નર્સિંગ પરીક્ષા વિવાદ મામલે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન… કોઈને અન્યાય નહીં, પરિક્ષાઓમાં કેમ ગોટાળા?

  • Gujarat
  • February 13, 2025
  • 1 Comments

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના ઘટે છે. જેને લઈ રાજ્યના યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે. કારણ કે આર્થિક, શારિરીક રીતે પોતાની જીંદગી ખર્ચી દેતાં યુવાનો સાથે અંતે ચેડા કરવામાં આવે છે. તાજેતરમાં જ નર્સિંગની લેવાયેલી પરિક્ષામાં ગોટાળા થયા છે. આ બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે.

ગુજરાતભરમાં લેવાયેલી નર્સિંગની પરિક્ષાનો વિવાદ ઉગ્ર બન્યો છે. જો કે આરોગ્યમંત્રીએ ન્યાય આપવા બાંહેધરી આપતાં વિવાદ શાંત પડ્યો છે. સમગ્ર વિવાદને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય લેવાશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એબીસીડીની પેટર્ન કોન્સ્પિરસી સર્જાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના માર્ક ચકાસી રહ્યા છે. ત્યારે તમામાં પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય થશે.

ગત રવિવારે લેવાયેલી નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. પરિક્ષાર્થીઓનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે. આ મુદ્દે આજે (13 ફેબ્રુઆરી) આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચોઃ Jamnagar: જામનગરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, મકાનને સળગાવી દીધું

આ પણ વાંચોઃ Sunita Williams: અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને કેવી રીતે ધરતી પર લવાશે? જુઓ શું છે પ્લાન

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 3 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 7 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ