Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!

  • Gujarat
  • February 13, 2025
  • 0 Comments

Board Exam:  ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી યોજાવાની છે. આ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને આ પરીક્ષાને લઈ રીસીપ્ટ આપવામાં આવશે. ત્યારે આ વખતે બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જેથી કરીને બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે. સાથે જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ખોટી અફવાઓ, નકલી પ્રશ્નપત્રોની લાલચ અને ગેરરીતિના પેંતરાથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન તેમજ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ખાસ પરીક્ષાને ધ્યાને રાખીને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ. તે માટે શિક્ષણ શાસ્ત્રી અને મનોચિકિત્સકો એ તેમના પ્રતિભાવો આપ્યા છે.

પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ માટે સૂચનો

પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ હળવો ખોરાક લેવાની સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, પુરતી ઊંઘ લેવી જોઈએ, પરીક્ષાના દિવસો દરમિયાન કોઈપણ પ્રકારના ઉત્તેજના કે ભય અને ગુસ્સો આવે તે પ્રકારના તમામ પ્રસંગોથી પ્રત્યેક પરીક્ષાર્થીએ દૂર રહેવું જોઈએ, પરીક્ષાના દિવસોમાં માત્ર અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, પરીક્ષામાં ઉપયોગી સાધનો પેન, પેન્સિલ, રબર, કંપાસ પરીક્ષાના દિવસો દરમિયાન તૈયાર રાખવો જોઈએ, જેમાં પરીક્ષા ખંડમાં ઉપયોગી અને અનિવાર્ય રીસીપ્ટ પણ સાથે રાખવી.

પરીક્ષાની રીસીપ્ટને લેમિનેશન ન કરાવવી જોઇએ

મોટા ભાગના વિદ્યાર્થીઓ રીસીપ્ટને લેમિનેશન કરાવે છે, જો કે તેમણે આવું ન કરવું જોઈએ. આ રીસીપ્ટ ક્યારેય લેમિનેશન ન કરાવવી જોઈએ. કેમ કે આ રીસીપ્ટ આધારે તમને પરીક્ષા આપવામાં આવશે અને તેમાં સુપરવાઇઝર આ રીસીપ્ટમાં પ્રશ્નપત્ર નંબર, જવાબવાહી નંબર સાથે સહી કરશે.

પરીક્ષા ખુલ્લા મને આપવી જોઈએ

પરીક્ષા આપવા જતી વખતે સાથે કોઈપણ પ્રકારના પુસ્તકોને લઈને જવાની વૃતિ ટાળવી જોઈએ, પરીક્ષા ખંડમાં ખૂબ જ સ્વચ્છ અને શરીરને આરામ આપે તે પ્રકારે ઢીલા કપડાં પહેરવા જોઈએ. ઉપરાંત હાથમાં નેપકીન કે મોટો રૂમાલ રાખવો જોઈએ, સ્વચ્છ અને સ્વસ્થ મનથી આપવામાં આવેલી પરીક્ષા પ્રત્યેક પરીક્ષાર્થીના ઉત્સાહ અને હિંમતમાં વધારો કરે છે. જેથી પ્રફુલ્લિત મન સાથે પરીક્ષા આપવા જવું જોઈએ. ચશ્મા પહેરતા હોવ તો તે અવશ્ય તપાસવા જોઈએ. પરીક્ષા સેન્ટરની નજીક સંબંધી કે પરિચિતનાં સરનામા રાખો, પરીક્ષાર્થીએ પોતાની ઘડિયાળમાં પરીક્ષા સમયને અનુરુપ સમય ગોઠવવો જોઈએ, પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટેનો સમય નિર્ધારિત કરીને ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળવું જોઈએ.

પરિક્ષા સમયે વાહન ચાલવવાનું ટાળો

આ સાથે છેલ્લાં દિવસોમાં બને ત્યાં સુધી વાહન ન ચલાવો. અકસ્માત થાય તો વિદ્યાર્થી પરિક્ષા આપવીથી વંચિત રહી જાય છે.

 

આ પણ વાંચોઃ Vadodara: PhD થયેલા યુવકે મિત્રની પુત્રીને કર્યા અડપલા, પુત્રી ઓળખી ગઈ

આ પણ વાંચોઃ SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 3 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 5 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 4 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !