
- શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો?
- છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો
SAVE HASDEO । માલેતુજારોની મોદી સરકારને ગરીબ અને મધ્યમવર્ગના દુઃખ દર્દ નથી દેખાતાં એ તો સમજ્યાં… પરંતુ, મોદી સરકારને મુંગા જીવો અને પર્યાવરણની પણ પડી નથી, એવું છત્તીસગઢની ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
છત્તીસગઢના હસદેવ જંગલ વિસ્તારમાં અદાણી ગ્રૂપ દ્વારા ખનનનો મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હસદેવ જંગલના આદિવાસીઓ સહિતના સ્થાનિક લોકો અદાણીના પ્રોજેક્ટનો ભારે વિરોધ કરી રહ્યાં છે. પરંતુ, અદાણી સામે હાથ જોડીને અદબથી મુજરો કરતી ભાજપા સરકારના બહેરા કાન સુધી વિરોધના પડઘાં પહોંચી શકતા નથી.
બીજી તરફ તાજેતરમાં જ અદાણી ગ્રૂપ દ્વારા હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરી દેવામાં આવ્યો છે. ગૌતમ અદાણીને કરોડો રૂપિયાનો કારોબાર મળે એ માટે મહામૂલ્યવાન જંગલને નષ્ટ કરી દેવાને કારણે આદિવાસીઓ તો ઠીક પરંતુ, જંગલમાં વસવાટ કરતાં જાનવરોને ભારે કનડગત ભોગવવી પડી છે. તો બીજી તરફ પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
અદાણી ગ્રૂપ દ્વારા જંગલનો નાશ કરાયો તે અંગે આમ તો ગોદી મિડીયામાં કોઈ જ ચર્ચા જોવા મળતી નથી. અને મોદી ભક્તિને કારણે ગોદી મિડીયા આની ચર્ચા ના કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ, સોશિયલ મિડીયા પર જાગૃત નાગરિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અદાણીના પગલાંની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
હસદેવ અરંડ ક્ષેત્રમાં કુદરતી કોલસાનો ભંડાર છે અને અદાણી ગ્રૂપ કુદરતની આ સંપત્તિની લૂંટ કરીને કરોડોની કમાણી કરશે. અદાણીનો ધંધો વધારવા માટે મોદી અને ભાજપા સરકાર આંખ આડા કાન કરવાનો ધંધો કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે. જોકે, અદાણી ગ્રૂપ દ્વારા રૂપિયા ખર્ચીને હસદેવ પ્રોજેક્ટના વખાણ કરાવવાના શરૂ કરી દીધાં છે. જેમાં અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટનાં મોં ફાટ વખાણ કરતાં આર્ટિકલ્સ લખાઈ રહ્યાં છે. પરંતુ, વાસ્તવિકતા છે કે ગમે તેટલું ગળ્યું હોય, ઝેર તો ઝેર જ રહેવાનું.
અદાણીએ પોતાના “ધંધા” માટે છત્તીસગઢના હસદેવ જંગલનો કર્યો સફાયો #SaveHasdeo
શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો?
છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો pic.twitter.com/cZEIXPLnel— The Gujarat Report (@TGujarat_Report) April 6, 2025