Smart Electricity Meter Scam Gujarat: 40 હજાર કરોડની વીજ લૂંટ, સ્માર્ટ વીજ મીટરમાં સ્માર્ટ ચોરી

Smart Electricity Meter Scam Gujarat: સમગ્ર ગુજરાતમાં 1 લાખ કરોડનું વીજળી બીલ આવે તો તેમાંથી સરકારને 17 હજાર કરોડની આવક વીજ વેરાની થાય છે.

ગુજરાતની સરકારને આ વર્ષે રૂ. 13 હજાર કરોડની આવક વીજ વેરામાંથી થવાની છે.

ગુજરાત સરકારની આવક 12 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ જશે, વીજ કંપનીઓને બખ્ખા

ચૂંટણી પુરી થઈ તેની સાથે જ ભાજપ સરકારે સ્માર્ચ મીટર લગાવવાનું શરૂ કર્યું છે.

2023–24 માટે રાજ્યમાં કુલ વીજ ગ્રાહકો 2 કરોડ હતા.
તમામના મીટર સ્માર્ટ થઈ જશે ત્યારે સરકારની વેરાની આવક 12 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ શકે છે.

વીજ કંપનીઓની આવક તમામ વીજ મીટરો સ્માર્ટ થઈ જાય તો તે હિસાબે 40 હજાર કરોડની આવક વધી શકે છે.

આમ જનતા પર 30થી 40 હજાર કરોડનો વીજ ભાવ વધારો આવી શકે છે.

ગુજરાત માટે 1 કરોડ 67 લાખ સ્માર્ટ મીટર લગાવાના છે જેમાંથી જુલાઈ 2025 સુધીમાં 20.94 સ્માર્ટ મીટર લગાવાયા હોવાની સંસદીય માહિતી છે.
નવેમ્બર 2025 સુધીમાં 28.76 લાખ લગાવાયા હોવાનો દાવો કરાયો હતો. એક વર્ષમાં 7.8 લાખ લગાવાયા હતા.

સૌરાષ્ટ્રમાં 33 લાખ મીટર બદલવાના છે.

મધ્ય ગુજરાત – MGVCL દ્વારા 11 લાખ સ્માર્ટ મીટર 6 મહિના પહેલાં લગાવી દીધા હોવાનો દાવો કર્યો હતો.

2019 આસપાસ ગુજરાતમાં 26 હજાર મીટર લગાવાયા હતા.

કોઈ કાયદો નથી.

ફાયદા
સિમ-કાર્ડ જેવા કોમ્યુનિકેશન સાધનો છે.
ઓનલાઈન રિચાર્જ, દૈનિક મોનિટરિંગ, વીજળીમાં ગ્રાહકો કરકસર કરશે, ચોરી અટકાવવી, હોવાથી વીજ ચોરી પકડવી સરળ બને છે.

કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે સંસદમાં આપેલાં આંકડા અનુસાર આરડીએસએસ સ્કીમ હેઠળ ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવા નક્કી કરાયુ હતું. પરંતુ, 15મી જુલાઈ, 2025 સુધીમાં માત્ર 21 લાખ સ્માર્ટ મીટર જ લાગી શક્યા હતા.

વીજ ગ્રાહકોની ફરિયોદો છે કે, જૂના મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધુ વીજ બિલ આવી રહ્યું છે. તેથી સ્માર્ટ વીજ મીટરનો ઉપયોગ કરવા ઈચ્છુક નથી.
લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે.

ગ્રાહકની રૂ. 12 હજાર કરોડ તો કંપનીઓ પાસે ડિપોઝીટ પેટે જમા છે.

સ્માર્ટ મીટર લાભદાયી છે તો ભાજપના મંત્રી, સાંસદો-ધારાસભ્યોના ઘરમાં કેમ નથી?

છતાં વિધાનસભામાં ફરિજિયાત વીજ મીટર અંગે વીજ પ્રધાને જાહેરાત કરી હતી.

સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાં સામાન્ય બિલ કરતાં અનેક ગણા વધારે રકમના બિલો આવ્યા હતા, જેને કારણે મોટો વિવાદ થયો હતો.

વી.સી.એલની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ થયા હતા અને લોકોએ આ સ્માર્ટ મીટર યોજનાને પડતી મૂકવાની માંગણી કરી હતી.

સ્માર્ટ મીટર દર 7 કે 10 વરસે ફરજિયાત બદલવું પડશે. જૂના મીટર લાગી ગયા બાદ 20-25 વરસ સુધી બદલવામાં આવ્યા નથી.

કોર્પોરેટ કંપનીઓ જે ઈચ્છે તે સરકાર કરે છે. લોકોએ કમાઈ કમાઈને કોર્પોરેટ કંપનીઓને તગડી કરવાની છે. એ કોર્પોરેટ કંપની સત્તાપક્ષને ફંડ આપીને તગડો કરે છે.

મત મેળવવા માટે ધર્મના ઈન્જેક્શન સરકાર પાસે પૂરતા પ્રમાણમાં છે, એટલે સરકારને/ સત્તાપક્ષને કોઈ ચિંતા નથી !

સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર એ એક ડિજિટલ ઉપકરણ છે જે પરંપરાગત મીટરના મેન્યુઅલ રીડિંગ્સને બદલે, યુટિલિટી આપનારને રીઅલ-ટાઇમ વીજળી વપરાશ ડેટા આપમેળે રેકોર્ડ કરે છે અને મોકલે કરે છે. આ અદ્યતન મીટર રિમોટ મોનિટરિંગ, વિગતવાર વપરાશ વિશ્લેષણ , ટેમ્પર ડિટેક્શન જેવી સુવિધા છે.

લોકો સ્માર્ટ મીટરને સ્માર્ટ મુસીબત માને છે.

TOD-ટાઇમ ઓફ ડે મુજબ દિવસે અને રાત્રે યુનિટના ભાવ અલગ અલગ રહેશે.
દિવસે વીજળીના ભાવ ઓછા હશે અને રાત્રે વધુ હશે.

સ્માર્ટ મીટર બાબતે કોર્પોરેટ કંપની જવાબ આપતી નથી.

મીટર રીડર નહીં રહે. બિલ સીધું ગ્રાહકના ફોનમાં આવશે.

રાજ્યમાં સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, વીજ વપરાશ કરતા વધુ બિલ આવવાની ફરિયાદો સાથે લોકો વીજ કંપનીઓની કચેરીઓને ઘેરાવો કરી રહ્યા છે.

શરૂઆતમાં ચકરડી વાડા વીજ મીટર ચુંબકથી ચાલતા હતા.
તે બદલી નાંખવામાં આવ્યા હતા. ડિજીટલ મીટર લગાવાયા હતા. હવે સ્માર્ટ મીટર.
ડિજિટલ મીટરમાં વીજ વપરાશના ડેટાનો સંગ્રહ થઈ શકે છે.

સરકારને વેરાની આવક
1 હજાર સુધી 15 ટકા અને 1 હજારના બીલથી વધારે હોય તો 20 ટકા સરકાર વેરો લઈ જાય છે.

સરેરાશ દરેક ગ્રાહક પાસેથી રૂ. 600 વેરો સરકાર લઈ જાય છે.

દરેક ગ્રાહક

છેલ્લા 10 વર્ષમાં વીજ વેરાની આવક રૂ. 6,700 કરોડથી વધીને રૂ. 13 હજાર કરોડ સુધી પહોંચી છે.
100 ટકાવો વધારો થયો છે.

2020–21મા 8,000 કરોડ
2021–22માં 9,770
2022–23માં 10,600
2023–24માં 11,736
2024–25 11,741
2025–26 12,493
2026–27 13,022 (બજેટ અંદાજ)

સરકારના વીજ કરના આધારે વીજ વપરાશ ગણીએ તો સરેરાશ 17 ટકાની આવક પ્રમાણે રૂ. 78થી 80 હજાર કરોડની વીજળીનું બીલ આવે છે.

જો તેમાં 10 ટકા બીલ વધે તો પણ કંપનીઓને 8 હજાર કરોડનો ફાયદો થાય છે.

ઘણી જગ્યાએ 50 ટકા વીજ વધારે આવતું હોવાની ફરિયાદો છે. એ હિસાબે ગુજરાતની જનતા પર 40 હજાર કરોડનું વધારાનું બિલ આવી શકે છે.

વીજ વપરાશ

00000000

કેશુભાઈની ગરીબ વીજ યોજના મોદીએ બંધ કરી

ગરીબ-મધ્યમવર્ગને વીજ બીલમાં 1995થી મહિને 50 યુનીટ રાહત આપવાની યોજના કેશુભાઈએ બનાવી
પરિણામ સારા મળતા 1998થી 100 યુનીટ સુધીના ઘર વીજળીમાં 25 ટકા રાહત મધ્યમ વર્ગને આપી
મોદીએ ફેબુ્રઆરી 2003થી ગરીબોને રાહત આપતી કેશુભાઈ પટેલની ભાજપ સરકારની યોજના બંધ કરી
2002ની ચૂંટણી પહેલાના ઢંઢેરામાં ગરીબોને મફત વીજળીનો કોઈ ઉલ્લેખ ન હતો
મોદીએ કારણ આપ્યું કે ઉત્પાદકીય સ્ત્રોતો તરફ ખર્ચ થાય અને વીજ બચતની ટેવ પડે તે જરૂરી છે
રૂ. 125 કરોડની 25 ટકા રાહત મોદી સરકારે પરત ખેંચી, ઉદ્યોગોને મફતમાં ગૌચરની જમીનો આપી
આપેલું વચન ફેરવી તોડવું તેનું બીજું નામ નરેદ્ર દામોદર મોદી છે
કેજરીવાલ ગુજરાતમાં 2022માં 300 યુનિટ વીજળી મફત આપવાના હતા
હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર ફ્રીમાં 200 યુનિટ વીજળી કેમ આપે છે?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરામાં મફત વીજળીનું ભાજપે વચન આપ્યું
ગુજરાતમાં કેમ 200 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવતી નથી
ગુજરાત ભાજપે 30 વર્ષથી ગુજરાતને લૂંટ્યું છે, અંગ્રેજોની જેમ
દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી રૂ. 3 અને ગુજરાતમાં રૂ. 8 કેમ?
ગુજરાતમાં વીજ વેરો 15 ટકા અને દિલ્હીમાં 5 ટકા, ગુજરાતમાં લૂંટ
દિલ્હીમાં 400 યુનીટ સુધીના બિલમાં અનેક પ્રકારની રાહત, ગુજરાતમાં લૂંટ
સોલાર વીજ માટે લોકો પૈસા રોકે, તો તેને મોદી પોતાની મફત વિજળી કહે છે
વીજ કાયદો લાવી મોદી સરકાર મફત વીજળી 2021માં બંધ કરવાની હતી
ખેડૂતોની સપબીડી તેના ખાતામાં જમા કરવી પણ બિલ આપવાનું હતું
ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું કે, પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
200 યુનિટ વીજળી ફ્રી આપવાની ગુજરાતમાં કોઈ વિચારણા નહી – કનુ દેસાઈ

આ પણ વાંચો: 

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Amit Shah Amul Cadbury Controversy: અમિતભાઇ અમુલ ડેરી જાત-જાતની ચોકલેટ બનાવે છે પણ કેડબરી નથી બનાવતી! – thegujaratreport.com

Gujarat Chemist Strike: ગુજરાતમાં દવાની દુકાનો બંધ, હડતાલ પાછળનું કારણ સમજો – thegujaratreport.com

 

Related Posts

Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે
  • May 22, 2026

અમદાવાદ, 22 મે 2026 Gujarat STATCOM Smart Grid Project: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. હાલ રૂ. 3300 કરોડનાછ સ્ટેશન ટીંબડી, સાગબારા, દીવમાં છે. એક સ્ટેશન…

Continue reading
Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે!
  • May 21, 2026

Kond Powergrid Farmer Protest: ગુજરાતમાં કોર્પોરેટ કંપનીઓ અને ગરીબ ખેડૂતો વચ્ચે જમીન તેમજ વળતર મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અદાણી કંપની અને તેના દ્વારા રાખવામાં આવેલા ખાનગી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh Anti India Protest: બાંગ્લાદેશમાં ભારત વિરોધી જુલૂસ, પશ્ચિમ બંગાળમાં BJPની જીત બાદ કટ્ટરપંથીઓ સડકો પર ઉતર્યા

  • May 22, 2026
  • 3 views
Bangladesh Anti India Protest: બાંગ્લાદેશમાં ભારત વિરોધી જુલૂસ, પશ્ચિમ બંગાળમાં BJPની જીત બાદ કટ્ટરપંથીઓ સડકો પર ઉતર્યા

Supreme Court on Reservation: માતા-પિતા IAS હોવા છતાં અનામત કેમ? સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યો મોટો સવાલ

  • May 22, 2026
  • 6 views
Supreme Court on Reservation: માતા-પિતા IAS હોવા છતાં અનામત કેમ? સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યો મોટો સવાલ

Vande Mataram Madrasa: બંગાળની મદ્રેસાઓમાં ‘વંદે માતરમ્’ ફરજિયાત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટ જવાની આપી ચેતવણી

  • May 22, 2026
  • 9 views
Vande Mataram Madrasa: બંગાળની મદ્રેસાઓમાં ‘વંદે માતરમ્’ ફરજિયાત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટ જવાની આપી ચેતવણી

Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે

  • May 22, 2026
  • 9 views
Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે

Taliban Child Marriage Law: અફઘાનિસ્તાનમાં છોકરીઓની મરજી પર વધુ એક પ્રહાર, તાલિબાનના લગ્ન કાયદા પર UN એ વ્યક્ત કરી ગંભીર ચિંતા

  • May 22, 2026
  • 7 views
Taliban Child Marriage Law: અફઘાનિસ્તાનમાં છોકરીઓની મરજી પર વધુ એક પ્રહાર, તાલિબાનના લગ્ન કાયદા પર UN એ વ્યક્ત કરી ગંભીર ચિંતા

Burhan Hamza Killed: જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્કને મોટો ઝટકો, અલ-બદ્ર કમાન્ડર અરજમંદ ગુલઝાર ઉર્ફે ‘બુરહાન હમઝા’ ઠાર

  • May 22, 2026
  • 7 views
Burhan Hamza Killed: જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્કને મોટો ઝટકો, અલ-બદ્ર કમાન્ડર અરજમંદ ગુલઝાર ઉર્ફે ‘બુરહાન હમઝા’ ઠાર