Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!

  • World
  • April 28, 2026
  • 0 Comments

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે આ પ્રસ્તાવ ફરી અમેરિકાને મોકલી અપાયો છે.ઈરાને એ પણ કહ્યું કે બીજા તબક્કામાં પરમાણુ શસ્ત્રો અંગે પણ મંત્રણા માટે તેઓ તૈયાર છે.આ પ્રસ્તાવ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને સારો લાગ્યો છે, તેઓએ કહ્યું કે ઇરાને મોકલેલો આ પ્રસ્તાવ ઈરાનની અગાઉની દરખાસ્ત કરતાં વધુ સારો છે. ટ્રમ્પે ઉમેર્યુ કે તેઓએ પોતાના પ્રતિનિધિઓને પાકિસ્તાન મોકલી મંત્રણા રદ કર્યા બાદ ઈરાન તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે જોકે, અમેરિકા કેવો પ્રતિસાદ આપે છે તે હજુ સ્પષ્ટ નથી.બીજી તરફ પાકિસ્તાનથી કામ ન બનતા ઇરાનને હવે પાકિસ્તાન ઉપર ભરોસો રહ્યો નથી અને ઇરાનનું માનવું છે કે પાકિસ્તાન નિષ્પક્ષ નથી તે અમેરિકા તરફ વધુ ઝુકાવ ધરાવે છે તેથીઇરાને હવે રશિયા ઉપર નજર દોડાવી છે.

ઈરાનના વિદેશપ્રધાન અરાઘાચી રશિયન પ્રમુખ પુતિનને મળ્યા અને વાતચીત કરી હતી. આ બેઠકમાં રશિયન વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ પણ હાજર હતા. પુતિને જણાવ્યું હતું કે રશિયા ઇરાન સાથે છે અને શાંતિ પ્રયાસો સાથે સહમત છે તેઓ વ્યૂહાત્મક સંબંધો જાળવવા તૈયાર છે.પુતિને ઇરાનની સાર્વભૌમત્વ માટેની લડત અને ઇરાનના લોકોની સ્વતંત્રતા માટેની હિંમતને પણ બિરદાવી હતી તેઓએ દેશને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢવામાં દરેક પ્રયત્ન કરી છૂટવા ખાતરી આપી હતી.

અરાઘાચીએ મોસ્કો અને તહેરાન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી સાર્થક ગણાવી છે,આમ હવે ઇરાન અમેરિકા સાથે સીધી વાત કે મંત્રણા કરતું હશે ત્યારે તેને રશિયાનું ચોક્કસ સમર્થન હશે. કદાચ આ પ્રકારની શાંતિમંત્રણાની દરખાસ્ત પણ રશિયા સાથે મળીને તૈયાર કરી શકે છે.આમ,હવે આ મેટરમાં રશિયાની એન્ટ્રી થઈ છે ત્યારે હવે આગળની રણનીતિ શુ હશે તેતો સમય જ કહેશે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો
  • April 27, 2026

America: ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે તટસ્થ નથી તે અમેરિકા તરફી વલણ ધરાવે છે ઈબ્રાહિમ રેઝાઈએ…

Continue reading
Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!
  • April 25, 2026

Pakistan: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચે બેઠક થવાની વાતો હતી પણ હવે આ બેઠક યોજાય તે પહેલાં જ સુરસુરીયું થઈ ગયું છે અને અમેરિકાથી પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચે તે પહેલાજ ઈરાનના વિદેશ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

  • April 28, 2026
  • 4 views
Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ

  • April 28, 2026
  • 12 views
Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ

BJP: ચૈતર વસાવાનો “લાફાકાંડ” હવે રાજકીય મુદ્દો બન્યો!ભાજપના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા!

  • April 28, 2026
  • 8 views
BJP: ચૈતર વસાવાનો “લાફાકાંડ” હવે રાજકીય મુદ્દો બન્યો!ભાજપના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા!

Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત

  • April 28, 2026
  • 6 views
Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત

Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!

  • April 28, 2026
  • 9 views
Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે  ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!

Election: ગુજરાતમાં આજે મત ગણના ; ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા

  • April 28, 2026
  • 11 views
Election: ગુજરાતમાં આજે મત ગણના ; ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા