મલ્લિકાર્જુન ખડગેએ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો

  • India
  • February 3, 2025
  • 1 Comments
  • મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો
  • ખડગેના આ નિવેદન બાદ શાસક પક્ષના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો

મહાકુંભમાં ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે હવે સંસદ સુધી પહોંચી ગયા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ ભાગદોડ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના ‘સાચા’ આંકડા જાહેર કરવાની વિપક્ષી સાંસદોએ માંગ કરી. વિપક્ષે પણ આ મુદ્દા પર સૂત્રોચ્ચાર કર્યા અને પ્રતીકાત્મક રીતે ગૃહનો બહિષ્કાર કર્યો.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા પર કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણની શરૂઆત એમ કહીને કરી, “મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું મહાકુંભમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કુંભમાં હજારો લોકોએ ત્યાં પોતાનો જીવ આપ્યો છે.” “

ખડગેના આ નિવેદન બાદ શાસક પક્ષના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો.

ખડગેના નિવેદન પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખડે તેમને પોતાનું નિવેદન પાછું ખેંચવાની અપીલ કરી.

તેમણે કહ્યું, “વિપક્ષી નેતાએ હજારોમાં આંકડા આપ્યા છે. હું તેમને અપીલ કરું છું કે આ ગૃહમાં જે કંઈ કહેવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કંઈક એવું કહ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીંથી જે સંદેશ નીકળે છે, ભલે તેનો ખંડન કરવામાં આવે પરંતુ આખી દુનિયામાં ફેલાય છે.”

રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી અને થોડા સમય માટે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર પણ કર્યો. ગૃહમાંથી બહાર આવ્યા પછી, ઘણા વિપક્ષી સાંસદોએ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો સંસદમાં પડઘો; ભાજપ પાસે નહતો કોઈ જવાબ

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં કથિત VIP વ્યવસ્થા પર પણ વિપક્ષી સાંસદોએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેમના પર સામાન્ય લોકો પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો છે.

આના પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ મારું અનુમાન છે. જો આ ખોટું હોય તો તમે મને જણાવો. જો આ સાચું ન હોય તો તમે મને કહો કે સત્ય શું છે.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મહાકુંભમાં તાજેતરમાં થયેલી ભાગદોડ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.

આ મામલે પીટીઆઈના જણાવ્યા અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા.’ તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, ‘આ મારો અંદાજ છે અને જો તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જોઈએ કે સાચો આંકડો શું છે.’

આ મામલે ખડગે વધુમાં કહ્યું કે, ‘મેં કોઈને દોષ આપવા માટે ‘હજારો’ નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જો હું ખોટો હોઉં તો હું માફી માંગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જોઈએ.’

29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે સ્નાન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 30 લોકોના મોત થયા છે. ખડગેએ કહ્યું, ‘હું મહાકુંભમાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કુંભમાં માર્યા ગયેલા ‘હજારો લોકોને.’ જો કે, આ શબ્દોનો શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.

આ અંગે ખડગેએ કહ્યું કે ‘મેં આ આંકડો કોઈને દોષ આપવા માટે આપ્યો નથી.’ આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે આધુનિક ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો- Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો

Related Posts

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો
  • February 4, 2026

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦%…

Continue reading
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 3 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 2 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 4 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો