ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટેનો નિર્દેશ- EVM ડેટા ડિલીટ ન કરો: EVM વેરિફિકેશન પોલીસીની માંગ ઉપર સુનાવણી

  • India
  • February 11, 2025
  • 0 Comments
  • ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટેનો નિર્દેશ- EVM ડેટા ડિલીટ ન કરો: EVM વેરિફિકેશન પોલીસીની માંગ ઉપર સુનાવણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ની ચકાસણી માટે નીતિ ઘડવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી.

CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને સુનાવણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી EVMમાં કોઈપણ ડેટા ફરીથી લોડ ન કરવાનો કે ડિલીટ ન કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે હવે સુપ્રીમ કોર્ટને EVMની મેમરી અને માઈક્રો કંટ્રોલર ડિલીટ કરવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપવી પડશે.

આ અરજી હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી કરણ સિંહ દલાલ અને 5 વખતના ધારાસભ્ય લખન કુમાર સિંગલાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. તેમણે કોર્ટને EVM તપાસવા માટે એક મજબૂત સિસ્ટમ બનાવવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો- Share Market: સેન્સેક્સ-નિફ્ટી પાંચમા દિવસે ઘટ્યા, રોકાણકારોને ભારે નુકસાન!

તેમણે કહ્યું કે ચૂંટણી પંચે EVMના ચાર ઘટકો – કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, VVPAT અને સિમ્બોલ લોડિંગ યુનિટની મૂળ બર્ન મેમરી અને માઇક્રોકન્ટ્રોલર તપાસવા માટે એક નીતિ બનાવવી જોઈએ.

છેલ્લી સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે- ફક્ત જૂની બેન્ચે જ કેસની સુનાવણી કરવી જોઈએ

13 ડિસેમ્બર 2024ના રોજ થયેલી સુનાવણીમાં, ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પીબી વરાલેની બેન્ચે અપીલકર્તાઓને કહ્યું કે તેઓ અરજી અહીં કેમ લાવ્યા છે, તેને જૂની બેન્ચમાં મોકલવી જોઈએ.

અગાઉ 26 એપ્રિલના રોજ, સુપ્રીમ કોર્ટની બેન્ચે જૂના બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને EVM સાથે ચેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે EVM સુરક્ષિત છે, તેનાથી બૂથ કેપ્ચરિંગ અને નકલી મતદાન બંધ થયું છે.

હરિયાણા ચૂંટણી પરિણામોને પડકારતી અલગ-અલગ અરજીઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

Related Posts

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ
  • June 19, 2026

NCERT Dancing Girl Controversy: ૪,૫૦૦ વર્ષ જૂની સિંધુ ખીણ સભ્યતાની કાંસ્ય મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ ને NCERT દ્વારા પહેલા ઢાંકવી અને પછી લોકોના આક્રોશ બાદ તેને પાછી લાવવી, તે માત્ર એક…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 3 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 5 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 11 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 8 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 17 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!