
- મહેમદાવાદમાંથી દારુડિયો ચૂંટણીની કામગીરી કરતો ઝડપાયો
- દારુડિયો ઓફિસર શાળાનો મદદનીશ શિક્ષક
- ખેડા પોલીસે હાથ ધરી કાર્યવાહી
Gujarat Local Election: આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં આજે 5 નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના 547 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અહીં એક સરકારી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. અધિકારી દારુનો નશો કરીને આવતાં ખળભળાટ મચી ગયો છે. દારુડિયા અધિકારીને કાઢી મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેમદાવાદમાં એક ઓફિસરે દારુ પીધેલી હાલતમાં આવતાં હાકી કાઢ્યો
ખેડા જીલ્લાના મહેમદાવાદમાં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ થયો છે. મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. વોર્ડ નંબર 5ના મતદાન મથક 3માંથી આ મામલો સામે આવ્યો છે. વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો મિડિયા અહેવાલ છે.
પીધેલી હાલતમાં ઝડપાયો પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. કલેક્ટરે પ્રિસાઈડિંગ ઓફિસરને દૂર કરી દીધો છે.
ખેડા જીલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના
આ પણ વાંચોઃ Gujarat Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, 18 તારીખે થશે મતગણતરી