
Surat Crime: સરકાર બેટી બચાવ બેટી પઢાવના માત્ર બણગાં ફૂકતી જોવા મળી રહી છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. સુરતમાંથી રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં એક ગેંગરેપ વિથ લૂંટના ઘટી છે. બે અજાણ્યા યુવકોએ ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી ઘરમાં લૂંટ કરી હતી. ત્યારબાદ પતિને બંધક બનાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા. CCTV કેમેરામાં બે શંકાસ્પદ કેદ થઈ ગયા છે.
પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, બે ઇસમોએ લૂંટ અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. ભોગ બનેલી મહિલાએ જણાવ્યું છે કે એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ બંને શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ પર 26 લાખના બૂટ બગાડવાનો આરોપ, આ ગાયિકાએ ટ્રમ્પને આકરા શબ્દોમાં શું કહી દીધુ?
આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો