અમેરિકા પછી બ્રિટનમાં પણ ભારતીયો પર સંકટ; અનેક ભારતીયોની ધરપકડ

  • World
  • February 10, 2025
  • 1 Comments
  • અમેરિકા પછી બ્રિટનમાં પણ ભારતીયો પર સંકટ; અનેક ભારતીયોની ધરપકડ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદે રહેતા ભારતીયો વિરુદ્ધ કડક અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ બ્રિટનમાં ઘણી ભારતીય હોટલો અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોની ધરપકડ કરાઈ છે.

બ્રિટનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દેશમાં ગેરકાયદે કામ કરનારાઓને હટાવવા માટેનું એક અભિયાન છે. ગૃહસચિવ યવેટ કૂપરે કહ્યું કે, અમારા વિભાગે જાન્યુઆરીમાં 828 પરિસરોમાં દરોડા પાડ્યા છે, જેમાં 609 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સંખ્યા ગત વર્ષની તુલનાએ 73 ટકા વધુ છે.

અનેક સ્થળે રેડ પાડીને કરાઈ ધરપકડ

વિભાગે કહ્યું કે, દરોડા દરમિયાન રેસ્ટોરન્ટ્સ, ટેકવે અને કાફે તેમજ ફૂડ, બેવરેજ અને આવા અનેક ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, ઉત્તર ઈંગ્લેન્ડના હંબરસાઈડ સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ વિભાગના સચિવે કહ્યું કે, ‘સ્થળાંતર નિયમોનું સન્માન કરવું જોઈએ અને તેને લાગુ કરવા જોઈએ. લાંબા સમયથી નોકરીદાતાઓ ગેરકાયદે પ્રવાસીઓને પોતાના ત્યાં કામ કરાવતા રહે છે અને તેમનું શોષણ પણ કરે છે. ઘણા લોકો આવીને કોઈપણ દસ્તાવેજ વગર ગેરકાયદે રીતે કામ કરી રહ્યા છે.

આનાથી માત્ર લોકોના જીવને જ નહીં, આપણી અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે.’ ગેરકાયદે કામ કરનારાઓના ડેટાની વાત કરીએ તો, યુકે હોમ ઓફિસના આંકડા મુજબ 5 જુલાઈ-2024થી 31 જાન્યુઆરી-2025 ગેરકાયદે કામ કરનારાઓ સામેની કાર્યવાહી ગત વર્ષની સરખામણીમાં લગભગ 38 ટકા વધી છે.

બ્રિટન પણ કરી શકે છે ભારતીયોને ડિપોર્ટ

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદનો પદભાર સંભાળ્યા બાદ ગેરકાયદે રહેતા પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાનું અભિયાન શરૂ કરી દીધું છે, જેની અસર ભારત સુધી પહોંચી છે. અમેરિકાએ ગત સપ્તાહે 104 ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કર્યા હતા.

આ ઉપરાંત ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો પણ આદેશ અપાયો છે. આ ઘટના ક્રમ વચ્ચે હવે વિશ્વના અનેક દેશોએ આવું પગલું ભરવાનું શરુ કરી દીધું છે.

બ્રિટેને તાજેતરમાં જ ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, જેના કારણે અનેક ભારતીયોની મુશ્કેલી વધી છે.

આ પણ વાંચો- શ્રીલંકા: આખા દેશમાં વિજળી ગુલ થવા માટે મંત્રીએ વાંદરાને કેમ ઠેરવ્યો જવાબદાર?

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક