Junagadh News: કેશોદના અગતરાય રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ, બે લોકોના મોત, બેને ઈજા

  • Gujarat
  • February 5, 2025
  • 0 Comments

Junagadh Accident News: જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક ગંભીર કાર અકસ્માત થયો છે. કાર ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર 4 લોકોને અકસ્માત નડ્યો છે. જેમાંથી બે લોકના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર કેશોદના નજીક ગત રાત્રે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્નમાંથી પાછા આવતી વખતે નાસ્તો લેવા જતાં પરિવારની કારને અકસ્માત નડ્યો છે.  કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે.  મૃતકોમાં વિજયભાઈ સોલંકી અને ચંદુભાઈ ડાભી હોવાની મળી જાણકારી મળી રહી છે. જ્યારે બે લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઈજાગ્રસ્તો અને મૃતકોને કારના પતરા કાપી બહાર કાઢ્યા હતા. અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકાળે પરિવારના મોત થતાં લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો છે.

આ પણ વાંચો: અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને કર્યા ડિપોર્ટ; સેનાનું વિમાન પહોંચ્યું ભારત

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 2 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને