Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

  • India
  • April 16, 2026
  • 0 Comments

Lucknow: ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ વિકાસ નગરની એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા જોત જોતામાં 1000થી વધુ ઝુંપડાઓ આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડાઓમાં રહેલા 100 જેટલા ગેસ સિલિન્ડર જીવતા બૉમ્બની માફક એક બાદ એક ધડાકાભેર ફાટતાં આખું શહેર ધણધણી ઉઠ્યું હતું આ ભયાનક આગના લબકારા 30 ફૂટ ઊંચા દેખાતા હતા જે 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા તેટલી વિકરાળ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પણ પરસેવો છૂટી ગયો હતો.

સીતાપુર નજીક આવેલી આ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે આશરે 4 વાગ્યે લાગેલી સામાન્ય આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કરી લેતા જોતજોતામાં આગે આખી વસાહતને ઝપેટમાં લઈ લેતા લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમો માટે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી એક તરફ સિલિન્ડર બ્લાસ્ટ થતા હતા અને બીજી તરફ આગ સતત આગળ વધતી હતી આખરે ભારે સાવચેતી અને જહેમતથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો આ ભીષણ આગમાં 1000 કરતા વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ જતા અહીં વસતા સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા હતા,આગમાં બે માસુમ બાળકોના કરુણ મોત થવા સાથે  મરઘાં, બકરીઓ અને કૂતરા સહિત આશરે 50 જેટલા અબોલ પશુઓના અરેરાટીભર્યા કરુંણ મોત થઈ ગયા હતા.

જ્યારે આગ લાગી ત્યારે પોતાના સ્વજનો અને બાળકોને શોધવા માટે લોકો જ્યારે આગની અંદર જવાની જીદ ઉપર ઉતર્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા ત્યારે તેઓએ પોલીસ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 10 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જોકે,એકજ સેકન્ડમાં પોતાનું બધુજ ગુમાવી ચૂકેલા પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા તેઓની વેદના કાળજું કંપાવી દે તેવી હતી હાલમાં એક તરફ રસોઈ ગેસની અછત પ્રવર્તી રહી છે ત્યારે મોટાપાયે ગેસ સિલિન્ડર આગમાં હોમાઈ ગયા અને ઘર પણ રહ્યું નથી તેઓના પાલતુ પ્રાણીઓ પણ બચ્યા નથી ત્યારે આવા પરિવારોમાં આક્રંદ છવાયું હતું.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
  • September 12, 2026

India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

Continue reading
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
  • September 12, 2026

Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 5 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 5 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 8 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 10 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા