CEC નિમણૂક પર ઉઠ્યા સવાલ, સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી, વિપક્ષનો હોબાળો

  • India
  • February 19, 2025
  • 2 Comments

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સહિત અનેક સંગઠનો દ્વારા દાખલ કરાયેલી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની નિમણૂક પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. તેઓ આજે(19 ફેબ્રુઆરી) ચાર્જ સંભાળે તે પહેલા અરજી પર કોર્ટમાં સુનાવણી થશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરશે. અરજીમાં જણાવાયું છે કે બંધારણીય બેન્ચે 2023ના નિર્ણયમાં આપેલા નિર્દેશનું નિમણૂકમાં પાલન કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે બંધારણીય બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે CEC અને EC ની પસંદગી અને નિમણૂકો એક સમિતિ દ્વારા કરવામાં આવશે જેમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થશે.

જ્ઞાનેશ કુમારને નવા CEC બનાવવામાં આવ્યા

સોમવારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. કાયદા મંત્રાલયે આ માહિતી આપી હતી. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.

જ્ઞાનેશ કુમારની નિમણૂક અંગે વિવાદ

ચૂંટણી કમિશનરમાંથી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે બઢતી પામેલા જ્ઞાનેશ કુમારની નિમણૂક અંગે વિવાદ ચાલી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિમણૂક પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક મળી હતી. આમાં, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના અનુગામી તરીકે જ્ઞાનેશ કુમારને નવા CEC તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નિમણૂક પછી, વિરોધ પક્ષ તરફથી ભારે વિરોધ થયો છે.

Related Posts

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
  • May 3, 2026

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, પણ એક મોટો આર્થિક ખેલ પણ તેના અંજામ તરફ વધી રહ્યો…

Continue reading
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 1 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 5 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 7 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 10 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 11 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત