Election: ગુજરાતમાં આજે મત ગણના ; ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા

Election: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરીનો દિવસ છે ત્યારે રાજ્યમાં ખૂબજ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહયો છે.રાજ્યમાં આ વખતની ચુંટણીઓ કઈક અલગ અંદાજમાં રહી છે અને મારામારી,ઝપાઝપી, બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવા જેવી શરમ જનક ઘટનાઓ વચ્ચે મહેસાણામાં એક મર્ડર પણ થયું.આ બધા વચ્ચે ભાજપ તેની જે સીટો હતી તે યથાવત રાખવામાં સફળ રહેશે કે વધશે કે ઘટશે તેની ઉપર સૌની નજર છે.આજે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.

મહત્વનું છે કે રાજ્યમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી ભાજપનો સતત કબ્જો રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ ? તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. મહાનગરપાલિકાઓમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર કે તે પછીના સમયગાળામાં આજે લગભગ મહાનગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે,જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીઓ દરમિયાન તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 61 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 90 ટકા બેઠકો ભાજપ માટે જીતી બતાવી હતી.હવે 2026માં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ એ સિલસિલો જાળવી રાખશે કે કેમ?તેનો પણ આજે ફેંસલો થવાનો છે.એટલેજ આ વખતે જો 2021ના પરિણામો કરતા નબળું પરિણામ આવશેતો 2027ની ચૂંટણી પહેલા સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે.જગદીશન પંચાલની આ એક અગ્નિપરીક્ષા છે,તેમાં તેઓ કેટલા સફળ રહેશે તેની આજે ખબર પડી જવાની છે,જેથી ભારે ઉત્સુકતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
  • September 12, 2026

Isudan Gadhvi: દેવભૂમિ દ્વારકાથી લઈને કચ્છ અને આસપાસના વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકો લાંબા…

Continue reading
Vijapur Lok Darbar Liquor Ban: વિજાપુરના લોક દરબારમાં દારૂબંધી મુદ્દે ગરમાગરમી, સામાજિક કાર્યકર્તાએ પોલીસ સમક્ષ ઉઠાવ્યા સવાલ
  • September 12, 2026

Vijapur Lok Darbar Liquor Ban: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં યોજાયેલા લોક દરબાર દરમિયાન દારૂબંધીના મુદ્દે પોલીસ અધિકારી અને સામાજિક કાર્યકર્તા વચ્ચે થયેલી ચર્ચાએ ધ્યાન ખેંચ્યું હતું. લોક દરબારમાં નાગરિકોને પોતાની સમસ્યાઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 4 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 4 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 7 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 9 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા