Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર

અમદાવાદ, 18 ઓગસ્ટ 2026

Gujarat Cyber Crime: છેતરપિંડી મનોવિજ્ઞાનથી શરૂ થાય છે, ટેકનોલોજીથી નહીં. સાયબર ગુનેગારો ટેકનોલોજીથી શરૂઆત કરતા નથી; તેઓ માનવ મન વાંચીને શરૂઆત કરે છે. ડિજિટલ ધરપકડ સૌથી મોંઘા સાયબર કૌભાંડ તરીકે ઉભરી આવી છે
દર ફરિયાદ દીઠ સરેરાશ નુકસાન રૂ. 82,884 થાય છે.

ગુજરાત સાયબર ગુનેગારો માટે એક મુખ્ય શિકાર છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન દ્વારા નોંધાયેલા 13,122 કેસ અનુસાર, 11 મહિનામાં રૂ.564.77 કરોડ ગુમાવ્યા હતા.

ભારતમાં 2025ના વર્ષમાં સાયબર ક્રાઈમને કારણે લોકોને 22,495 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગુજરાતમાં બેંક છેતરપીંડીમાં વધારો થયો છે. ડેટા ચોરીની સીધી અસર બેંક ખાતાંઓ પર પડી રહી છે. RBIના અહેવાલમાં 3 વર્ષમાં ગુજરાતમાં કુલ રૂ. 3,707.7 કરોડનાં તમામ પ્રકારની બેંક છેતરપીંડી નોંધાયાં છે. બેંકિંગ ફ્રોડ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
2023-24માં રૂ. 986.2 કરોડ હતો.
2025-26માં રૂ. 1,435.6 કરોડ થયો હતો.

શેરબજાર
કુલ સાયબર નુકસાનના 42% માટે ફક્ત રોકાણ છેતરપિંડીનો હિસ્સો છે.

નિષ્ણાતો અને એજન્સીઓ તરફથી અપીલ
મે 2025 માં, ગુજરાત 10 મિલિયન નોંધાયેલા રોકાણકારોમાં દેશનું ત્રીજું રાજ્ય બન્યું. રોકાણકારોનો આધાર છેતરપિંડી કરનારાઓ માટે મોકળુ મેદાન છે.

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી, ગુજરાત હવે રોકાણ સાથે જોડાયેલા સાયબર ક્રાઇમથી સૌથી વધુ નાણાકીય નુકસાન સહન કરતા રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

કુલ સાયબર નુકસાનના 42 ટકા રોકાણ કરનારાઓને છેતરવામાં આવી રહ્યાં છે.

જાન્યુઆરી અને નવેમ્બર 2025 વચ્ચે, ગુજરાતમાં 1.61 લાખ સાયબર ફરિયાદો નોંધાઈ હતી, જેમાં કુલ નુકસાન રૂ. 1,334.06 કરોડ હતું. આમાંથી, લગભગ 42 ટકા રોકાણ કૌભાંડો હતા.

ગુજરાતમાં રોકાણકારો જાળમાં ફસાઈ જાય છે તેઓ ઘણીવાર લાખ રૂપિયાનું રોકાણ કરે છે, જે ઝડપથી કુલ નુકસાનમાં વધારો કરે છે.

રોકાણ છેતરપિંડી હવે ફક્ત તકનીકી ગુનાઓ નથી રહ્યા. તે મનોવૈજ્ઞાનિક અને સામાજિક, એન્જિનિયરિંગ આધારિત ગુના છે.

છેતરપિંડી કરનારાઓ પહેલા વિશ્વાસ અને વિશ્વસનીયતા બનાવે છે, અને પછી ધીમે ધીમે પીડિતોને મોટી રકમ ચૂકવવા માટે તૈયાર કરે છે.

ગુજરાતમાં ડિજિટલ રોકાણ સંસ્કૃતિ ઝડપથી વિસ્તરી છે. ગુનેગારો લોકોને લલચાવવા માટે બજાર નિષ્ણાતો, ટ્રેડિંગ માર્ગદર્શકો અથવા આંતરિક ટિપ આપનારા તરીકે પોતાને બતાવે છે.
રોકાણ કૌભાંડો અને ડિજિટલ-ધરપકડ કૌભાંડો બંનેમાં ભય અને લોભ સૌથી શક્તિશાળી શસ્ત્રો છે.
રોકાણ કૌભાંડો વિશ્વાસ મેળવી ડિજિટલ-ધરપકડ કૌભાંડો ભય પર કરે છે. જે ક્ષણે કોઈ વ્યક્તિ ભય અથવા લોભને વશ થાય છે, તે જ ક્ષણે તેઓ પોતે છેતરપિંડી કરનારાઓ દ્વારા સૂચના મુજબ પૈસા ટ્રાન્સફર કરે છે.

છેતરપિંડીનો ભોગ બનેલાઓમાં વ્યવસાય માલિકો, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, ડોકટરો અને અન્ય શિક્ષિત વ્યાવસાયિકો મુખ્ય રીતે સામેલ છે.

સરેરાશ નુકસાન
ડિજિટલ ધરપકડ કૌભાંડો: પ્રતિ કેસ સરેરાશ રૂ. 15.46 લાખનું નુકસાન
રોકાણ છેતરપિંડી: પ્રતિ કેસ રૂ. 4.34 લાખ
વિઝા છેતરપિંડી: પ્રતિ કેસ રૂ. 3.34 લાખ
વીમા છેતરપિંડી: પ્રતિ કેસ રૂ. 1.83 લાખ
કાર્ય-આધારિત છેતરપિંડી: પ્રતિ કેસ રૂ. 1.58 લાખ

ડિજિટલ-ધરપકડ કૌભાંડો એકલતા, ધાકધમકી અને તાકીદ પર થાય છે, જેના કારણે પીડિતોને વિચારવા અથવા દાવાઓની ચકાસણી કરવા માટે ઓછો સમય મળે છે.

દર ફરિયાદ સરેરાશ નુકસાન રૂ. 82,884 છે.
તમામ 1.61 લાખ ફરિયાદોના વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતમાં પ્રતિ સાયબર ક્રાઇમ ફરિયાદ સરેરાશ નુકસાન રૂ. 82,884 હતું. નાની રકમની છેતરપિંડીથી હવે મોટી રકમની છેતરપીંડી તરફ લૂંટારાઓ વળ્યા છે.

પોલીસ
ગુજરાત પોલીસે 2025માં રૂ. 2,289 કરોડના સાયબર ફ્રોડ શોધી અને 638 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 565 FIR નોંધવામાં આવી હતી. દેશમાં કુલ 4,052 ગુનાઓ નોંધાયા હતા, જેમાં ગુજરાતમાં 491નો સમાવેશ થાય છે.

પગલાંથી અસર
પોલીસે પગલાં લેતાં ચેક અને એટીએમ દ્વારા નાણાં ઉપાડવામાં મોટાપાયે ઘટાડો થયો છે. માસિક ચેકનો ઉપાડ રૂ. 126 કરોડથી ઘટીને રૂ. 25 કરોડ થયો છે, જે 80 ટકાનો ઘટાડો દર્શાવે છે. ખાતાઓની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયો અને ATM ઉપાડમાં 66 ટકાનો ઘટાડો થયો હતો.

AI અને સાયબર સુરક્ષા
IDPICએ mulehunter.ai નામની રજિસ્ટ્રી પણ વિવિધ બેંકો વચ્ચે શંકાસ્પદ ખાતાઓ વિશેની માહિતી શેર કરવા માટે બનાવવામાં આવી છે.

11 વર્ષોમાં ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 25 કરોડથી વધીને 100 કરોડ થઈ છે.

સાવચેતી
સાયબર સુરક્ષા ટેકનિકલ વિષય નથી. માનસિક છે. જેમાં પરસેવાની કમાણી જઈ રહી છે.
લલચાવરાની અને વધુ વળતર આપનારી વિગતો પર આંધળો વિશ્વાસ ના કરો.
સોશિયલ મીડિયા પર દેખાતી કોઈ પણ આકર્ષક જાહેરાત ન જૂઓ.
સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા મળતી રોકાણ ઓફરોથી સાવધ રહો
ગેરંટીકૃત વળતરનું વચન આપતી યોજનાઓ ટાળો.
ક્યારેય ડર, દબાણ અથવા તાકીદના કારણે પૈસા ટ્રાન્સફર ન કરો.
શંકાસ્પદ કોલ્સ, લિંક્સ અથવા જૂથો અંગે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર જાણ કરો.
ફોન પર કોઇ ગમે તેવી ઓળખાણ આપે, ક્યારેય વિશ્વાસ ના કરવો.
છેતરપીંડીની શરૂઆતના એક કલાક ગોલ્ડન અવર હોય છે.
નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત ફોન કરો.
cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
સમયસર કરેલી ફરિયાદ પૈસા પાછા લાવી શકે છે.

NCRPમાં શરૂઆતથી 28.02.2025 સુધી સાયબર છેતરપિંડીના કેસો અંગે રાજ્યવાર આંકડા

વર્ષ ગુજરાતમાં સાયબર ક્રાઇમ કેસ 

2001 ઉપલબ્ધ નથી
2002 – 250
2004 – 126
2005 – 155
2008 – 33
2009 – 36
2010 – 55
2011 – 67
2012 – 78
2013 – 77
2014 – 227
2015 – 242
2016 – 362
2017 – 458
2018 – 702
2019 – 784
2020 – 1,283
2021 – 1,536
2022 – 1,417
2023 – 1,995
2024 – 1,592

2025-

2026 – 161000

2010થી 2024 દરમિયાન ગુજરાતમાં 10,815 સાયબર ક્રાઇમ કેસ નોંધાયા. સાયબર સેલ શરૂ થયા પછી 3,67,754 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો:

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 2 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?

  • October 2, 2026
  • 2 views
India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત

  • October 2, 2026
  • 5 views
PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત

Punjab Assembly Election 2027: પંજાબમાં AAPને તક મળી હતી, પરંતુ શું AAP આ તકનો લાભ ઉઠાવી શકી?

  • October 2, 2026
  • 6 views
Punjab Assembly Election 2027: પંજાબમાં AAPને તક મળી હતી, પરંતુ શું AAP આ તકનો લાભ ઉઠાવી શકી?

Form 6 TCS Controversy: ચૂંટણી પંચ, Form 6, ECINET અને TCSને લઈને 14 સવાલ, રાહુલ ગાંધીના દાવા બાદ ચર્ચા તેજ

  • October 2, 2026
  • 6 views
Form 6 TCS Controversy: ચૂંટણી પંચ, Form 6, ECINET અને TCSને લઈને 14 સવાલ, રાહુલ ગાંધીના દાવા બાદ ચર્ચા તેજ

Mamata Banerjee Gyanesh Kumar: INDIA ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો જ્ઞાનેશ કુમાર પર હુમલો, ‘વેનિશ કુમાર’ કહી રાજીનામું માંગ્યું

  • October 1, 2026
  • 7 views
Mamata Banerjee Gyanesh Kumar: INDIA ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો જ્ઞાનેશ કુમાર પર હુમલો, ‘વેનિશ કુમાર’ કહી રાજીનામું માંગ્યું