Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે

અમદાવાદ, 22 મે 2026
Gujarat STATCOM Smart Grid Project: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. હાલ રૂ. 3300 કરોડનાછ સ્ટેશન ટીંબડી, સાગબારા, દીવમાં છે. એક સ્ટેશન બનાવવા માટે રૂ. 550 કરોડનું ખર્ચ થયું છે. તે કુલ રૂ. 5 હજાર કરોડનું ખર્ચ થઈ જશે.

સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી સિસ્ટમ વીજળીની લાઈનમાં ગ્રીડમાં વોલ્ટેજ વધઘટ થવાની સમસ્યા દૂર કરવા બનાવાય છે.

5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM રૂ. 250 કરોડમાં બનાવાયું હતું.

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ – GETCO દ્વારા ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન હતું.

ગુજરાત સરકારે ગીર સોમનાથના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ STATCOM બનાવાયું હતું.
સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ આપે છે.

ઉદ્યોગો, ઘર અને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધુ રહે છે, જેથી ગ્રીડમાં વોલ્ટેજની સ્થિરતા અને વીજળીની ગુણવત્તા જાળવવી પડકારજનક બની જાય છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર જેવી વ્યવસ્થાઓ સ્થિર સપોર્ટ આપે છે, પરંતુ માંગમાં થતા ઉતાર-ચઢાવ સામે સિસ્ટમ છે.

વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હતો. કૃષિમાં વીજળીની વધુ માંગ હોવાના કારણે વોલ્ટેજનું સ્તર 190 kV થી 245 kV વચ્ચે રહેતું હતું. પીક સમયમાં વોલ્ટેજ 190–200 kV સુધી ઘટી જતો અને ચોમાસા દરમિયાન જ્યારે માંગ ઓછી હોય, ત્યારે 235–245 kV સુધી વધી જતો.

જરૂરી મુજબ રિએક્ટિવ પાવર આપીને અથવા શોષીને વોલ્ટેજ સ્થિર રાખે છે. રિયલ-ટાઇમમાં કાર્ય કરતી આ સિસ્ટમ અલગ-અલગ લોડ પર પણ ગ્રીડને સંતુલિત રાખે છે, પાવર ફેક્ટર નિયંત્રિત કરે છે, ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે.

ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં છે.

6 સેટકોમ 220 kV સબસ્ટેશન—થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રામાં છે.

હવે 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે ±125 MVAR ક્ષમતાવાળા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો: 

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Smart Electricity Meter Scam Gujarat: 40 હજાર કરોડની વીજ લૂંટ, સ્માર્ટ વીજ મીટરમાં સ્માર્ટ ચોરી – thegujaratreport.com

Amit Shah Amul Cadbury Controversy: અમિતભાઇ અમુલ ડેરી જાત-જાતની ચોકલેટ બનાવે છે પણ કેડબરી નથી બનાવતી! – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

  • October 8, 2026
  • 4 views
Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 6 views
MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

  • October 8, 2026
  • 5 views
HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

  • October 8, 2026
  • 10 views
West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 10 views
Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી

  • October 8, 2026
  • 9 views
MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી