રુપિયાનું મૂલ્ય સતત ગગડ્યું, ડોલર સામે 12 પૈસા ઘટીને 85.06 પર ખૂલ્યો

  • Others
  • December 19, 2024
  • 0 Comments

મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા સ્તરે જતો રહ્યો છે. યુએસ ડૉલર સામે તેમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 85.06 રૂપિયા પ્રતિ ડોલરની નીચી સપાટીએ ખુલ્યો હતો. જ્યારે 85.13ના સ્તરે બંધ થયો. અગાઉ 18 ડિસેમ્બરે ડોલર સામે રૂપિયો 84.94 ના સ્તરે બંધ થયો હતો.

નિષ્ણાતોના મતે રૂપિયામાં આ ઘટાડાનું કારણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા તાજેતરમાં કરાયેલી વેચવાલી છે. આ સિવાય ભૌગોલિક રાજકીય તણાવની પણ રૂપિયા પર નકારાત્મક અસર પડી છે.

રૂપિયામાં ઘટાડો થતાં માલની આયાત ભારત માટે મોંઘી થઈ રહી છે. ઉપરાંત વિદેશ પ્રવાસ અને અભ્યાસ પણ મોંઘો થઈ ગયો છે. હવે 1 ડોલર માટે 85.06 રૂપિયા ખર્ચવા પડશે. આના કારણે રહેઠાણ, ભોજન અને અન્ય વસ્તુઓ મોંઘી થઈ જશે.

સાથે જ રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હોવાથી દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં હવે દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધુ ઉંચી જવાની નિષ્ણાંત જણાવી રહ્યા છે.

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 10 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 12 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 15 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 22 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 22 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત