Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ 

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ 

દિલીપ પટેલ
દવા બનાવતી કેટલીક કંપનીઓ અને કેટલીક હોસ્પિટલ્સ સાથે મળીને દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવતી દવાઓની કિંમત પર અતિશય ઊંચા ભાવે વેચાણ કરી રહી છે.

હોસ્પિટલના સ્ટોરમાંથી દર્દીઓને સારવાર દરમિયાન હોસ્પિટલ્સ દ્વારા સીધી આપવામાં આવતી દવાઓની ચોરી કરવામાં આવી રહી છે. તેમાં સેમ્પલ્સ પર લખ્યું હોય છે કે નોટ ફોર સેલ છતાં તે પણ વેચવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલમાં ચાલતા સ્ટોરમાં મોટા ભાગિવાળી દવાઓનું વેરાની ચોરી કરી રહ્યાં છે. જ્યાં દવાના ભાવમાં 3 ગણો તફાવત પણ આવે છે.

હોસ્ટિલનો સ્ટોર
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના ઇન-હાઉસ (હોસ્પિટલની અંદરના) મેડિકલ સ્ટોર્સમાં દવાઓ અને મેડિકલ સાધનોના ભાવોને લઈને ઘણી ફરિયાદો ઉઠતી રહી છે.

ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ બજાર ભાવ કરતાં રૂપિયા 10 ટકાથી લઈને 500 ટકા સુધી મોંઘી દવાઓ આપતા હોવાનું જાહેર થયું છે.

નફો સીધો કાયદાની વિરુદ્ધ અને કાયદામાં રહીને લેવાય છે. પરંતુ તેના માટે ખાસ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.

મોંઘી બ્રાન્ડ અને ઉંચી કિંમત
કોઈપણ મેડિકલ સ્ટોર કાયદાકીય રીતે MRP કરતાં એક પણ રૂપિયો વધારે વસૂલી શકતું નથી. પરંતુ, ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શનમાં એવી જ બ્રાન્ડેડ દવાઓ લખે છે જેની MRP પહેલેથી જ ખૂબ ઊંચી નક્કી કરાયેલી હોય છે. જે દવા બહારના સામાન્ય સ્ટોર પર જેનેરિક કે અન્ય સસ્તી બ્રાન્ડમાં રૂ. 50માં મળતી હોય, તેવી જ દવા ખાનગી હોસ્પિટલના સ્ટોર પર રૂ. 200થી રૂ.500ની બ્રાન્ડેડ કિંમતે વેચવામાં આવે છે.

મોનોપોલી
મોટી કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલો દર્દીના સગાંઓ પર એવું દબાણ બનાવે છે કે દવાઓ અને સર્જિકલ સાધનો, સિરીંજ, ગ્લોવ્ઝ, કેથેટર વગેરે ફક્ત હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદવા. બહારના સ્ટોરવાળા જો સસ્તા ભાવે એ જ દવા આપતા હોય તો પણ હોસ્પિટલ તંત્ર તેને સ્વીકારવાની ના પાડી દે છે અથવા બહારની દવાઓની ગુણવત્તા બરાબર નથી તેવું બહાનું આગળ ધરે છે.

સરકાર અને અદાલતના કડક નિયમો
દર્દીઓની આ આર્થિક લૂંટ અટકાવવા માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશો જાહેર કર્યા છે:
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ, કોઈપણ ખાનગી હોસ્પિટલ દર્દીને પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે દબાણ કરી શકશે નહીં.
દર્દી કે તેમના સગાં પોતાની મરજી મુજબ બહારના કોઈપણ માન્ય મેડિકલ સ્ટોર અથવા પીએમ જન ઔષધિ કેન્દ્ર પરથી સસ્તા દરે કે જેનેરિક દવાઓ ખરીદવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.

નોટિસ
હોસ્પિટલોએ દર્દીઓ જોઈ શકે તે રીતે મોટા અક્ષરે બોર્ડ મારવું પડશે કે “દર્દી પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાંથી દવા ખરીદી શકે છે.”

એકાધિકાર
હોસ્પિટલમાં સારવાર લેવા જતાં દર્દીઓને આપવામાં આવતી અને હોસ્પિટલે લખી આપેલી બે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સર્જિકલ કંપનીઓ ત્યાં તે દવા મળતી નથી. આ શીતે કંપનીઓ હોસ્પિટલ સોશિયલટી દવાની જે વિસ્તારમાં મોનોપોલી હતી

દવાઓનો કિંમત અને વેચાણ ભાવની તુલના આંકડા રૂપિયામાં છે.

દવાનું નામએમઆરપી (MRP)સરકારી ભાવભાવ ફેર (તફાવત)
લિમ્પાસિટ-પીઆર23.0019.3821.72
બેનિક્સન ટેબ્લેટ40.0014.0011.88 – 14.12
ડેટા ગોલિબન-2 એમજી203.4406.2418.20
આયરોટેબ આઈ.એ.પી.18.0619.0418.08
વાલસ્ક્રીન 10038.3865.2530.13
વાલસ્ક્રીન 4036.4041.2432.65
ડિગ્નિટ-50-40028.3818.3826.00
ઓડોવાર ગોલ્ડ 20 એમજી110.6318.3882.25

ગુજરાતમાં નાની-મોટી તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને મલ્ટિસ્પેશિયાલિટી ક્લિનિક્સની કુલ સંખ્યા અંદાજે 8થી 10 હજારની વચ્ચે છે.

રાજ્યના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો ખૂબ મોટો છે. આ સંખ્યાને આપણે અલગ-અલગ સત્તાવાર સરકારી ડેટાના આધારે વધુ વિગતવાર સમજી શકીએ:

આયુષ્માન ભારત (PM-JAY) યોજના હેઠળ 2500 મોટી ખાનગી હોસ્પિટલો સત્તાવાર રીતે સરકારી પેનલમાં છે.

શહેરો
ગુજરાતની મોટાભાગની સુપર-સ્પેશિયાલિટી અને કોર્પોરેટ ખાનગી હોસ્પિટલો રાજ્યના ચાર મોટા શહેરોમાં આવેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ અંદાજે 1800થી 2 હજાર જેટલી નાની-મોટી પ્રાઇવેટ હોસ્પિટલો અને નર્સિંગ હોમ છે.

સુરત, વડોદરા અને રાજકોટમાં 2500થી વધુ ખાનગી હોસ્પિટલો ધરાવે છે.

માત્ર સુપર-સ્પેશિયાલિટી અને મલ્ટિસ્પેશિયાલિટીમાં ઓપરેશન થિયેટર અને ICU જેવી સુવિધાઓ હોય તેવી મોટી હોસ્પિટલો ગણીએ, તો તેની સંખ્યા 3500છી 4 હજાર છે. બાકીની સંખ્યામાં સામાન્ય ડે-કેર સેન્ટર્સ અને ગાયનેક-પીડિયાટ્રિક જેવા નાના નર્સિંગ હોમ્સનો સમાવેશ થાય છે.

જોકે બધી જ હોસ્પિટલો આવું કરે છે એવું પણ નથી.

મેડિકલ સ્ટોર
ગુજરાતમાં નાની-મોટી તમામ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (મેડિકલ સ્ટોર)ની કુલ સંખ્યા અંદાજે 35થી 40 હજાર છે.
અમદાવાદ શહેરમાં જ અંદાજે 3 હજાર રજિસ્ટર્ડ મેડિકલ સ્ટોર્સ આવેલા છે.

સુરત, વડોદરા અને રાજકોટમાં અંદાજે 8થી 10 હજાર ફાર્મસીઓ કાર્યરત છે.

ગુજરાતમાં 500 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો છે. જ્યાં બજાર કરતાં 50થી 90 ટકા સુધી સસ્તા ભાવે જેનેરિક દવાઓ મળે છે.

ધંધો
ગુજરાતને ભારતનું ઔષધ હબ કહેવામાં આવે છે. દેશમાં બનતી કુલ દવાઓમાંથી આશરે 35 ટકાદવાઓનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે.

ગુજરાતનું ડોમેસ્ટિક દવા માર્કેટ રૂપિયા 15 હજાર કરોડ જેટલું છે. જે દર વર્ષે 12થી 15 ટકા વધે છે.

હોલસેલર્સની સંખ્યા રાજ્યમાં અંદાજે 8થી 10 હજાર છે. જથ્થાબંધ વેપારમાં બ્રાન્ડેડ દવાઓ પર સામાન્ય રીતે 8થી 12 ટકાનો નફો હોય છે.
જેનેરિક અથવા ફ્રેન્ચાઈઝી બિઝનેસમાં હોલસેલર્સનું માર્જિન 20થી 40 ટકા સુધીનું હોઈ શકે છે.

છૂટક વેપાર
બ્રાન્ડેડ એલોપેથિક દવાઓમાં રીટેલરને ફિક્સ નફો 16થી 20 ટકા છે. પણ ઘણી કંપનીઓ બારોબાર બે ગણા નફો પણ આપે છે.

ઓટીસી કાઉન્ટર પર સીધી વેચાતી પ્રોડક્ટ્સ બામ, હેલ્થ ડ્રિંક્સ, કોસ્મેટિક્સ વગેરે પર 20થી 30 ટકા નફો હોય છે.

જેનેરિક અને સર્જિકલ આઈટમ્સમાં સર્જિકલ સાધનોમાં છૂટક વેપારીને 50થી 200 ટકા નફો મળે છે. MRP ખૂબ ઊંચી હોય છે અને ખરીદ કિંમત ઘણી ઓછી હોય છે.

નવા ટ્રેન્ડ્સ
કોર્પોરેટ અને ઈ-ફાર્મસી ચેઈનમાં દવાઓ વેચાય છે. મોટી બ્રાન્ડ્સના મેડિકલ સ્ટોર અને મોલમાં ગ્રાહકોને 10થી 20 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેનાથી પરંપરાગત નાના મેડિકલ સ્ટોર્સને મોટી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે રૂ. 3થી 10 લાખના નાના રોકાણથી શરૂ થતો PCD ફ્રેન્ચાઈઝી એટલે કે દવાઓનું માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનનો ધંધો ખૂબ ધમધમી રહ્યો છે, કારણ કે તેમાં પ્રોફિટ માર્જિન ઘણું ઊંચું મળે છે.

આ પણ વાંચો: 

NIA Charge Sheet Pahalgam Attack: પહલગામ આતંકી હુમલા કેસમાં NIAની પૂરક ચાર્જશીટ: હાફિઝ સઈદ પર સત્તાવાર રીતે આરોપ નક્કી, પાકિસ્તાનની ભૂમિકા ફરી ઉજાગર – thegujaratreport.com

Gujarat ATS JeM Module Arrest: ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, જેશ-એ-મોહમ્મદ માટે કામ કરતા ૮ શખ્સોની ધરપકડ – thegujaratreport.com

India E20 Fuel Policy: ઈ-20 પેટ્રોલ વિવાદ, એથેનોલ બ્લેન્ડિંગથી લાભ કોને અને નુકસાન કોને? – thegujaratreport.com

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?

  • August 22, 2026
  • 2 views
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?

AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

  • August 22, 2026
  • 4 views
AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

  • August 22, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો

  • August 22, 2026
  • 6 views
Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો

District Judiciary: SC-ST-OBC માટે આરક્ષણ, છતાં બેઠકો ખાલી કેમ? જિલ્લા જ્યુડિશિયરીની વ્યવસ્થા પર સવાલ

  • August 22, 2026
  • 7 views
District Judiciary: SC-ST-OBC માટે આરક્ષણ, છતાં બેઠકો ખાલી કેમ? જિલ્લા જ્યુડિશિયરીની વ્યવસ્થા પર સવાલ

Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ

  • August 22, 2026
  • 5 views
Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ