
Jamnagar News: જામનગર શહેરમાં જૂથ અથડામણ થઈ છે. ગઈકાલે રાત્રે પટણીવાડ વિસ્તારમાં આ હિંસક ઘટના ઘટી છે. જેથી વિસ્તારમાં તંગદીલી સર્જાઈ છે. એક જૂથે બીજા જૂથના મકાનને આગ લગાવી દીધી છે, જેમાં મકાનમાં રહેલું ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સોડા બોટલ અને પથ્થરમારો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બેકાબૂ સ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ જૂથ અથડામણમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા ફારૂક પટણી ઉર્ફે બિરાદર નામના શખ્સના ઘર બળી ગયુ છે. એક દ્વારા બાજી જૂથ પર ગઈકાલે પથ્થરમારો અને સોડા બોટલ ફેકી હુમલો કરાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Sunita Williams: અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને કેવી રીતે ધરતી પર લવાશે? જુઓ શું છે પ્લાન
આ પણ વાંચોઃ SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું









