Milk Price Hike Gujarat: દૂધના ભાવ વધતાં 2 હજાર કરોડનો બોજ, ભાજપના સત્તા કાળમાં વર્ષે 20 ટકાનો ભાવ વધારો થયો

દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2026

Milk Price Hike Gujarat: અશોક ચૌધરીએ દૂધના ભાવમાં લિટરે રૂ. 2 વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક ફેડરેશન અને રાષ્ટ્રીય સહકાર ફેડરેશનના તેઓ અધ્યક્ષ છે. ગુજરાત પર રૂ. 2 હજાર કરોડનો વર્ષે વધારાનો બોજ પડશે. ગુજરાતમાં રૂ. 60 હજાર કરોડનો વેપાર ફેડરેશન 18 ડેરી દ્વારા કરે છે.

ગોલ્ડ દુધ 65નું લિટર હતું તે વધીને રૂ. 72 થઈ ગયું છે.

પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનરજીને હરાવી સુવેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન બનાવવા જીત અપાવવા માટે કામ કરનારા ગુજરાતના અશોક ચૌધરી અને તેમની દૂધ પેદા કરતી ટીમ હતી.

સુવેન્દુ અધિકારીએ અમૂલ ફેડરેશન તથા અશોક ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક ચૌધરીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારની વિગતો જાહેર કરી હતી.

ભવાનીપુર લડાઈનું કેન્દ્ર હતું. ગુજરાતમાંથી 70 કાર્યકર્તાઓની ટીમ ભવાનીપુરમાં મોકલી હતી. ભવાનીપુર વિસ્તારમાં 33 હજાર ગુજરાતી અને મારવાડી મતદારો છે. બૂથ મેનેજમેન્ટ મોડેલ ઉપયોગ ભવાનીપુરમાં કરાયો હતો.

Milk Price Hike Gujarat
Milk Price Hike Gujarat

અશોક ચૌધરી ભાજપ, દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન સાથે લાંબા સમયથી જોડાયેલા છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ, હાઉસિંગ બોર્ડમાં હતા. વિપુલ ચૌધરી સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકીને તેમને ખસેડવામાં આવ્યા પછી તેમના કૌભાંડોની તપાસ અશોક ચૌધરીએ કરી નથી.

23 જૂલાઈ 2025થી અમુલ – ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ફેડરેશનના અશોક ચૌધરીની અધ્યક્ષ છે.
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા ઉપાધ્યક્ષ છે.

ફેડરેનની 1973માં સ્થાપના થઈ ત્યારથી 30 વર્ષ સુધી ડૉ. કુરિયન અધ્યક્ષ રહ્યાં હતા. ગુજરાતની 18 ડેરી આ સંગઠનમાં આવે છે. 1912થી સંગઠનમાં રાજકારણ આવી ગયું છે. 60 હજાર કરોડનો દૂધનો વેપાર છે.

અમૂલનું દૂધ ગરીબો પીતા નથી

ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી ભાવ વધારો ગણવામાં આવે તો 30 વર્ષમાં 600 ટકાનો વધારો થયો છે. દર વર્ષે 20 ટકા ભાવ વધ્યો છે. જે ગરીબ પરીવારોને પરવડે તેમ નથી. તેથી કુપોષણ ગુજરાતમાં વધ્યું છે. તેની સામે પશુપાલકો અને જનતાની આવક દર વર્ષે 20 ટકા વધી નથી.

ભાજપના રાજથી દૂધનો ભાવ વધારો

વર્ષ -ગોલ્ડ-તાજા-શક્તિ-ગાય
1995 – 10 -7 – 8 – 9
2001-13-10-11-12
2014-36-28-30-30

મોદી વડાપ્રધાન થયા પછી 36 રૂપિયાના 72 રૂપિયા થઈ ગયા છે. 100 ટકાનો દૂધના ભાવમાં વધારો થયો છે.
દર વર્ષે લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.

2024-66-54-60-56
2025-65-53-62-58
2026-72-60-66-60

દૂધ

22 જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ દ્વારા રોજનું 2 કરોડ 38 લાખ કિલો દૂધ મેળવવામાં આવ્યું હતું.

વર્ષ પ્રમાણે ડેરીમાં દૂધની આવક

NDDB, GCMMF અને સરકારના નિવેદનોના આધારે અંદાજિત આંકડા છે. બીજુ એટલું જ દૂધ ખાનગી લોકો અને ડેરીઓ દ્વાકા વપરાતું હોવાનો અંદાજ છે:

વર્ષ દૈનિક દૂધ આવક (લાખ લિટર/દિવસ) અંદાજિત વાર્ષિક આવક (કરોડ લિટર)

વર્ષ – રોજ(લાખ લિટર) – વર્ષે કરોડ લિટર
2020-21 – 2.05 લાખ લિટર
2024-25 – 2.50 લાખ લિટર રોજ
2025-26 – 2.55 – 920 (અંદાજ)
2026-27 – 265 – 967 (શક્યતા)
2027-28 – 2.75 લાખ લિટર અને વર્ષે 1000 કરોડ લિટર દૂધ પિવાતું હશે.

દૂધનો વપરાશ

તેમાંથી 50 ટકા દૂધ પીવામાં વપરાતું હોય તો 1 કરોડ 50 લાખ લિટર દૂધ ગુજરાતમાં વપરાય છે. એટલું જ દૂધ ખાનગી વેપારીઓ દ્વારા વેચવામાં આવે છે. આમ 2 કરોડ લિટર દૂધ થાય છે.

જનતા પર બોજ

ડેરીઓનો ભાવ વધારો રોજનો 4 કરોડ અને વર્ષનો બોજ રૂ. 730 કરોડનો જનતા પર પડેલો છે.
14 મે 2026માં દૂધનો ભાવ વધવાથી બીજી દૂધ પેદાશોનો એટલો જ બોજ આવે છે. આમ એક વર્ષમાં રૂ. 1500થી 1800 કરોડનો ભાવ વધારો થયો છે. આમ એકંદરે 2 રૂપિયા ભાવ વધતાં ગુજરાતની જનતા પર રૂ. 2 હજાર કરોડનો બોજ લાદી દેવાયો છે. ભાવ વધારાનું વિષચક્ર શરૂ થશે જે મોંઘવારીમાં ભારે વધારો કરશે.

દૂધનું ઉત્પાદન

વર્ષે – શંકર ગાયનું 6366000 ટન, દેશી ગાયનું 3320000 ટન, ભેંસ 8216000 ટન, બકરી 410000 ટન અંદાજે દૂધ 2023-24માં હોવાનું પશુપાલન વિભાગે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

પશુ દીઠ દૂધ

પશુ દીઠ સરેરાશ રોજનું દૂધ કિલોમાં
દુઝણી શંકર ગાય – 9.929 કિલો
દુઝણી દેશી ગાય – 5.008 કિલો
દુઝણી ભેંસ – 5.322 કિલો
દુઝણી બકરી – 0.600 કિલો

2010માં નવા 1 હજાર અમૂલ પાર્લર – દુકાનો વધારીને 6 હજાર કરવામાં આવી હતી. 2026માં તે વધીને 10 હજાર આસપાસ થઈ ગઈ છે.

આ પણ વાંચો: 

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા – thegujaratreport.com

Ashish Joshi Arrested: કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ, ચૂંટણી સમયે ઝડપાયેલા દારૂ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી – thegujaratreport.com

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

  • August 14, 2026
  • 3 views
Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 5 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 9 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 10 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 6 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ