Gujarat Education Dropouts: ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે

Gujarat Education Dropouts: શાળા બંધ – શિક્ષકો ઘટ્યા
શિક્ષકોની ઘટ વિદ્યાર્થી વગરની શાળા વધી રહી છે. નરેન્દ્ર મોદીની ભારત સરકાર દ્વારા નિયુક્ત નીતિ આયોગનો મે 2026નો તૈયાર થયેલો અહેવાલ કહે છે, કે, 2,936 શાળા એક જ શિક્ષકથી ચાલે છે. ધો.1થી 8 સુધી બધા વિષય એક જ શિક્ષક ભણાવે છે. 63 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં 78 શિક્ષક પગાર લે છે.
11,000 પ્રાથમિક શાળા માત્ર 2 શિક્ષકથી ચાલે છે.
સામાજિક આર્થિક મુલ્યાંકન 2025-26 મુજબ 2024-25માં પ્રાથમિક શાળાની સંખ્યા 320 ઘટી હતી. 44,288માંથી 43,968 થઈ હતી. જેમાં 87,000 વિદ્યાર્થી ઘટ્યા છે.
4,207 શિક્ષક ઘટ્યા હતા. 3,28,665 શિક્ષકોમાંથી 3 લાખ 25 હજાર રહ્યાં છે.
5,612 શાળા બંધ થઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે. છેલ્લા દાયકામાં 8 ટકા સરકારી બંધ થઈ અને ખાનગી 15 ટકા વધી છે.
પ્રાથમિક શાળામાં 42,000 વર્ગખંડની ઘટ છે.

ખર્ચ વધ્યું શિક્ષણ ઘટ્યું
શાળા બંધ છતાં ખર્ચ વધ્યો છે. પણ પરિણામ મળ્યું નહીં. રૂ. 2,199 કરોડ ખર્ચ્યા છતાં 2.4 લાખ બાળકોનો ડ્રોપઆઉટ છે. બજેટ રૂ. 63,184 કરોડ હોવા છતાં 70,000 શિક્ષકની જગ્યા ખાલી છે. વીજળી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ – દેશમાં સૌથી વધુ છે.

અભણ બાળકો
2.4 લાખ બાળકો શાળાએ જતા નથી. 2025-26માં ગુજરાત દેશમાં સૌથી વધુ છે. શાળાએ ન જનારાઓમાં એક વર્ષમાં 341% વધારો થયો છે. શાળામાં ન જતાં અભણ બાળકો 2024માં 54,541 હતા, 2025માં 2.4 લાખ થયા છે. જ્યારે 6.4 લાખ બાળકો અંગે કોઈ પત્તો નથી, ટ્રેક થયા નથી.

શાળા છોડી
1.1 લાખ દીકરીઓ શાળા છોડી દીધી છે. ધો.10 પહેલા લગભગ 2.3 લાખ એટલે કે 27.6% બાળકો છોડી દે છે.
દર 100માંથી માત્ર 62 બાળકો ધો.12 સુધી પહોંચે છે. કેન્દ્રીય શિક્ષણ સચિવે મે 2026માં કહ્યું હતું.
માધ્યમિક ડ્રોપઆઉટ 16.9 ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ 11.5% કરતા ઘણો વધારે છે.

GER ઘટ્યો:
પ્રાથમિક શિક્ષણમાં 2021-22માં GER 93.1% હતો, 2024-25માં 79.6% થયો – દેશમાં સૌથી મોટો ઘટાડો ગુજરાતના શિક્ષણમાં થયો છે.

શીખવાની ગુણવત્તા*
પ્રાથમિક વિદ્યાર્થીનો GER માત્ર 72.5 ટકા છે જે દેશમાં સૌથી નીચો છે.
ઉચ્ચતર માધ્યમિક GER 47.3 ટકા છે જે રાષ્ટ્રીય 58.4 ટકા કરતા ઓછો છે.
PTR – માધ્યમિક 27:1, ઉચ્ચતર માધ્યમિક 25:1 – રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.
ભરૂચ જિલ્લો સૌથી ખરાબ છે. માત્ર 25.41% વિદ્યાર્થી રોજિંદા જીવનના ગણિતના દાખલા ઉકેલી શકતા નથી.

આંકડા નીતિ આયોગ રિપોર્ટ મે 2026, લોકસભામાં રજૂ થયેલ ડેટા, અને ગુજરાત સામાજિક આર્થિક સમિક્ષાના અહેવાલ 2025-26માંથી છે.

પ્રવેશ
ગુજરાતમાં ધોરણ-1માં ગયા વર્ષે 2024-25માં પ્રાથમિક શિક્ષણમાં કુલ અંદાજે 10-12 લાખ બાળકો ધોરણ-1માં પ્રવેશ લે છે.

ગુજરાત બોર્ડ
ધોરણ-10માં 7.50 લાખ વિદ્યાર્થી પરિક્ષા આપે છે. ધો.10-12 મળીને 16.5 લાખ વિદ્યાર્થી હતા.

કોલેજ પ્રવેશ
ગુજરાતનો ઉચ્ચ શિક્ષણ GER 2021માં પ્રવેશ 22.7% હતો. રાષ્ટ્રીય સરેરાશ 2025માં 32.5% છે.
એટલે 18-23 વર્ષના 100માંથી 23 યુવા જ કોલેજ જાય છે.

કોલેજમાં જતાં નથી
2025-26માં કોલેજમાં છેલ્લાં વર્ષે 3થી 4 લાખ વિદ્યાર્થીઓ હતા. જેમાં 3 લાખે ડિગ્રી લીધી હતી.
તેનો સીધો મતલબ કે 12 લાખ વિદ્યાર્થીઓ કોલેજ પુરી કરી શકતા નથી.
ગુજરાત દેશમાં 10મા ક્રમે છે.
ઉત્તર પ્રદેશ: 70.68 લાખ
મહારાષ્ટ્ર: 50.22 લાખ
તમિલનાડુ: 39.53 લાખ
ગુજરાત: 20.93 લાખ*

સરકારી કોલેજમાં 3,13,906 વિદ્યાર્થી અને ખાનગી કોલેજ: 9,60,615 વિદ્યાર્થી હોય છે.

આ પણ વાંચો: 

Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે – thegujaratreport.com

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Amit Shah Amul Cadbury Controversy: અમિતભાઇ અમુલ ડેરી જાત-જાતની ચોકલેટ બનાવે છે પણ કેડબરી નથી બનાવતી! – thegujaratreport.com

Related Posts

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!
  • May 23, 2026

Dwarka Green Energy Farmer Protest: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થતાં જ વહીવટી તંત્ર અને ખાનગી ઉર્જા કંપનીઓએ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પર દમન ગુજારવાનો ત્રીજો તબક્કો શરૂ કરી દીધો છે. રાજ્યભરમાં…

Continue reading
Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે
  • May 22, 2026

અમદાવાદ, 22 મે 2026 Gujarat STATCOM Smart Grid Project: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. હાલ રૂ. 3300 કરોડનાછ સ્ટેશન ટીંબડી, સાગબારા, દીવમાં છે. એક સ્ટેશન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી

  • May 23, 2026
  • 5 views
Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!

  • May 23, 2026
  • 10 views
Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!

AAP NEET Campaign Controversy: કેજરીવાલ અને ભગવંત માન કેમ થયા ટ્રોલ? NEET સમર્થન પોસ્ટમાં ‘ફેક વિદ્યાર્થી’નો દાવો થતા રાજકારણ ગરમાયું

  • May 23, 2026
  • 6 views
AAP NEET Campaign Controversy: કેજરીવાલ અને ભગવંત માન કેમ થયા ટ્રોલ? NEET સમર્થન પોસ્ટમાં ‘ફેક વિદ્યાર્થી’નો દાવો થતા રાજકારણ ગરમાયું

Mansukh Vasava: દારૂબંધીવાળા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નેટવર્કનો દાવો, BJP સાંસદે જ સરકારને ઘેરી

  • May 23, 2026
  • 7 views
Mansukh Vasava: દારૂબંધીવાળા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નેટવર્કનો દાવો, BJP સાંસદે જ સરકારને ઘેરી

Tulsi Gabbard Resignation: તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાનની પ્રશંસા, ટ્રમ્પ સરકારને ગણાવી ‘ઈઝરાયેલની કઠપૂતળી’

  • May 23, 2026
  • 7 views
Tulsi Gabbard Resignation: તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાનની પ્રશંસા, ટ્રમ્પ સરકારને ગણાવી ‘ઈઝરાયેલની કઠપૂતળી’

Haribhai Chaudhary: ગુજરાતના રાજકારણમાં ઓબીસી કાર્ડ! અગ્રણી નેતા હરિભાઈ ચૌધરીએ પીએમ મોદી પાસે માંગી દીધું અલગ મંત્રાલય

  • May 23, 2026
  • 11 views
Haribhai Chaudhary: ગુજરાતના રાજકારણમાં ઓબીસી કાર્ડ! અગ્રણી નેતા હરિભાઈ ચૌધરીએ પીએમ મોદી પાસે માંગી દીધું અલગ મંત્રાલય