Corruption: ભાજપના નેતા વિપુલ પટેલે જાહેરમાં સ્વીકાર્યું કે “મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે!”

Corruption: દેશમાં લોકશાહી આવી અને લોકોનું રાજ કહેવામાં આવ્યું અને તે માટે નેતાઓને જન પ્રતિનિધિના રૂપમાં ચૂંટવામાં આવ્યા જે સેવાની ભાવના સાથે કામ કરે પણ હવે આજ નેતાઓ કોઈપણ ઉંમરે-એજ્યુકેશન વગર લાખ્ખોનો પગાર અને રાજાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ,પણ હવેતો મોટા મોટા કૌભાંડ અને ગોબચારીમાં કેટલાય નેતાઓના નામો ઉછળી ચુક્યા છે ત્યારે મધ્ય ગુજરાતમાં ભાજપના નેતાએ નિર્દોષ કબૂલાત કરી લીધી છે કે ‘હું રાજકારણમાંથી રૂપિયા કમાયો છું’આ વાત તેઓએ છાતી ઠોકીને કહી છે.

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને રાજકીય પક્ષો જનતામાં પોતાનો વિશ્વાસ ઉભો કરવા મથામણ કરી રહયા છે ત્યારે ભાજપના નેતાએ રાજકારણમાં આવ્યા બાદ પોતે રૂપિયા બનાવ્યા હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરતા લોકોમાં ભાજપની છબી ખરડાઈ છે આ પહેલા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજાનો જુગારનો અડ્ડો પકડાયો ત્યારેપણ ભાજપ સામે આંગળીઓ ઉઠી હતી અને હવે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી જેવા જવાબદાર પદો પર રહી ચૂકેલા પીઢ અને મોટું વર્ચસ્વ ધરાવતા વિપુલ પટેલે જાહેર મંચ ઉપરથી કબૂલ કર્યું કે તેઓએ રાજકારણમાં આવ્યા બાદ રૂપિયા બનાવ્યા છે.

નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભાજપના નેતા વિપુલ પટેલે જાહેર મંચ પરથી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “હું છાતી ઠોકીને કહું છે કે, મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે!”

ખેડા જિલ્લામા ભાજપનું મોટું નામ ધરાવતા અને સહકારી ક્ષેત્રમાં પણ મોટું માથું ગણાતા વિપુલ પટેલ જેવા નેતાના મોઢેથી આવી વાત સાંભળીને સભામાં ઉપસ્થિત લોકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલે જાહેર મંચ પરથી કરેલા નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Surat Flood AAP Gujarat: સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું, AAP નો આરોપ- આ ‘ભાજપ સર્જિત હોનારત’
  • July 12, 2026

Surat Flood AAP Gujarat: તાજેતરમાં ૭ અને ૮ જુલાઈના રોજ સુરતમાં પડેલા મુશળધાર વરસાદે આખા શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું હતું. સામાન્ય રીતે સુરત શહેર દર વર્ષે નાની-મોટી આપદાઓનો સામનો…

Continue reading
Shakkarbara tribal farmers protest: શાકબારામાં આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે કેમ વધી રહ્યું છે ઘર્ષણ?
  • July 12, 2026

Shakkarbara tribal farmers protest: નર્મદા જિલ્લાના શાકબારા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અશાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વન વિભાગના કર્મચારીઓ અને આદિવાસી ખેડૂતો વચ્ચે જમીન ખેડાણના મુદ્દે વારંવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Flood AAP Gujarat: સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું, AAP નો આરોપ- આ ‘ભાજપ સર્જિત હોનારત’

  • July 12, 2026
  • 1 views
Surat Flood AAP Gujarat: સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું, AAP નો આરોપ- આ ‘ભાજપ સર્જિત હોનારત’

Shakkarbara tribal farmers protest: શાકબારામાં આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે કેમ વધી રહ્યું છે ઘર્ષણ?

  • July 12, 2026
  • 6 views
Shakkarbara tribal farmers protest: શાકબારામાં આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે કેમ વધી રહ્યું છે ઘર્ષણ?

Ethanol Plant Water Consumption Pollution: ઈથેનોલ બનાવતી ફેક્ટરી પાસે કેન્સર – એક લીટર ઈથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે

  • July 11, 2026
  • 5 views
Ethanol Plant Water Consumption Pollution: ઈથેનોલ બનાવતી ફેક્ટરી પાસે કેન્સર – એક લીટર ઈથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે

Surat Flood Business Losses: સુરતમાં પૂરની તારાજી બાદ વેપારીઓમાં રોષ, તંત્રને ગંદકી સાફ કરવામાં નહીં, પણ દબાણ હટાવવામાં રસ

  • July 11, 2026
  • 6 views
Surat Flood Business Losses: સુરતમાં પૂરની તારાજી બાદ વેપારીઓમાં રોષ, તંત્રને ગંદકી સાફ કરવામાં નહીં, પણ દબાણ હટાવવામાં રસ

Balasinor Chemical Water: એક તરફ વિકાસની વાતો, બીજી તરફ ગામડાઓમાં મરણતોલ સ્થિતિ

  • July 11, 2026
  • 14 views
Balasinor Chemical Water: એક તરફ વિકાસની વાતો, બીજી તરફ ગામડાઓમાં મરણતોલ સ્થિતિ

SIR Controversy: 4 રાજ્યોમાં 22 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવાયા, SIR પ્રક્રિયા પર ફરી ઉઠ્યા સવાલો

  • July 11, 2026
  • 12 views
SIR Controversy: 4 રાજ્યોમાં 22 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવાયા, SIR પ્રક્રિયા પર ફરી ઉઠ્યા સવાલો