહેરનામું: 6 એપ્રિલ, 2026
મતદાન: 26 એપ્રિલ, 2026
પરિણામ: 28 એપ્રિલ, 2026
રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading
Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 3 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 4 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 7 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 6 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ