
ADR report: ADR ના અહેવાલમાં દેશના 643 મંત્રીઓમાંથી, 302 એટલે કે લગભગ 47 ટકા મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમના પર હત્યા, અપહરણ, મારામારી, છેતરપીંડી, ચોરી, લુંટફાટ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ જેવા ઘણા ગંભીર આરોપો છે. ભાજપના 336 મંત્રીઓમાંથી 136 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે કોંગ્રેસના 45 મંત્રીઓ સામે ફોજદારી આરોપો છે.
આ રિપોર્ટ તાજેતરમાં રજૂ કરાયેલા બિલ પછી આવ્યો
હવે કેન્દ્ર સરકારે નવું બિલ રજૂ કર્યું છે કે મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે પદ જતું રહેશે તો અને બીજી બાજુ આ રિપોર્ટ જાહેર કરાયો, જેમાં ભાજપના નેતાઓ જ ગુનાઓમાં સંકડાયેલા છે. આ રિપોર્ટ
તાજેતરમાં રજૂ કરાયેલા બિલ પછી આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મંત્રી, વડા પ્રધાન કે મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ ગંભીર ફોજદારી કેસ નોંધાય છે, જેની સજા પાંચ વર્ષ કે તેથી વધુ હોઈ શકે છે.
કયા પક્ષના કેટલા મંત્રીઓ સામે કેસ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલે નેતાઓની પોલ ખોલી નાંખી છે, ભાજપના ૩૩૬ મંત્રીઓમાંથી ૧૩૬, એટલે કે ૪૦%, એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે,જેમાંથી ૮૮ મંત્રીઓ સામે ગંભીર આરોપો છે, બીજી તરફ, ૪૫ કોંગ્રેસના મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી ૧૮ મંત્રીઓ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.
મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના 40 મંત્રીઓમાંથી 13 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 મંત્રીઓ ગંભીર ફોજદારી કેસનો સામનો કરી રહ્યા છે. ડીએમકેના 31 મંત્રીઓમાંથી 27 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 14 મંત્રીઓ સામે ગંભીર કેસ નોંધાયેલા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના 16 મંત્રીઓમાંથી 11 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 5 મંત્રીઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
તેલુગુ દેશમ પાર્ટીના મંત્રીઓ સામે સૌથી વધુ ફોજદારી કેસ
આ પાર્ટીના 23 મંત્રીઓમાંથી 22 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 13 મંત્રીઓ પર ગંભીર ગુનાઓનો આરોપ છે. જો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો, 72 કેન્દ્રીય મંત્રીઓમાંથી 29 મંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
આ રાજ્યોના મંત્રીઓ સામે કોઈ કેસ નથી
દેશમાં મોટાભાગના રાજકીય પક્ષોના મંત્રીઓ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીના 60 ટકાથી વધુ મંત્રીઓ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેનાથી વિપરીત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના મંત્રીઓએ માહિતી આપી કે તેમની સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલ નથી.
સૌથી વધુ અબજોપતિ ભાજપ નેતાઓ
ADR રિપોર્ટમાં મંત્રીઓની સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, મંત્રીઓની સરેરાશ સંપત્તિ 37.21 કરોડ રૂપિયા છે. તમામ 643 મંત્રીઓની કુલ સંપત્તિ લગભગ 30 હજાર કરોડ રૂપિયા છે. કર્ણાટકમાં સૌથી વધુ મંત્રીઓ અબજોપતિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી પરિષદના 72 મંત્રીઓમાંથી 6 મંત્રીઓ અબજોપતિ છે.
રિપોર્ટ મુજબ, અબજોપતિ નેતાઓની સૌથી વધુ સંખ્યા ભાજપ પક્ષના છે, જે ૧૪ છે. કોંગ્રેસ બીજા સ્થાને છે, જેના ૬૧ મંત્રીઓમાંથી ૧૧ અબજોપતિ છે.
ટીડીપી નેતા પાસે 5 હજાર કરોડથી વધુ સંપત્તિ
દેશના સૌથી ધનિક મંત્રી ટીડીપી નેતા અને આંધ્રપ્રદેશના ગુંટુરના સાંસદ ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની છે, જેમની પાસે 5 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. કર્ણાટક કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમાર બીજા સ્થાને છે, જેમની પાસે લગભગ 1400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજી તરફ, જો આપણે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓની વાત કરીએ, તો ત્રિપુરાના ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટના નેતા શુક્લા ચરણ નોટિયા પાસે ફક્ત 2 લાખ રૂપિયાની સંપત્તિ છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ