Amit Shah Amul Cadbury Controversy: અમિતભાઇ અમુલ ડેરી જાત-જાતની ચોકલેટ બનાવે છે પણ કેડબરી નથી બનાવતી!

Amit Shah Amul Cadbury Controversy: અમૂલની કેડબરી ચોકલેટ: અમિત શાહ

ચીજ અને ચોકલેટ કૌભાંડોની તપાસ પર ક્રિમ

ટેસ્ટ ઓફ ઈન્ડિયા, ટેસ્ટ ઓફ કેડબરી

અમિત શાહ ગુજરાતનો દૂધનો પ્લાંટ ખુલ્લો મૂકવા બે દિવસ પહેલાં આવ્યા ત્યારે તેમણે અમૂલની ચોકલેટને કેડબરી ચોકલેટ કહી હતી.

તેઓ હમણાંથી લખેલું ભાષણ જ બોલે છે છતાં લોચો માર્યો હતો. કારણ કે આ વાત તેમણે મૌખિક કહી હતી.

આવા છે સહકાર પ્રધાન.
એશિયાની મોટી સહકારી ડેરી અમૂલની ચોકલેટ અંગે ખબર નથી. અમૂલને કેડબરી કંપની કહે છે.
કેડબરીની Dairy Milk, 5 Star, Perk, Gems છે.
કેડબરી એ મોન્ડેલઝ ઈન્ટરનેશલનની બ્રાન્ડ છે.

અમૂલની કેડબરી નથી.

વિડિયો અમૂલ ફેડરેશનના અશોક ચૌધરીએ શેર કરી શાહને ખુલ્લા કર્યા.

અમૂલનું 9 હજાર ટન અને રૂ. 450 કરોડનું ચીજ કૌભાંડ
અમૂલ ડેરી કૌભાંડ અંગે તપાસ કરીને કોની સામે પગલાં લેવાયા તે અંગે કોઈ જાણકારી આપી ન હતી. જેમાં ચોકલેટના પ્લાંટમાં થયેલી ગેરરિતી અંગે આરોપો થયા તેની તપાસ પણ કરવામાં આવી નથી.

અમૂલમાં રૂ.450 કરોડનું ચીજ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું.

તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને સહકાર પ્રધાનની સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં.

જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે.
દેશના સહકાર પ્રધાન અમિત શાહ ગાંધીનગર આવીને અમૂલની ચોકલેટને કેડબરી કંપનીની ચોકલેટ કહીને અને લોચો મારીને ગયા.

અમૂલનો કુલ ચોકલેટ વ્યવસાય હવે આશરે રૂ. 1,400 કરોડ વાર્ષિક છે.

તેમાં સુગર-ફ્રી ડાર્ક ચોકલેટનો ફાળો આશરે 10% છે.
અમૂલની સુગર-ફ્રી ચોકલેટને ભારતમાં સૌથી વધુ વેચાતી કહેવામાં આવે છે. 150 કરોડની સુગરફ્રી ચોકલેટ હોઈ શકે છે.

40 નવા ચોકલેટ પ્રકાર વિકસાવાયા. દર મહિને 1,000 ટન ચોકલેટ બની શકે છે.

ચૂંટેલી કંપનીઓ પાસેથી ખરીદી, સાધનોના ખર્ચ અને કોન્ટ્રાક્ટ ખર્ચ અંગે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા

અમિત શાહે ચોકલેટ પ્લાંટ અને 450 કરોડના ચીજ કૌભાંડની કોઈ તપાસ કરાવડાવી નથી કે તેઓ આ અંગે એક શબ્દ બોલીને ગયા નથી.

2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. એ વખતે ચેરમેન પદ પર ભાજપના પક્ષપલટું તેના રામસિંહ પરમાર હતા.
2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરુ થયું હતું.

ભ્રષ્ટાચારની તપાસથી બચવા માટે કે. રત્નમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. અમૂલ ડેરી છુપાવવા માંગતી હતી જે આખરે અમિત શાહના ખાતમાં સફળ રહી છે. અને અમૂલના ઓડિટ રિપોર્ટમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે હિસાબ બરાબર છે. તેમાં કોઈ ગોટાળા થયા નથી.

ડેરી પર ભાજપના નેતાઓનો હવે સંપૂર્ણ કબજો છે

રત્નમે ડેરી નજીક જ રૂ.7થી 8 કરોડનો બંગલો બનાવ્યો છે. એક પગારદાર વ્યક્તિ કઈ રીતે આટલો મોંઘી મિલકત વસાવી શકે છે.

અમૂલ ચોકલેટ કૌભાંડ
ચીઝ જ નહીં ચોકલેટ પ્લાન્ટનું પણ મોટું કૌભાંડ અમૂલે આચર્યું હોવાનો આરોપ છે.
8 હજાર કરોડનો ચોકલેટ પ્લાન્ટ
મોદીએ પ્લાંટનું ખાત મૂહુર્ત કર્યું હતું
1 હજાર ટન ચોકલેટ બનાવી શકાય એવો જંગી પ્લાંટ શરૂં કરાયો છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરીના ડિરેકટર રાજેશ પાઠકે ગંભીર આરોપો મૂક્યા હતા.

અમુલ ડેરીમાં ગેરકાયદેસર ભરતી, ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર તથા અમુલ દાણમાં હલકી ગુણવતા અંગે આક્ષેપ કર્યા હતા.

ડેરીના ડીરેકટર તેજસ પટેલે પણ આરોપો મુક્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે 361 કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી થઇ હતી.

અમૂલ દાણમાં પ્રોટીન ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદો હતી.
દાણની ગુણવત્તા પુરતી હોતી નથી.

અમૂલનો ઇતિહાસ? 72 વર્ષ પહેલા આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. એ વખતે તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિતનો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. જે રીતે છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં રાજકીય નેતાઓએ સહકારી ક્ષેત્ર કબજે કરી લીધું છે ત્યારથી કૌભાંડ ડેરીમાં થઈ રહ્યાં છે.
અમૂલની સ્થાપનાના 72 વર્ષ બાદ હવે હિતના બદલે અહિત થયું છે. 200 લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારી અમૂલ સહકારી સંસ્થા હવે રૂ.30 હજાર કરોડ કરતા પણ વધુનો ધંધો કરી રહી છે ત્યારે તેમાં રાજકારણીઓ પોતાની બાપીકી કંપનીની જેમ ચલાવી રહ્યાં છે. કૌભાંડ બહાર આવે છે તેને ઢાંકી દે છે. પગલાં ભરતા નથી. સરકાર અને ડેરીના સંચાલકો એક બની ગયા છે. દૂધના સફેદ ધંધામાં પર કાળા ડાઘ આ રાજનેતાઓએ લગાવી દીધો છે.

આ પણ વાંચો: 

Gujarat EV Policy: ગુજરાતમાં ઈવી નીતિનો ધબડકો: કેશ સબસિડી બંધ થતાં જ ઈ-વાહનોની ખરીદીમાં મોટો ઘટાડો, દેશભરમાં રાજ્ય છેક ૧૬મા ક્રમે ધકેલાયું – thegujaratreport.com

Gujarat Local Body Elections Appointments: ચૂંટણીના 3 સપ્તાહ – 393 સ્થાનિક સરકારોમાં નિયુક્તિ ન થઈ – thegujaratreport.com

Gujarat Chemist Strike: ગુજરાતમાં દવાની દુકાનો બંધ, હડતાલ પાછળનું કારણ સમજો – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?