Gujarat Local Body Elections: ગુજરાતમાં લોકશાહીનું સરકારી મર્ડર! ૧૩.૪% મતદારોના નામ ગાયબ અને ૧૧,૩૪૪ વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ

દિલીપ પટેલ
અમદાવાદ, 26 મે 2026
Gujarat Local Body Elections: સ્થાનિક સરકારનો ચૂંટણીમાં 10 મહત્વની બાબતો બની હતી. જેનો જવાબ ચૂંટણી પંચ, અદાલતો કે તંત્ર આપતું નથી. જેમાં મતદાર યાદીમાંથી 13 ટકા મતદારોના નામ દૂર કરી દેવા, ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવા, બિનહરિફ ઉમેદવારો, પોલીસનો ગેરઉપયોગ, તંત્રનો ગેર ઉપયોગ, સરકારની દખલ, નાણાની હેરાફેરી, મતાદારોની ફરિયાદ,  ઉમેદવારો અને રાજકીય પક્ષોની ફરિયાદ, ચૂંટાયા પછી ઉમેદવારોનું હોર્સ ટ્રેડિંગનો સમાવેશ થાય છે.

2026ની ચૂંટણીનું તારણ એ નીકળે છે કે આ ચૂંટણી મુક્ત અને ન્યાયી ચૂંટણી ન હતી.

સ્થાનિક સરકારનો ચૂંટણીમાં કુલ બેઠકો 10 હજાર બેઠક પર કુલ ઉમેદવારી ફોર્મ 9992 બેઠક માટે 32,748 ભરાયા હતા. (ઘણાંએ એકથી વધારે ઉમેદવારી કરી હતી) 27,297 ઉમેદવારો રહ્યા હતા. 22 ટકા નિકળી જતાં 25,579 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.

ઉમેદવારોએ ફરિયાદ કરી હતી તે અંગે રાજ્ય ચૂંટણી પંચે જનતાને જવાબ આપવાનું ટાળ્યું હતું. કોઈ અદાલતો આ અંગે સાંભળવા તૈયાર ન હતી.

13 ટકા મતદારો રદ
વળી મતદારોના નામ દૂર કરાયા હતા.
2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જે મતદાર યાદી વપરાઈ હતી, તે પહેલાં થયેલી મતદાર યાદી સુધારણા (Special Intensive Revision – SIR) દરમિયાન મતદારોના નામ ઉમેરવા અને કાઢવાની મોટી પ્રક્રિયા થઈ હતી.
અગાઉના મતદાર (સુધારણા પહેલાં) – 5,08,43,436
અંતિમ મતદાર (સુધારણા પછી) – 4,40,30,725
મતદાર યાદીમાંથી કાઢેલા નામ – 68,12,711
ડ્રાફ્ટ પછી નવા ઉમેરાયેલા મતદારો – 5,60,616
મતદાર યાદીમાંથી કાઢેલા નામોનો ભાગ 13.4 ટકા હતો જ્યારે
નવા ઉમેરાયેલા મતદારોનો ભાગ 1.3 ટકા, ડ્રાફ્ટ પછીના ઉમેરા પ્રમાણે હતો.

ઉમેદવારી પત્રો રદ
રદ થયેલા ઉમેદવારી પત્રોની ટકાવારી 22થી 28 ટકા જેવી ગણી શકાય. (એક ઉમેદવારે એકથી વધારે ફોર્મનો અંદાજ મૂકતા)

બિનહરીફ જીત 707ની થઈ હતી. ફોર્મ પરત ખેંચાયા હોવાની ઘટના 1,536 હતી જ્યારે ઉમેદવારી ફોર્મ રદ થવાની ઘટના 11,344 બની હતી.

ઉમેદવારી રદ થઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન – 575
જિલ્લા પંચાયત – 1,233
નગરપાલિકા – 584
તાલુકા પંચાયત – 4,453
કુલ 11,344 ઉમેદરાને ચૂંટણી લડવાની અરજી રાજ્ય ચૂંટણી પંચે ફગાવી દીધી હતી.

ગુજરાતની વડી અદાલતમાં 18 કેસ
25 એપ્રિલ 2026માં ગુજરાત હાઈકોર્ટે ઉમેદવારોના નામાંકન પત્રો અસ્વીકાર કરવા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે હરીફ ઉમેદવારોના નામાંકન સ્વીકારવાને પડકારતી 18 અરજીઓ ફગાવી દીધી. કોર્ટે ચુકાદો આપ્યો કે એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી કલમ 226 હેઠળ આવા વિવાદો પર સુનાવણી કરી શકાતી નથી.

આ અરજીઓ ઉમેદવારો દ્વારા તેમના નામાંકન નામંજૂર થયા પછી દાખલ કરવામાં આવી હતી. આ કેસો દાંતા, સમરી, શિવદિવદર, મીઠા, વલસાડ, લીંબડી, દહેગામ, બાંથીવાડા, વાવ-થરાદ, ધ્રાંગધ્રા, દાહોદ, થરાદ, સાવલી, માંડવી, પાલિતાણા, વિસનગર, ભાવનગર અને સુરત સાથે સંબંધિત હતા.

2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન જાહેર અહેવાલોમાં જોવા મળેલી ફરિયાદો/વિવાદોમાં મોટાભાગના કેસો ઉમેદવારી ફોર્મ રદ થવા સામે કરાયેલી રજૂઆતો હાઈકોર્ટમાં અરજી છે; તે બધા “પોલીસ FIR” નથી.

બનાસકાંઠાના દાંતામાં ઉમેદવારી ફોર્મ રદ કરવા સામે અરજી હતી. જેમાં ત્રણ સંતાન નિયમ, દસ્તાવેજી ખામી અથવા ઉમેદવારી પ્રક્રિયા વિવાદ હતો.

વડોદરાના કરજણમાં સમરીમાં ઉમેદવારી રદ સામે પડકાર ફેંકાયો અને દસ્તાવેજોની ખામી તથા  પ્રક્રિયાકીય વાંધા ઉઠાવવામાં આવ્યા હતા.

ગીર સોમનાથના સુત્રાપાડાના શિવદિવદર ઉમેદવારી ચકાસણી વિવાદ ફરજિયાત દસ્તાવેજોમાં ખામી

નખાત્રાણાના મીઠાના ઉમેદવારી રદ મુદ્દે રજૂઆત થઈ જેમાં એફિડેવિટ તથા દસ્તાવેજીય ખામી જણાવીને ઉમેદારોની ઉમેદવારી રદ કરી હતી.

વલસાડમા ઉમેદવારી રદ સામે અરજી કરી હતી. દસ્તાવેજીય અનિયમિતતા હોવાનું જણાવાયું હતું.

સુરેન્દ્રનગરના લીંબડીમાં ઉમેદવારી ફોર્મ વિવાદ હતો. પ્રસ્તાવકની સહી અથવા ફોર્મ ખામી હોવાનું જણાવાયું હતું.

ગાંધીનગરના દહેગામમાં ઉમેદવારી સામે વાંધો રજૂ કરીને ફોર્મલ પ્રક્રિયા મુદ્દા ઊભા કરાયા હતા.

બનાસકાંઠાના વવામાં બાંથીવાડામાં ઉમેદવારી ચકાસણી વિવાદ દસ્તાવેજી ખામી હોવાનું જણાવાયું હતું.

બનાસકાંઠાના વાવ-થરાદમાં ઉમેદવારી સામે રજૂઆત કરાઈ હતી. જાતિ પ્રમાણપત્ર અને ફરજિયાત માહિતી મુદ્દો હતો.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ઉમેદવારી વિવાદ હતો. પોલીસ સર્ટિફિકેટ તથા જાહેરનામામાં ખામી હોવાનું જણાયું હતું.

દાહોદમાં ઉમેદવારી રદ કેસ હતો. જિલ્લામાં મોટી સંખ્યામાં ફોર્મ રદ થયાનો અહેવાલ હતા. ચકાસણીમાં ખામીઓ, દસ્તાવેજો અધૂરા હોવાના કારણો આપવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના થરાદમાં ઉમેદવારી સામે અરજી હતી. પ્રક્રિયાકીય મુદ્દા ઊભા કરાયા હતા.

વડોદરાના સાવલીમાં ઉમેદવારી વિવાદ હતો. ઉમેદવારી દસ્તાવેજોની ખામી હોવાના કારણો આપવામાં આવ્યા હતા.

માંડવીમાં ઉમેદવારી રદ મુદ્દે રજૂઆત હતી. ફરજિયાત વિગતો અધૂરી હોવાના કારણો આપવામાં આવ્યા હતા.

પાલિતાણામાં 47 ફોર્મ રદ થયા હતા.
વિસનગરમા ઉમેદવારી ચકાસણી વિવાદ દસ્તાવેજી અનિયમિતતા હોવાનું જણાવાયું હતું.

ભાવનગરમાં ઉમેદવારો પર દબાણ અને ઉમેદવાર ગાયબ હોવાનો વિવાદ હતો. ઉમેદવાર પર દબાણના આક્ષેપ અને પરિવારની ફરિયાદ હતી.

મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય વિવાદ ઉમેદવારી ફોર્મ રદ થવા, દસ્તાવેજોની ખામી, જાતિ પ્રમાણપત્ર, પોલીસ સર્ટિફિકેટ, પ્રસ્તાવકની સહી અને ત્રણ-સંતાન નિયમ જેવા મુદ્દાઓને લઈને હતા. સુરત અને ભાવનગરમાં તેના સિવાય અલગ રાજકીય કે સ્થાનિક ફરિયાદો જોવા મળી હતી.

નામાંકનો અસ્વીકાર વિવિધ કારણોસર કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ બાળકોના ધોરણનું ઉલ્લંઘન, જાતિ પ્રમાણપત્રનો અભાવ, અધૂરું પોલીસ પ્રમાણપત્ર, મ્યુનિસિપલ લેણાંની ચૂકવણી ન કરવી, ફોજદારી સજા, બાકી કેસ જાહેર કરવામાં નિષ્ફળતા, આદેશ ફોર્મમાં વિસંગતતાઓ અને પ્રસ્તાવકર્તાની સહીમાં ભૂલો શામેલ છે.

કેટલાક કિસ્સાઓમાં તેમના નામાંકનો અસ્વીકાર અને તેમના વિરોધીઓના નામાંકનો સ્વીકાર કરવાને પડકારતા, અરજદારોએ દલીલ કરી હતી કે રિટર્નિંગ અધિકારીઓએ મનસ્વી રીતે, ગેરકાયદેસર રીતે અને બદનામી ઇરાદાથી કાર્ય કર્યું હતું.

ચૂંટણી લડવાની મંજૂરી આપવા માટે હાઇકોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે બંધારણ ચૂંટણી બાબતોમાં કોર્ટના હસ્તક્ષેપને પ્રતિબંધિત કરે છે, અને ઉમેદવારોએ મતદાન પછી ફક્ત ચૂંટણી અરજી દ્વારા રાહત મેળવવી જોઈએ.

ન્યાયાધીશ એન.એસ. સંજય ગૌડા અને જે.એલ. ઓડેદરાની બેન્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદાએ પુનરોચ્ચાર કર્યો હતો કે કલમ 243O અને 243ZG પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓ સંબંધિત વિવાદોમાં રિટ અધિકારક્ષેત્ર પર સ્પષ્ટ બંધારણીય પ્રતિબંધ લાદે છે, ખાસ કરીને જ્યાં ચૂંટણી અરજીઓ જેવા કાનૂની ઉપાયો પહેલાથી જ ઉપલબ્ધ છે.

અરજીઓને ફગાવી દેતા બેન્ચે કહ્યું, “એ કહેવાની જરૂર નથી કે, ચૂંટણી પૂર્ણ થયા પછી સંબંધિત કાયદાઓમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર અરજદારો માટે ચૂંટણી અરજી દાખલ કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ રહેશે.”

સ્થાનિક સંસ્થા સંખ્યા અને બેઠકો
મ્યુનિસિપલ કોર્પોરેશન – 15 – 1,044
નગરપાલિકા – 84 – 2,624
જિલ્લા પંચાયત – 34 – 1,090
તાલુકા પંચાયત – 260 – 5,234
કુલ 393 સંસ્થાઓ 9,992 બેઠકો (પેટા ચૂંટણી સાથે 10,005 બેઠક)

આ પણ વાંચો: 

Tribal Rights UCC India: આદિવાસીઓ પર યુસીસી અને કોર્પોરેટ લૂંટનો બેવડો હુમલો! જંગલોની ખુલ્લી હરાજી અને કાગળ પર ‘પેસા કાયદો’ – thegujaratreport.com

Morarji Desai Narendra Modi Comparison: મોરારજી અને મોદી: બન્ને ગુજરાતી પણ બન્ને વચ્ચે ભયંકર વિરોધાભાસ! – thegujaratreport.com

Noida Labor Protest Arrests: નોઇડા શ્રમિક આંદોલન બાદ ધરપકડો પર સવાલ, સરકારને નાગરિક એકજૂથતા ‘કાવતરું’ કેમ લાગે છે? – thegujaratreport.com

Related Posts

Ethanol Plant Water Consumption Pollution: ઈથેનોલ બનાવતી ફેક્ટરી પાસે કેન્સર – એક લીટર ઈથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે
  • July 11, 2026

Ethanol Plant Water Consumption Pollution: ઈથેનોલ બનાવતી ફેક્ટરી પાસે કેન્સર – એક લીટર ઈથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે દિલીપ પટેલ ભારતની કુલ વાર્ષિક ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા ઝડપથી વધીને…

Continue reading
Gujarat Data Center Policy: 20 ડેટા કંપનીઓ દુષ્કાળ લાવશે, 8 કરોડ વસતી કરતાં બે ગણું પાણી વાપરશે
  • July 10, 2026

Gujarat Data Center Policy: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી ‘ડેટા સેન્ટર પોલિસી’ ને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ તેજ બની છે. સરકાર આ નીતિને ડિજિટલ ઈકોનોમી અને ટેકનોલોજીકલ પ્રગતિનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Northeast India Updates: અસમમાં બહુવિવાહ પર પ્રતિબંધ અને પૂર્વોત્તરમાં સુરક્ષાના પડકારો

  • July 12, 2026
  • 2 views
Northeast India Updates: અસમમાં બહુવિવાહ પર પ્રતિબંધ અને પૂર્વોત્તરમાં સુરક્ષાના પડકારો

Gujarat Cotton Kranti Yojana: કપાસ ક્રાંતિ યોજના, ખેડૂતોને આર્થિક સહાય કે માત્ર એક નવો સરકારી ‘જુમલો’?

  • July 12, 2026
  • 10 views
Gujarat Cotton Kranti Yojana: કપાસ ક્રાંતિ યોજના, ખેડૂતોને આર્થિક સહાય કે માત્ર એક નવો સરકારી ‘જુમલો’?

India Global Standing: મોદી સરકારના ‘વિશ્વગુરુ’ના દાવાઓનું સત્ય, પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું કથળતું સ્થાન

  • July 12, 2026
  • 10 views
India Global Standing: મોદી સરકારના ‘વિશ્વગુરુ’ના દાવાઓનું સત્ય, પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું કથળતું સ્થાન

Arunachal China Incursion: અરુણાચલમાં ચીની ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની મૌન નીતિ પર ગંભીર સવાલો

  • July 12, 2026
  • 16 views
Arunachal China Incursion: અરુણાચલમાં ચીની ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની મૌન નીતિ પર ગંભીર સવાલો

BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?

  • July 12, 2026
  • 10 views
BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?

Gujarat School Dropout Crisis: ગુજરાતમાં ધોરણ 12 પહેલાં 45.5% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, UDISE+ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

  • July 12, 2026
  • 21 views
Gujarat School Dropout Crisis: ગુજરાતમાં ધોરણ 12 પહેલાં 45.5% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, UDISE+ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો