ગુજરાતમાં બ્લાસ્ટથી હત્યાની કોશિશ; અમદાવાદમાં પાર્સલમાં બોમ્બ મૂકીને એક વ્યક્તિને ઉડાવી દેવાયો

  • Gujarat
  • December 21, 2024
  • 0 Comments

અપડેટ; અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપેણ બારોટનાં ઘરે તપાસ હાથ ધરવામાં આવી.. જેમાં સંપૂર્ણ જે ફેક્ટરી છે તે ઝડપાઈ હતી તેની સાથે દેશી કટ્ટા નંગ ત્રણ ઝડપાયા સાથે જે બોમ્બ છે તે બનાવવાની સમગ્ર જે સામાન છે સામગ્રી છે તે અમદાવાદ ઝડપી પાડી છે રૂપેણ બારોટ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે .

તપાસમાં ખુલ્યું છે કે રૂપેણ બારોટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દેશી દારૂ બનાવી વેચતો તેમજ ભૂતકાળમાં અનેક ગુનાઓને અંજામ આપેલ છે હાલ તમામ દિશાઓમાં તપાસનો ધંધામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહ્યો છે અને આરોપીની શોધ ખોળ પણ ચાલી રહી છે.

અમદાવાદમાં અફઘાનિસ્તાનવાળી ઘટના ઘટતા ચકચાર જામ્યું છે. વાત જાણે તેમ છે કે, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ઘર પર પાર્સલ મોકલીને તેની હત્યાની કોશિશ કરવામાં આવી છે. મળી રહેલી જાણકારી અનુસાર, સાબરમતી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા એક પાર્સલ લઈને ઘરે આપી ગયા હતા. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતાં ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી. જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પ્રતિદિવસ ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા યુપી-બિહારની ઉપમા તો આપવામાં આવી રહી હતી. પરંતુ હવે તો બ્લાસ્ટ કરીને હત્યા કરવાની કોશિશ ખુબ જ ગંભીર રીતે પડઘા પાડી રહી છે. આગામી સમયમાં અસામાજિક તત્વો પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને હત્યાની કોશિશ કરી શકે છે. જોકે, આ કેસમાં અમદાવાદ પોલીસે તાબડતોડ કાર્યવાહી કરતાં પાર્સલ આપનારા આરોપીને પકડી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. પરંતુ હવે આગામી સમયમાં હત્યા કરવાના વિવિધ સિસ્ટમો જોવા મળી શકે છે. તેમાંય બ્લાસ્ટ કરવાની મોડસ ઓપરેન્ડી ખુબ જ વધારે ભયાનક સાબિત થઈ શકે છે.

અફઘાનિસ્તાન સહિત મુસ્લિમ દેશોમાં બ્લાસ્ટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ એકદમ સામાન્ય બની ગઈ છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ સામાન્ય બને તે પહેલા જ પોલીસે તેને દાબવી જરૂરી બની ગઈ છે.

આ કેસ અંગેની પ્રાથમિક માહિતી અનુાસર, સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યકિત ઘવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ પાર્સલ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જેને પાર્સલ મોકલવાનું હતું તે વ્યક્તિના સ્વજનને પાર્સલ ખોલતા સમયે બ્લાસ્ટ થતા ઈજા થઈ છે.

જે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે તે આપનાર વ્યકિતનું નામ ગૌરવ ગઢવી હોવાનું સામે આવ્યું છે. જેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSL અને પોલીસની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 1 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 7 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો