બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે આશાસ્પદ પિતરાઇ ભાઇઓના મોત

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments
  • બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે પિતરાઇ ભાઇઓના મોત

બનાસકાંઠા:  બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બે પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. બે પિતરાઇ ભાઇઓ ટ્રેક્ટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો-અશ્લીલતાના વિવાદ: સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ્દ

પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ માટે સી.સી.ટી.વી ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત ટ્રેલર ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બંને વાહનોની ગતિ ધીમી હોવા અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, પોલીસને કાવતરાની આશંકા લાગી રહી છે.

પિતરાઈ ભાઈઓના મોતથી પરિવાર સહિત આખા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો છે. મૃતકોના માં-બાપ અને ભાઈ-બહેન ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, માતા તો આઘાતના કારણે બેભાન થઈ ગયા હતા તો પિતાએ પણ સૂઝબૂઝ ગુમાવી બેસ્યા છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!