પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો

  • India
  • February 11, 2025
  • 0 Comments
  • પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો

પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, ‘પંજાબમાં એ જ નેતૃત્વ રહેશે અને એ જ કાર્ય ચાલુ રહેશે.’ હવે આ નિવેદન મહત્ત્વનું છે કારણ કે દિલ્હીમાં ચૂંટણી હાર પછી એવી અટકળો ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલ હવે પંજાબ તરફ વળશે.

અરવિંદ કેજરીવાલની સ્પષ્ટતા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, પંજાબમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ચલાવતા રહેશે. જોકે, આ પહેલા સીએમ ભગવંત માને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘પંજાબને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે, દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.’

પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ‘પંજાબના અમારા બધા કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા. અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. દિલ્હીની ચૂંટણીમાં પંજાબના અમારા સાથીઓએ ખૂબ મહેનત કરી, તેથી તેમનો આભાર માન્યો હતો. પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે, પછી ભલે તે વીજળીનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું, અમે ત્યાં કામ કરી રહ્યા છીએ અને આપણે તેને વધુ વેગ આપવાનો છે.’

ભગવંત માનએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જીત અને હાર હોય છે, અમે દિલ્હીની ટીમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમારી પાર્ટી તેના કામ માટે જાણીતી છે, અમે ધર્મ કે ગુંડાગીરીનું રાજકારણ નથી કરતાં. આજે અમારી દિલ્હી અને પંજાબની ટીમોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે અમે પંજાબને એક મોડેલ બનાવીશું અને દેશને બતાવીશું.’

આ પણ વાંચો-PM મોદીનું AI સમિટમાં સંબોધન; કહ્યું- AIને પારદર્શક અને વિશ્વનીય બનાવવું જરૂર- ખતરો નહીં તકો વધશે

Related Posts

Election: બંગાળ-તમિલનાડુ અને મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપર આજે મતદાન
  • April 23, 2026

Election: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન ચાલુ થઈ ગયું છે. બંગાળમાં ફર્સ્ટ ફેઝની 152 બેઠકો પર મતદાન શરૂ થયું છે,તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી થવાની છે, પ.બંગાળમાં રાજ્યના…

Continue reading
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!
  • April 21, 2026

Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: PM નરેન્દ્ર મોદીએ “રેવડી કલ્ચર”નો વિરોધ કર્યો! અમિત શાહે બંગાળમાં રેવડીની જાહેરાત કરી દીધી! ગજબની રાજનીતિ છે!

  • April 23, 2026
  • 3 views
PM Modi: PM નરેન્દ્ર મોદીએ “રેવડી કલ્ચર”નો વિરોધ કર્યો! અમિત શાહે બંગાળમાં રેવડીની જાહેરાત કરી દીધી! ગજબની રાજનીતિ છે!

Satire: મુંબઈમાં જાહેરમાં તાયફા કરતા ભાજપના નેતાને મહીલાએ મોઢા ઉપર ચોપડાવી દીધું “ગેટ આઉટ ફ્રોમ હિયર!”વોટ ઇઝ રોંગ વિથ યુ! જુઓ, ખાસ વિશ્લેષણ

  • April 23, 2026
  • 5 views
Satire: મુંબઈમાં જાહેરમાં તાયફા કરતા ભાજપના નેતાને મહીલાએ મોઢા ઉપર ચોપડાવી દીધું “ગેટ આઉટ ફ્રોમ હિયર!”વોટ ઇઝ રોંગ વિથ યુ! જુઓ, ખાસ વિશ્લેષણ

Election: બંગાળ-તમિલનાડુ અને મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપર આજે મતદાન

  • April 23, 2026
  • 7 views
Election: બંગાળ-તમિલનાડુ અને મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપર આજે મતદાન

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

  • April 22, 2026
  • 4 views
AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

  • April 22, 2026
  • 9 views
Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 11 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?