Surat: માંગરોળમાં પ્રેમી યુગલો ગળા કપાયેલી હાલતમાં મળ્યા, યુવતીનું મોત, પ્રેમી સારવાર હેઠળ

  • Gujarat
  • February 18, 2025
  • 1 Comments

સુરતના માંગરોળ તાલુકામાં વાંકલ ગામ નજીથી બે યુવક-યુવતીના ગળા કપાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો છે.

યુવક બોલી શકે તેવી પણ હાલત નહીં

પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. લોહી લુહાણ મળેલા પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા કરી પોતે આપઘાતનો પ્રાયસ કર્યાની આશંકા સેવાઈ રહી છે. માંગરોળ તાલુકા પોલીસે ઘટના સ્થળેથી ચપ્પુ સહિત યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તેજસ્વીને પિતાએ  લગ્ન કરવાની ના પાડી દીધી હતી

આ ઘટનામાં યુવતીનું નામ તેજસ્વી જ્યારે યુવકનું સુરેશ જોગી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા. જોકે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અખિલેશની સમાજવાદી પાર્ટીએ 2 નગરપાલિકાઓ પર પ્રભુત્વ, કાના જાડેજાની આખી પેનલ જીતી

આ પણ વાંચોઃ Statement: ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ: સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ

આ પણ વાંચોઃElection Result: ખેડા જીલ્લામાં આચારસંહિતા લીરેલીરાઃ ચકલાસીમાં ભાજપે રુપિયા ઉડાવ્યા, મહેમદાવાદમાં લોરેન્સના પોસ્ટરો

આ પણ વાંચોઃ  Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ

આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ

Related Posts

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો
  • May 4, 2026

Surat Vesu Violent Clash: સુરત શહેરના અત્યંત પોશ અને વિકસિત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક…

Continue reading
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને
  • May 4, 2026

Geeta Rajpurohit Suicide Case: અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ બનેલી ગીતા રાજપુરોહિતની આત્મહત્યાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના 18 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 3 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 3 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 6 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 9 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 11 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી