
Actor Dharmendra health: ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત છે અને હવે તેમને પોતાના પરિવાર વચ્ચે સારવાર અપાઈ રહી છે ત્યારે પરિવારના સભ્યો અન્ય લોકોની દખલગીરીથી કંટાળી ગયા છે, આજે સવારે સની દેઓલ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે ઘર સામે ફિલ્ડિંગ લગાવી બેઠેલા પાપારાઝી સામે નારાજગી વ્યક્ત કરી બે હાથ જોડી પોતાના પરિવાર ઉપર આવી પડેલા દુઃખના સમયે પ્રાઈવસી જાળવવા વિનંતી કરી હતી અને સની દેઓલે કહ્યું, “તમે સતત ફોટા પાડી રહ્યા છો? તો તમને શરમ નથી આવતી?”
તમને શરમ આવવી જોઈએ. તમારા ઘરે પણ માતા-પિતા છે,તમારા બાળકો છે તમને ખબર હોવી જોઈએ. અમે તકલીફમાં છીએ અનેતમે અહીંયા સતત ફોટા પાડી રહયા છો,વીડિયો બનાવી રહ્યા છો ત્યારે શું તમને શરમ નથી આવતી? સની દેઓલ વાદળી શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે કાળી ટોપી પણ પહેરી હતી.અભિનેતા સની દેઓલ પોતાના બંગલામાંથી બહાર આવ્યા અને હાથ જોડીને પત્રકારો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મીડિયામાં ધર્મેન્દ્રનું અવસાન થઈ ગયું હોવાના સમાચારો ચલાવ્યા હતા પરિણામે અનેક સેલિબ્રિટીઓએ ધર્મેન્દ્રને મૃત માની શ્રદ્ધાંજલિ પણ આપી દીધી હતી પરિણામે ધર્મેન્દ્રનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ઊંડો આઘાત લાગ્યો હતો ત્યારબાદ ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે અને પત્ની હેમા માલીનીએ ધર્મેન્દ્ર સ્વસ્થ હોવાની જાણકારી આપી મીડિયાના બેજવાબદારી ભર્યા વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી હવે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મિડીયાવાળાઓ એ તેમના ઘર બહાર અડિંગો જમાવી દીધો છે અને સતત ફોટા-વિડીયો બનાવી રહયા હોય શની દેઓલે બે હાથ જોડી મીડિયાને આવું નહિ કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો







