Rape in Gujarat: અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્યુ આચર્યુ, નડિયાદમાં સગા ફૂવાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

Rape in Gujarat: ગુજરાતમાં વારંવાર હેવાનિયત બહાર આવતી હોય છે. હવે ખુદ માનવતાના મૂલ્યો શિખવતા અને શિક્ષિત બનાવતાં એક ગુરુએ જ  શિષ્ય પર હેવાનિયત આચરી છે.  અમરેલી પંથકમાં એક શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ આચર્યું છે. જેથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. બીજી એક ઘટનામાં સગા ફૂવાએ જ ભત્રીજીને ગર્ભવતી બનાવતાં સંબંધોને લાછન લાગ્યું છે.

મળતી માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલમાં આવેલી એક ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વરુધ્ધનું કૃત્ય કર્યું છે. હાલ આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ઘટનાની ગંભીરતા દાખવી ASP સહિત પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. શિક્ષક હાલ પૂછપરછ હાથ ધરાઈ છે.

આ રીતે શિક્ષકની કરતૂતનો ભાંડો ફૂટ્યો

વિશાલ સાવલિયા નામના શિક્ષકે આ દુષ્ટકૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. તે મૂળ રાજકોટનો છે. અહીં તે રમતગમત તેમજ જનરલ વિભાગ સંભાળતો હતો. હોસ્ટેલની સામેના રૂમમાં જ રહેતો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના 5 ફેબ્રુઆરીઓ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે વિદ્યાર્થીને એકાએક પેટમાં દુખતાં શિક્ષકનો ભાંડો ફૂટી ગયો છે. શિક્ષકે અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

નડિયાદમાં સગા ફૂવાએ ભત્રીજી પર બળાત્કાર ગુજારતાં ગર્ભ રહી ગયો

બીજી એક ઘટના ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં બની છે. અહીં ફુવા-ભત્રીજીના સંબંધને લજવાતો કિસ્સો બહાર આવ્યો છે. શહેરમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને તેના સગા ફુવાએ જ ભત્રીજી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. ફુવાએ ભત્રીજી પર શારિરીક અત્યાચાર ગુજાર્યો હતો અને ભત્રીજીને રાજકોટ લઇ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. તે દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપી ફૂવાને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

સરકારી નર્સિંગ કોલેજમાં ભયંકર રેગિંગ: પ્રાઈવેટ પાર્ટ પર લટકાવ્યા ડમ્બેલ; પરિકરથી પહોંચાડી ગંભીર ઈજાઓ

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ